Khetidekho

ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ

ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ કરતી વખતે માટે શું ધ્યાન રાખવું?
Source : Internet
  • જમીનને સમતલ કરી, પહોળા માથાવાળા નીક-પાળા બનાવી પાળાના ઢાળ પર પાકનું વાવેતર કરવું જોઈએ જેથી પાણી બીજના સીધા સંપર્કમાં ન આવે તેમજ મુળ વિસ્તારમાં ક્ષારોની જ્માવટ ના થાય઼.

 

  • પિયત હલકું અને ટુંકા ગાળે આપવું જોઈએ. જમીનમાં ભેજની ખેચ થવા દેવી નહી.

 

  • બે-ત્રણ પિયત બાદ એકાદ ભારે પિયત આપવું જેથી મૂળ વિસ્તારમાં જમા થયેલ ક્ષારો જર્મીનમાં ઉડે નિતરી જશે.

 

  • શકય હોય તો વચ્ચે એકાદ સારા પાણીથી પિયત આપવું જોઈએ.

 

  • ક્ષારયુક્ત પાણીથી ખેતી કરવા માટે ટપક પિયત પધ્ધતિનો ઉપયોગ ફાયદાકારક છે.

 

  • બંને ત્યાં સુધી ઉનાળુ પાક ન લેવો અને શિયાળુ પાક પણ શક્ય તેટલો વહેલો લેવાય તેવું આયોજન કરવું.

 

  • જમીનની નિતાર શક્તિ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, ઉંડી ખેડ કરી છાણિયું ખાતર, ખોળ, લોલો પડવાશ વગેરેના ઉપયોગથી જર્મીનની નિતાર શક્તિ વધે છે અને જમીન બગડતી અટકે છે.

 

  • પાણીની ગુણવત્તાને આધારે યોગ્ય ક્ષાર સહર્શીલ પાક પસંદ કરવો જોઈએ. કપાસ, જુવાર, ઘઉં, બાજરી, સૂર્યમુખી, કસુંબી, દિવેલા, સુગરબીટ, પાલક, ટામેટા, ખારેક, બોર, ચીકુ, આંબળા, દાડમ, જામફળ વગેરે પાકોની ક્ષાર સહનશક્તિ પ્રમાણમાં વધારે હોય છે.

 

  • ખાતર અને બિયારણનો દર ભલામણ કરતા સવાયો રાખવો જોઈએ.

 

  • પાણીની ગુણવત્તાને ધ્યાનમાં લઈ રાસાયણિક ખાતરો વાપરવા જોઈએ, ભામિક પ્રકારનાં (કાયા વાળા) પાણીમાં એમોનિયમસલ્ફેટ, કેન, ડીએપી તથા ક્ષારીય પ્રકારનાં (કાયા વગરનાં) પાણીમાં યુરીયા, સીંગલ સુપર ફોસ્ફેટ વાપરવા હિતાવહ છે. આમછતાં શક્ય હોય ત્યાં સુધી ડીએપી તથા યુરીયાનો ઉપયોગ ટાળવો.

 

  • છોડની બે હાર તથા બે છોડ વચ્ચેનું અંતર ભલામણ કરતાં ઓછું રાખવું.

 

  • ખેતરને ફરતે પાળા બનાવી વરસાદનું મીઠું પાણી ખેતરમાં ભરી રાખવું ફાયદાકારક છે. જેથી ક્ષારયુક્ત પાણીનાં વપરાશથી પાકનાં મૂળ વિસ્તારમાં જમા થયેલ ક્ષારો ધોવાઈ જાય.

 

  • ભાસ્ક્રિમક પ્રકારની જર્મીનમાં અતિ ક્ષારીય (કાયા વગરનાં) પાણીનો ઉપયોગ જમીન સુધારણા માટેનો સરળ ઉપાય છે.

 

  • ભામિક પ્રકારનાં (કાયા વાળા) પાણીનો પિયતમાં ઉપયોગ કરવાનો હોય તો જમીનમાં જીપ્સમની સાથે છાણિયું ખાતર ઉમેરી ઉંડી ખેડ કરવી લાભદાયક છે.

 

  • મીઠા પાણીની ઉપલબ્ધી હોય તો વાવણી પહેલાં મીઠા પાણીથી એક પિયત આપવું જોઈએ, જેથી જમીનના ઉપલા સ્તરમાં જમા થયેલ ક્ષારો ધોવાઈ જાય અને પાકનો ઉગાવો સારો થાય, જે શિયાળુપાક માટે વધારે ઉપયોગી છે.

Related Blogs