Khetidekho

બાગાયત સહાયલક્ષી યોજનાઓ (ફળ પાકો માં સબસીડી)

 • ગુજરાત સરકાર દ્વારા બાગાયત પાક વાવતા ખેડૂત માટે સહાય યોજના અમલ માં છે .

 

 • જેની અરજી ખેડૂત i khedut વેબસાઈટ પર જઈ કરી શકે  છે.

 

 • આઈ ખેડૂત પોર્ટલ માં અરજી કેમ કરવી એ જાણવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો …
 • ખેડૂત મિત્રો હવે આપણે ક્યાં પાક માં કેટલી સહાય મળે છે ,અને તેના નિયમ શું છે એ વિગત વાર જોઈશું .

1. આંબા માં મળતી સહાય ની માહિતી

પ્રાથમિક માહિતી
 • વાવેતર અંતર: પ મીટર * પ મીટર ./ ૪ મી. *  ૬ મી./ ૩ મી. *૬ મી.

 

 • રોપાની સંખ્યા (પ્રતિ હેક્ટર) : ૪૦૦/ ૪૧૬/ પપપ

 

 • રોપા ની જાત : કેશર, દશેરી, હાફૂસ, તોતાપુરી, બનેશાન, નીલમ, આમ્રપાલી, સોનપરી
ઘનિષ્ઠ ખેતી પધ્ધતિથી થતા ફાયદા:
 •  ૨ થી ૩ ઘણું ઉત્પાદન વધારી ખેતીને વધુ ફાયદાકારક બનાવી શકાય છે.

 

 • વાવેતર કર્યા બાદ વહેલું ઉત્પાદન મેળવી શકાય છે.

 

 • ફળ ફૂલને નિયંત્રિત કરી દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય છે.

 

 • ઝાડ નાના હોવાથી ફળ ઓછા સમયમાં અને સારી રીતે ઉતારી શકાય છે.

 

 • ઝાડ નાના હોવાથી રોગ અને જીવાતનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે.

 

 • જમીન, ખાતર, દવા, પાણી અને સુર્યપ્રકાશનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.

 

 • ફળો ઉપર પેપરબેગ સહેલાઈથી લગાવી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફળ મેળવી શકાય.
સહાય (સબસીડી) ની રકમ
 •  આંબા પાકમાં ઘનિષ્ઠ પધ્ધતિથી વાવેતર માટે કલમ દીઠ રૂ.૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાને લઇ મહત્તમ રૂ.૪૦,૦૦૦/- પ્રતિ હેક્ટર તેમજ

 

 • પ્રથમ વર્ષે અન્‍ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાંટીંગ મટીયરલના ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ.૧૦,૦૦૦/- પ્રતિ હેક્ટર, બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

 

 • ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય

કમલમ (ડ્રેગન ફ્રુટ) માં મળતી સહાય ની માહિતી

પ્રાથમિક માહિતી
 • વાવેતર અંતર: ૩  મીટર * ૩ મીટર 

 

 • રોપાની સંખ્યા (પ્રતિ હેક્ટર) : ૪૪૪૪

 

 • રોપા ની જાતગુલાબી છાલ સફેદ માવો, ગુલાબી છાલ લાલ માવો, પીળી છાલ સફેદ માવો, ગુલાબી છાલ જાંબલી માવો. આ ઉપરાંત અલાઈસ સફેદ, જમ્બો લાલ, જમ્બો સફેદ, તાઈવાન ક્વીન, વિયતનામ લાલ વિગેરે

 

 • ઉત્પાદન: ૨૦-૩૦ ટન પ્રતિ હેક્ટર
સહાય (સબસીડી) ની રકમ
 • સામાન્‍ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ રૂ.૩.૦૦ લાખ/હે. જ્યારે અ.જા./અ.જ.જા.ના ખેડુતને ૭૫% અથવા મહત્તમ રૂ.૪.૫૦ લાખ/હે. સહાય. (લાભાર્થી દીઠ એક હેક્ટરની મર્યાદામાં સહાય)

 

 • પ્રથમ વર્ષે સિમેન્ટ પોલ/ પાઈપ (૧૧૧૧ નંગ) નો ખર્ચ રૂ. 3,33,3૦૦/-, જ્યારે પ્લાન્ટીંગ મટીરીયલ (૪૪૪૪ નંગ રોપા) નો ખર્ચ રૂ.૧,૫૫,૫૪૦/- એમ મળી થયેલ કુલ ખર્ચ રૂ. ૪,૮૮,૮૪૦/- ને ધ્યાને લઇ સામાન્‍ય જાતિના ખેડુતને ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૨,૪૪,૪૨૦/- સહાય તથા અ.જા./અ.જ. જા.ના ખેડુતને ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩,૬૬,૬૩૦/- સહાય.

 

 • બીજા વર્ષે હેડ રીંગ (૧૧૧૧ નંગ)/ ટ્રેલીઝીંગ અને વાયર (અંદાજિત ૪૦૦ કિ.ગ્રા)નો થયેલ કુલ ખર્ચ રૂ.૧,૧૧,૧૬૦/- ને ધ્યાને લઈ સામાન્‍ય જાતિના ખેડુતને ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫૫,૫૮૦/- સહાય તથા અ.જા. / અ.જ. જા.ના ખેડુતને ૭૫ ટકા અથવા મહત્તમ રૂ.૮૩,૩૭૦/- સહાય.

