
પાકને છોડના કાર્યરત મૂળ વિસ્તારમાં પાકને જરૂરી માત્રામાં જ્યારે જોઈએ. ત્યારે ઓછો પ્રવાહ દરે ટીપે-ટીપે પાણી આપવાથી પધ્ધતિને ટપક-પિયત પધ્ધતિ કહેવામાં આવે છે. આ પધ્ધતિથી છોડના વિકાસ અને વૃધ્ધિ માટે જરૂરી ઘટકો જેવા કે હવા, ભેજ અને પોષકતત્વો જમીનમાંથી સપ્રમાણમાં સહેલાઈથી મળતો. હોવાથી પાકનો વિકાસ સારો અને ઝડપી થાય છે. તેથી ઉત્પાદન મળે છે. પિયત પાણીનો જુદી- જુદી રીતે થતો વ્યય આ પધ્ધતિ દ્રારા અટકાવી શકાય છે. ટપક પિયત પધ્ધતિ દ્રારા રેલાવીને આપવાની પધ્ધતિની સરખામણીમાં પાણીની બચત થાય અને પાક ઉત્પાદનમાં વધારો થાય.
ટપક પ્રણાલીમાં ભાગો જેવા કે પાણીની ટાંકી કંટ્રોલ વાલ્વ, ફિલ્ટર અને મુખ્ય લાઈન અને સબલાઈન જમીનની સપાટી પર લેવલમાં હોય છે અને પાણીના દબાણથી કે ઈલેક્ટ્રીક મોટર દ્રારા વધારે દબાણથી (૩૦ પી.એસ.આઈ.થી વધારે) પિયત આપવામાં આવે છે. આ ટપક સિંચાઈ પધ્ધતિથી છોડનાં કાર્યક્ષમ મૂળ વિસ્તારમાં જ સપ્રમાણ પાણી આપવામાં અવતું હોવાથી પાણી વપરાશની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે અને પોષકતત્વોની કાર્યક્ષમતા પણ વધારી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.
ફર્ટિગેશન એટલે ટપક સિંચાઈ પધ્ધતિ દ્રારા પાકના મૂળમાં પિયત સાથે આપવામાં પ્રવાહી ખાતરો, ટપક સિંચાઈ પધ્ધતિથી અપનાવીને અને ખાતરો જમીનમાં ઉપરથી આપવામાં આવે તો ટપક પધ્ધતિનો પુરતો લાભ મળશે નહિ. માટે વૈજ્ઞાનિક સંશોધન દવારા ફર્ટિગેશન કે જેમાં પાક-છોડને જરૂરી ખાતરો સમયે-સમયે પાકની અવસ્થા મુકવા વેજ્ઞાનિક રીતે જે જોઈએ તેટલુ અને સીધુ જ પાકના મૂળના પ્રદેશમાં આપીને ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. પરંપરાગત ખાતર આપવાની પધ્ધતિ કરતા ફર્ટિગેશનથી આપવામાં આવતા ખાતરોનો મહત્તમ ઉપયોગ થાય છે, ખાતરોનો ખર્ચ પણ બચે છે અને પાક ઉત્પાદન પણ વધે.
(૧) પાણીની બચત : આ પધ્ધતિથી છોડના મૂળ વિસ્તારમાં જ પાણી આપવામાં આવતું હોવાથી મર્યાદિત જમીન ભીની થતાં બાષ્પીભવન, વહી જતાં પાણી તથા મૂળ વિસ્તારની નીચે નિતાર (ઝમણ) દ્રારા થતાં પાણીના વ્યય ઉપર નિયંત્રણ મેળવી શકાય છે જેથી પાક, જમીન તથા વાતાવરણ પ્રમાણે સરેરાશ ૪૦ થી ૭૦ ટકા પાણીની બચત થાય છે. જેનાથી વધારે વિસ્તારને પિયત હેઠળ લાવી શકાય છે.
