Khetidekho

રીંગણ ના પાક ની રોગ જીવાત

ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ

ઓળખ:

  • ઈડા: માદા ફૂદી છુંટા છવાયા સફેદ રંગના નાના, ગોળાકાર ઈંડા મુખ્યત્વે કુમળા પાનની નીચેની સપાટી પર મૂકે છે.

 

  • ઈયળ : ઈંડા માંથી નીકળેલી ઈયળ નાની ને અર્ધપારદર્શક હોય છે. જયારે પૂર્ણ વિકસીત ઈયળ આછા ગુલાબી રંગની, બદામી કે ઝાંખા કથ્થાઈ રંગના માથા વાળી અને ૧૮ થી ૨૦ મીમી લાંબી હોય છે.

 

  • પુખ્ત: પુખ્ત ફુદુ મધ્યમ કદનું અને સફેદ રંગની પાંખોવાડુ હોય છે ફૂદાની અગ્ર પાંખો પર ત્રિકોણ આકારનાં બદામી કે કથ્થાઈ રંગના ટપકાં જોવા મળે છે.

 

  • નુકસાનકારક અવસ્થા: ઈયળ અવસ્થા

 

  • કોશેટા અવસ્થા: છોડના ભાગો કે જમીનમાં હોય છે. કોશેટા ગ્રે રંગના હોય છે.

 

  • નુકશાન :પાકની શરૂઆતની અવસ્થામાં ઈયળ મધ્ય ડુંખ માં દાખલ થઈ પર્ણ દંડ કોરી ખાય છે.જેથી ઉપદ્રવિત ડુંખ ચીમળાઈને સુકાય જાય છે. ફલ અવસ્થાએ ઈયળ કળી તેમજ ફળને કોરી નુકશાન કરે છે. તેના કારણે કળીઓ ખરી પડે છે. ઈયળ ફળમાં વજ્ર્ય (ડીંચા)નાં નીચેના ભાગેથી દાખલ થઈ ફળને અંદરથી કોરીને નુકશાન કરે છે. પૂર્ણ વિકસિત ઈયળ ફળમાં કાણું પાડી બહાર આવી નીચે ખરી પડેલ પાનમાં કે જમીનમાં કોશેટો બનાવે છે. ઉપદ્રવિત ફળોની ગણવત્તામાં ઘટાડો થવાથી તે ખાવા લાયક કે બજારમાં વેચવા લાયક રહેતા નથી.

 

  • નિયંત્રણ વ્યવસ્થાપન:

1.પાકની ફેરબદલી કરવી. 

 

2.ધરૂવાડિયું સારી નિતારવાળી તેમજ ઉચાણવાળી જગ્યાએ બનાવવુ.

 

3.પ્રતિકારક જાતો જેવી કે ડોલી-પ, ચકલાસી ડોલી અને આણંદ હાઈબ્રીડ રીંગણ-૧ ની વાવેતર માટે પસંદગી કરવી.

 

4.પાકની ફેરરોપણી ચોમાસા માં સપ્ટેમ્બર માસની શરૂઆતમાં જયારે ઉનાળામાં જાન્યુઆરી માસનાં બીજા પખવાડિયામાં કરવાથી ઉપદ્રવ ઓછો જોવા મળે છે.

 

 5.પાકની શરૂઆતની અવસ્થામાં વખતો વખત નુકશાન પામેલ ડૂંખ ઈયળો સહિત તોડી જમીનમાં ઉંડી દાટી તેનો નાશ કરવો.

 

6. ખેતરમાં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળનાં ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ મુજબ લગાડવાથી આ કીટકનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

 

7.આ કીટકના ઉપદ્રવની શરૂઆત થયેલ હોય ત્યારે ૧૦ લીટર પાણીમાં લીમડાના મીંજ ૫૦૦ ગ્રામ ભેળવી તૈયાર કરેલ દ્રાવણનો છંટકાવ કરવાથી નિયંત્રણ થઈ શકે છે.

Source : Internet
તડતડીયા
  • ઓળખ : પુખ્ત કીટક લીલા રંગના, ફાચર આકારના એટલે કે પાછળના ભાગે પાતળા હોય છે.પાંખોનાં પાછળના ભાગે બે ગોળાકાર કાળા ટપકાં જોવા મળે છે. બચ્ચાં પાન પર ત્રાંસા ચાલે છે. તે એની લાક્ષણિકતા છે.

