ઓળખ:
1.પાકની ફેરબદલી કરવી.
2.ધરૂવાડિયું સારી નિતારવાળી તેમજ ઉચાણવાળી જગ્યાએ બનાવવુ.
3.પ્રતિકારક જાતો જેવી કે ડોલી-પ, ચકલાસી ડોલી અને આણંદ હાઈબ્રીડ રીંગણ-૧ ની વાવેતર માટે પસંદગી કરવી.
4.પાકની ફેરરોપણી ચોમાસા માં સપ્ટેમ્બર માસની શરૂઆતમાં જયારે ઉનાળામાં જાન્યુઆરી માસનાં બીજા પખવાડિયામાં કરવાથી ઉપદ્રવ ઓછો જોવા મળે છે.
5.પાકની શરૂઆતની અવસ્થામાં વખતો વખત નુકશાન પામેલ ડૂંખ ઈયળો સહિત તોડી જમીનમાં ઉંડી દાટી તેનો નાશ કરવો.
6. ખેતરમાં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળનાં ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ મુજબ લગાડવાથી આ કીટકનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
7.આ કીટકના ઉપદ્રવની શરૂઆત થયેલ હોય ત્યારે ૧૦ લીટર પાણીમાં લીમડાના મીંજ ૫૦૦ ગ્રામ ભેળવી તૈયાર કરેલ દ્રાવણનો છંટકાવ કરવાથી નિયંત્રણ થઈ શકે છે.
1. રીંગણીની ફેરરોપણી સપ્ટેમ્બર માસના પહેલા અઠવાડીયે કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે જેથી ઘટીયા પાનનો રોગ પણ ઓછો જોવા મળે છે.
2. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે ૧૦ લીટર પાણીમાં લીમડાની મીંજ ૫૦૦ ગ્રામ પ્રમાણે ભેળવી તૈયાર કરેલ દ્રાવણ નો છંટકાવ કરવાથી પાકને રક્ષણ મળે છે.
3. ફેરરોપણીના ૧૫ દિવસ બાદ છોડના મૂળ પાસે કા્બોફયુરાન ૩% દાણાદાર દવા ૧૦ કિ. ગ્રા. પ્રતિ હેકટર મુજબ આપવાથી ૩૦ થી ૩૫ દિવસ સુધી પાકને જીવાત સામે રક્ષણ મળે છે.
4. રાસાયણિક નિયંત્રણમાં ડાયમીથોએટ ૩૦% ઈસી ૧૦ મી. લી. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫% ઈસી ૧૦ મી. લી. અથવા મેલાથીઓન ૫૦ % ઈસી ૧૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો.

Khetidekho is proudly powered by WordPress