(૨) છોડની વૃધ્ધિ અને ઉત્પાદન : ધીમે ધીમે ઓછું પિયત વારંવાર આપવામાં આવતું હોવાથી જમીનમાં પૂરતો ભેજ તથા હવાનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે છે. જેથી હવાની અવર જવર અને ઉષ્ણતામાનનું નિયમન થાય છે જેથી પાકની વૃધ્ધિ સારી રીતે થાય છે. અને ઉત્પાદન ૨૦ થી ૪૦ % વધારે મળે છે.
(૩) ખાતરોનો મહત્તમ ઉપયોગ : આ પધ્ધતિથી પાકની જરૂરિયાતના સમયે રાસાયણિક ખાતરો પાણી સાથે છોડના મૂળ વિસ્તારમાં આપી શકાય છે જેના લીધે પોષક તત્વો જમીનમાં પાણી સાથે ઊંડે જતાં નથી તથા પાણીની સાથે વહી જતાં નથી જેથી ખાતરની કાર્યક્ષમતા વધુ મળે છે. જેથી આશરે ૩૦ થી ૫૦ ટકા ખાતરની બચત થાય છે.
(૪) નીંદણ, રોગ, જીવાતનું નિયંત્રણ, : ફક્ત મૂળ વિસ્તાર જ ભીનો થતો હોવાથી સૂક્મ આબોહવા અને બાકીની જમીન સૂકી રહેવાથી નીંદણ તથા રોગ જીવાતનો ઉપદ્રવ ઘટે છે. સરવાળે નીંદામણ,દવાઓ વગેરે પાછળ થતો ખર્ચ ઘટે છે.
(૫) મજૂર તથા ઊર્જા શક્તિનો બચાવ : ટપક પિયત પધ્ધતિ ચાલુ તથા બંધ કરવા પુરતા મજૂર જરૂર પડે છે. નિંદામણ, દવા છાંટવી, ખાતર આપવું વગેરે ખેતી કાર્યો પણ અમર્યાદિત કરવા પડતા હોવાથી મજૂરોની ૩૦ થી ૪૦ ટકા જેટલી જરૂરિયાત ઓછી રહે છે. વળી આ પધ્ધતિ ઓછા દબાણે ચાલતી હોવાથી વીજ રાક્તિ (ઈલેક્ટ્રીક પાવર)માં ૨૦ થી ૩૦ ટકાનો બચાવ થાય છે.
(૬) અસમતલ હલકી કે નબળી જમીનો માટે અનુકુળ : રેતાળ, ખાડા-ટેકરાવાળી કે ઢાળવાળી,બિન ઉપજાઉ જમીનમાં કે જ્યાં ચીલાચાલું પધ્ધતિ અનુકુળ આવતી થી ત્યાં ટપક પધ્ધતિ અનુકુળ આવે છે.
(૭) ક્ષારવાળું પાણી : આ પિયત પધ્ધતિ પાણી ઓછું જોઈતું હોવાથી સાધારણ ક્ષારવાળું પાણી પિયત તરીકે આપી શકાય છે. ક્ષારની સાંદ્રતા નહિવત રહે છે અને પાકની વૃધ્ધિ ઉપર ક્ષારની નુકશાનકારક અસર થતી નથી.
(૮) નહેર વિસ્તારની બિનઉપજાઉં જમીનને ફરીથી ઉપજાઉ બનાવવા : નહેરવાળા વિસ્તારોમાં વધુ અને આડેધડ પાણીનો ઉપયોગ કરવાથી જમીનમાં પાણીની સપાટીનું લેવલ ઊંચે આવવાની બિનઉપજાઉ બને છે. આવા વિસ્તારમાં નિતારની યોગ્ય વ્યવસ્થા ટપક પધ્ધતિ દ્રારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને જમીનમાં ભૂગર્ભ જળની સપાટી નિયંત્રિત કરી શકાય છે અને આવી જમીન ફરીથી ઉપજાઉ બનાવી શકાય છે.
Khetidekho is proudly powered by WordPress