 

  • નુકશાનકારક અવસ્થા : બચ્ચા અને પુખ્ત

 

  • નુકશાન: બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટીએ રહી પાનમાંથી રસ ચૂસે છે. જેથી પાન ધારે થી પીળા પડી જાય છે. વધુ ઉપદ્રવ માં પાન કોડીયા જેવા થઈ ઉપર ની તરફ કોકડાય છે. આ જીવાત પાનના ઘટયા રોગની વાહક છે.

 

  • નિયંત્રણ વ્યવસ્થાપન : 

1. રીંગણીની ફેરરોપણી સપ્ટેમ્બર માસના પહેલા અઠવાડીયે કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે જેથી ઘટીયા  પાનનો રોગ પણ ઓછો જોવા મળે છે. 

 

2. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે ૧૦ લીટર પાણીમાં લીમડાની મીંજ ૫૦૦ ગ્રામ પ્રમાણે ભેળવી તૈયાર કરેલ દ્રાવણ નો છંટકાવ કરવાથી પાકને રક્ષણ મળે છે.

 

3. ફેરરોપણીના ૧૫ દિવસ બાદ છોડના મૂળ પાસે કા્બોફયુરાન ૩% દાણાદાર દવા ૧૦ કિ. ગ્રા. પ્રતિ હેકટર મુજબ આપવાથી ૩૦ થી ૩૫ દિવસ સુધી પાકને જીવાત સામે રક્ષણ મળે છે. 

 

4. રાસાયણિક નિયંત્રણમાં ડાયમીથોએટ ૩૦% ઈસી ૧૦ મી. લી. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫% ઈસી ૧૦ મી. લી. અથવા મેલાથીઓન ૫૦ % ઈસી ૧૦ મીલી  દવા ૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો.

Source : Internet
સફેદમાખી
  • ઓળખ: બચ્ચા ચપટા, અંડાકાર અને ભીંગડા જેવા હોય છે.
  • પુખ્ત : કીટક કદમાં નાનું, ૧ થી ૨ મીમી લાબું  હોય છ. જેનું શરીર પીળા રંગનું હોય છે. પાંખો સફેદ રંગના મીણના પાવડર થી ઢંકાયેલ હોય છે.
  • નુકશાનકારક અવસ્થા :બચ્ચાં અને પુખ્ત 
  • નુકશાન : આ કીટકની બંન્ને અવસ્થા બચ્ચાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસે છે . જેને કારણે પાન ફિક્કા પડે છે વધૂ ઉપદ્રવ માં  પાન છેવટે સુકાય જાય છે. બચ્ચા ચીકણો મધ જેવા પ્રવાહી સ્ત્રાવ કરે  છે.જે પાનની સપાટી અને ફૂલો પર પ્રસરે છે . જેથી પ્રકાશસંશ્લેપણની ક્રિયા માં વિક્ષેપ  કરે છે. છોડની વૃવ્ધિ ઉપર અસર થાય છે.

 

  • નિયંત્રણ વ્યવસ્થાપન :

1. રીંગણીની ફેરરોપણી સપ્ટેમ્બર માસના પહેલા અઠવાડીયે કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે જેથી ઘટીયા  પાનનો રોગ પણ ઓછો જોવા મળે છે. 

 

2. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે ૧૦ લીટર પાણીમાં લીમડાની મીંજ ૫૦૦ ગ્રામ પ્રમાણે ભેળવી તૈયાર કરેલ દ્રાવણ નો છંટકાવ કરવાથી પાકને રક્ષણ મળે છે.

 

3. ફેરરોપણીના ૧૫ દિવસ બાદ છોડના મૂળ પાસે કા્બોફયુરાન ૩% દાણાદાર દવા ૧૦ કિ. ગ્રા. પ્રતિ હેકટર મુજબ આપવાથી ૩૦ થી ૩૫ દિવસ સુધી પાકને જીવાત સામે રક્ષણ મળે છે.

 

4. રાસાયણિક નિયંત્રણમાં ડાયમીથોએટ ૩૦% ઈસી ૧૦ મી. લી. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫% ઈસી ૧૦ મી. લી. અથવા મેલાથીઓન ૫૦ % ઈસી ૧૦ મીલી  દવા ૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો.

Source : Internet