નાળિયેરી માં મળતી સહાય ની માહિતી

પ્રાથમિક માહિતી
 • વાવેતર અંતર: ૭.૫  મીટર * ૭.૫ મીટર / ૬   મીટર * ૬ મીટર 

 

 • રોપાની સંખ્યા (પ્રતિ હેક્ટર) : ૧૭૭ 

 

 • રોપા ની જાત :      ઠીંગણી જાત: લોટણ, બોના,          ઊંચી જાત: વેસ્ટ કોસ્ટ ટોલ               હાઇબ્રીડ જાત: ટી % ડી, ડીઝ ટી 

 

 • નાળીયેર ઉત્પાદન (નંગ/ઝાડ/વર્ષ) :    ઠીંગણી જાત: ૧૧૦-૧૨૦,     ઊંચી જાત: ૭૦-૫૦,          હાઇબ્રીડ જાત: ૧૦૦-૧૨૦
નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય:
 • નાળીયેરી વાવેતર માટે પ્લાન્ટીગ મટેરીયલ અને ઇનપુટ ખર્ચ ૭૫% મુજબ મહતમ રૂ.૩૭૫૦૦ પ્રતિ હેક્ટર, ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય.

 

 • લાભાર્થી/ખાતા દીઠ મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
નાળીયેરીમાં સંકલિત પોષણ /જીવાત વ્યવસ્થાપનને પ્રોત્સાહન :
 • ખર્ચના ૫૦% મુજબ મહત્તમ રૂ.૫૦૦૦ પ્રતિ હેક્ટર એટ સોર્સ સહાય મળવાપાત્ર રહેશે.

 

 • લાભાર્થી/ખાતા દીઠ ૪ હેક્ટરની મર્યાદામાં એટ સોર્સ સહાય મળવાપાત્ર રહેશે.

 

 • ગુજરાત એગ્રો.એ બાગાયત નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નક્કી કરી તેઓના અધિકૃત વિક્રેતા મારફત જી.એસ.એફ.સી., જી.એન.એફ.સી., ઇફ્કો, ક્રિભકો, કૃષિ યુનિવર્સીટી, કે.વી.કે. દ્વારા ઉત્પાદીત ઇનપુટ કે મટીરીયલ
  ખરીદ કરી લાભાર્થી ખેડૂતને સીધુ વિતરણ કરી શકાશે. (એટ સોર્સ સહાય)

ખારેક માં મળતી સહાય ની માહિતી

પ્રાથમિક માહિતી
 • વાવેતર અંતર:  ૯   મીટર * ૯ મીટર 

 

 • રોપાની સંખ્યા (પ્રતિ હેક્ટર) : ૧૨૫

 

 • રોપા ની જાત :     બારાહી, આણંદ ખારેક-૧ (02 -1), ૧૦૦

 

 •  ઉત્પાદન  :  ૭ વર્ષે પ્રતિ ઝાડ સરેરાશ ૨૦૦ કિગ્રા.
ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર સહાય:
 • પ્લાંટીંગ મટેરીયલ માટે ખર્ચના ૫૦% મુજબ મહત્તમ રૂ.૨,૧૮,૭૫૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય (મહતમ રૂ.૧૭૫૦ પ્રતિ ટીસ્યુ. ખારેક રોપ)

 

 • ખેતી ખર્ચના ૫૦% મુજબ મહત્તમ રૂ.૨૦,૦૦૦/હેક્ટર સહાય, જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના ૬૦% સહાય તેમજ બીજા વર્ષે
  જો ૭૫% રોપા જીવંત હોય તો જ બાકીના ૪૦% સહાય મળવાપાત્ર થશે.

 

 • ખાતાદીઠ વધુમાં વધુ ૨ હેકટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર .

લીંબુ માં મળતી સહાય ની માહિતી

પ્રાથમિક માહિતી
 • વાવેતર અંતર:   ૬ મીટર * ૬ મીટર / ૪.૦ મીટર * ૪.૫ મીટર

 

 • રોપાની સંખ્યા (પ્રતિ હેક્ટર) : ૨૭૮ / ૫૫૫ 

 

 • રોપા ની જાત :  કાગદી, પ્રમાલીની, વિક્રમ, સાઈ સરબતી

 

 •  ઉત્પાદન  : ઝાડ દીઠ સરેરાશ ૫૦ થી ૭૦ કિ.ગ્રા.

લીંબુ પાક માં સહાય
 • ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાક- લીંબુ (૪.૦ મી. * ૪.૫ મી.) માટે સામાન્‍ય ખેડૂતને ખર્ચના ૫૫%, મહત્તમ રૂ.૩૦,૨૩૯/- પ્રતિ હેક્ટર, અનુ. જાતિના ખેડૂતને ખર્ચના ૬૫%, મહત્તમ રૂ.૩૫,૭૩૭/- પ્રતિ હેક્ટર અને અનુ. જન જાતિના ખેડૂતને ખર્ચના ૭૫%, મહત્તમ રૂ.૪૧,૨૩૫/- પ્રતિ હેક્ટર, બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. ત્રણ હપ્તા (ત્રણ વર્ષ) (૬૦:૨૦:૨૦)માં સહાય.

 

 • વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાક- લીંબુ (૬મી.%૬મી.) માટે સામાન્‍ય ખેડૂતને ખર્ચના ૬૫%, મહત્તમ રૂ. ૨૬૦૦૫/-પ્રતિ હેક્ટર અને અનુ. જાતિ/ અનુ. જન જાતિના ખેડૂતને ખર્ચના ૭૫%, મહત્તમ રૂ.૩૦,૦૦૬/- પ્રતિ હેક્ટર, બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. ત્રણ હપ્તા (ત્રણ વર્ષ) (૬૦:૨૦:૨૦) માં સહાય.

 

 • વધુમાં વધુ ૪ હે. પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય.
આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…