Khetidekho

ikhedut માં અરજી કેમ કરવી? How to apply in ikhedut?

  • આજે આપણે i khedut માં ખેતીવાડી ,પશુપાલન ,બાગાયત,મત્સ્યપાલન ની અરજી માં અરજી કેમ કરવી એ શીખીશું…

 

  • અત્યારે સરકાર દ્વારા વહેલા તે પહેલા ના ધોરણે i khedut  પોર્ટલ પર અરજી મંગાવવા માં આવે છે, જયારે પહેલા આ પોર્ટલ માં ડ્રો કરવામાં આવતો હતો અને બધા ખેડૂત અરજી કરી શકતા પણ અત્યારે હવે લક્ષયાંક ને ધ્યાન માં રાખીયે તો અમુક યોજના માં ૫ થી ૧૦ મિનિટ ની અંદર લક્ષયાંક પૂરો થઇ જતો હોય છે માટે હવે સાયબર કાફે અથવા ગામ ના VC પાસે અરજી કરવામાં મુશ્કેલી પડે છે કેમ કે એકી સાથે એક થી બે અરજી જ થાય શકે છે માટે હવે આપણે સમય સાથે અરજી કરતા શીખવું પડશે જે આપણા મોબાઈલ માંથી પણ થઇ શકે છે…

 

  • આ અરજી આપણે મોબાઈલ અને લેપટોપ બન્ને થી સરળતા થી કરી શકીયે છીએ અને પૈસા પણ બચાવી શકીયે છીએ અને સમયસર આપણે યોજનાનો લાભ પણ લઇ શકીયે છીએ, મોબાઈલ માં અરજી કરીયે ત્યારે આપણે સાઈડ માં ૩ ડોટ પર ક્લિક કરી ને DESKTOP SITE પર ક્લિક કરીશું જેથી આપને અરજી કરવામાં સરળતા રહે .
  • સૌ પ્રથમ તમારે ગુગલ માં i khedut લખવાનું રહેશે જેથી નીચે મુજબ ડાયલોગ ખુલશે જેમાં તમારે પ્રથમ સાઈટ ikhedut Gujarat પર ક્લીક કરવાનું રહેશે ….
  • સૌ પ્રથમ તમારે ગુગલ માં i khedut લખવાનું રહેશે જેથી નીચે મુજબ ડાયલોગ ખુલશે જેમાં તમારે પ્રથમ સાઈટ ikhedut Gujarat પર ક્લીક કરવાનું રહેશે ….
  • ત્યારબાદ આ ડાયલોગ બોક્સ ખુલશે તેમાં વિવિધ યોજના માં અરજી કરો પર ક્લીક કરો ….
  • ત્યારબાદ તમે જે યોજનાનો લાભ લેવા માંગતા હોય વિભાગ પર ક્લીક કરી જે ઘટક માં અરજી કરવાની છે તે ઘટક સિલેક્ટ કરશો એટલે ઉપર મુજબ નું ડાયલોગ બોક્સ ખુલશે.

  • હવે આપણે પેલા જે ઘટક માટે અરજી કરીયે તેનું નામ આવશે ,બાજુ ના કોલમ માં સહાય ની રકમ કેટલી સબસીડી , નાના મોટા ખાતેદાર માટે ની ટકાવારી, ખેડૂત કય કેટેગરી માં છે એ મુજબ અલગ અલગ ધારા ધોરણ લખેલા હશે જે કાળજી પૂર્વક વાંચવા , ત્યાર બાદ કેટલા વર્ષે ફરી લાભ મળશે એની વિગત ,બાજુ માં ક્યાં કાગળ જોશે એની માહિતી અને છેલ્લે અરજી કરો પર ક્લીક કરશો, એટલે આપણે અરજી કરવાના પેલા પગથિયાં સુધી પોચી જશુ,અરજી કેટલી તારીખ વચ્ચે કરી શકીશું એ પણ ત્યાં આપેલ હશે જે કાળજી થી જોવું.

     

     

  • અરજી કરતા પહેલા નીચે ના કાગળ સાથે રાખવા જેથી અરજી તરત અને ઝડપી થાય શકે.

     

    ૧. આધારકાર્ડ

    ૨. ૭,૧૨,૮અ ની નકલ

    ૩. રેશનકાર્ડ

    ૪. કેટેગરી મુજબ નો જાતિ નો દાખલો

    ૫. બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેક

     

     

  • અલગ અલગ ઘટક માટે કાગળ અલગ હોવાથી ડોક્યુમેન્ટ લખેલ છે તેના પર એક વખત જોઈ લેવું ઉપર આપેલા કાગળ પ્રાથમિક જરૂરિયાત વાળા છે.

  • ઉપર આપેલ બોક્સ માં જરૂરી સૂચના વાંચી લેવી ત્યાર બાદ તમે રજીસ્ટર ખેડૂત છો તો જો હોય તો હા અને ના પર ક્લિક ની આગળ વધવું.
  • ઉપર ડાયલોગ બોક્સ માં ૪ સ્ટેપ આપેલ છે પેલા સ્ટેપ માં આપણે નવી અરજી કરો તેમાં ક્લિક કરી ને અરજી ની વિગત ભરશું ત્યાર બાદ આપને અરજી અપડેટ નો ઓપ્શન મળશે ત્યાર બાદ ૩ જા સ્ટેપ માં અરજી કન્ફોર્મ નો ઓપ્શન મળશે અને અરજી નંબર મળશે જે આપને નોંધવાનો રહેશે …અરજી કન્ફોર્મ કર્યા બાદ જ આપણી અરજી થઇ એ માન્ય રહેશે ,છેલ્લા ઓપ્શન માં આપને અરજી ની પ્રિન્ટ અથવા pdf ડાઉનલોડ કરીશું .
  • ઉપર ના ડાયલોગ બોક્સ માં દેખાતી બધી વિગત આપણે કાળજી પૂર્વક ભરશું ,

 

  • નામ,ગામ,તાલુકા,સરનામું,આધાર નંબર ,જાતિ ,૮ અ ની વિગત,બેન્ક પાસબુક વિગત,રેશનકાર્ડ ની વિગત પછી જે નંબર આપેલ છે એ ભરી ને અરજી સેવ કરો પર ક્લીક કરશું એટલે એક અરજી નંબર મળશે જે ખાસ નોંધી લેવો અને પછી કઈ સુધારો હોય તો અરજી અપડેટ કરો બાકી અરજી કન્ફોર્મ કરો પર ક્લિક કરો.
  • હવે ત્યાં આપણે અરજી નંબર અને ખાતા નંબર નાખી કેપ્ચા ભરી અરજી કન્ફોર્મ કરીશું.
  • હવે આ અરજી ની પ્રિન્ટ કરાવી અને સાચવશું જેથી જયારે અરજી સબમિટ કરીયે તેથી તેની સાથે જોડી જે તે ઓફિસ માં રજૂ કરી શકીએ

Ref . ikhedut.gujarat.gov.in

 
 
 
આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…