Khetidekho

પશુઓ માં પ્રદૂષણ ની અસર

 

 

સામાન્‍ય રીતે પશુઓમાં નીચે પ્રકારના પ્રદૂષણનો ભોગ બનતા હોય છે.

જંતુનાશક દવાઓ દ્વારા

ખેતીમાં વધુ ઉત્પાદન માટે અને જીવાત કાબૂમાં રાખવા માટે વધુ પ્રમાણમાં  કીટનાશક, રોગનાશકો, નિંદામણનાશકો અને બીજી દવાઓ વગેરે ઉપરાંત પશુ પર ઉપયોગ થતા એક્ટોપેરાઈટીસાઈડઝ થી સીધી અથલા આડકતરી રીતે પશુના આરોગ્ય પર માઠી અસર થાયછે. 

ઔધોગિક એકમો દ્વારા

ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાઈ છે. જેમાં મુખ્યત્વે સીસુ (લેડ), ક્લોરાઈડ અને પેસ્ટીસાઈડ ની ઝેરી અસર ભારતભરમાં પશુઓમાં અવારેનવારે જોવા મળે છે.

 

ઝેરી તત્વો ધરાવતી વનસ્પતિ દ્વારા

અલગ અલગ પ્રકાર ઘાસચારામાં વિવિદ્ય પ્રકારના ઝેરી તત્વો રહેલા હોય છે. જેમ કે જુવાર, મકાઈ, લીલો રજડો, ઓટ, શાકભાજીના લીલા પાન, શેરડીની ચમરી અને આગરા, કોબીજ અને ફૂલાવરના પાન, દીવેલા, સુગર બીટ, બટાકાનું પલુર, લેન્ટેના, ઘતુરાતા પાન, પરિવહન દરમ્યાન બફાઈ ગયેલો લીલોચારો, વધુ પ્રમાણમાં કઠોળ કે કાર્બોદિત પદાથ વગેરે ખવડાવાથી પશુના આરોગ્ય ઉપર માઠી અસર થાય છે અને ઘણી વખત ઝેરી અસરથી પશું  નું મૃત્યુ પણ થાય છે.

પોલીથીન બેગ અને બીજી અખાધ્ય વસ્તુઓ દ્રારા

આજકાલ બજારમાં આપણે સહુ કોઈ જોઈ શકીએ છીએ કે પોલીથીન બેગ (ઝબલા અથવા થેલી) અને બીજી ઘણીબધી ‘અખાધ ચીજ વસ્તુઓ ભૂખવશાત મજબુરીથી પશુ ખાય છે. જેને લીધે તેના શરીર પર તેની અસર થાય છે. ઘણા લોકો  પ્લાસ્ટિક ની થેલીમાં શાકભાજીનો અને ઘરનો કચરો મૂકીને થેલીને ગાંઠો વાળી દે  છે અને આ થેલી કે ઝબલું રસ્‍તા પર ફેંકી દે  છે. પશુ આવી થેલીઓમાં રહેલ ખાધ પદાર્થ ખાવાની આશાએ અને ગાંઠો ખોલી જ શકતું હોવાથી આખો કોથળી કચરા સહિત ખાઈ જાય છે. આમ થેલીઓ ખાવાથી નુકસાન થતું હોય છે.

યુરિયા છાંટેલા પાક અને પાણીની અછતવાળા ઘાસચારા દ્વારા

યુરિયા નાખ્યા પછીના પંદર દિવસ સુધીના  ઘાસચારામાં  નાઇટ્રેટ નું પમાણ વધુ હોય છે. જે પશુને ઝેરી અસર કરે છે ઉપરાંત  પાણીની અછતામાં ઉત્પન્ન થયેલા ધાસચારામાં પણ  ઝેરી તત્વો જોવા મળે છે. જે ખવડાવવાથી પશુ આરોગ્ય પર માઠ્ઠી  અસર થાયછે.

 

 • પશુમાં પ્રદૂષણથી જોવા મળતા લક્ષણો તેને ક્યા પ્રકારના ઝેરી તત્વની અસર થઇ છે તેના પર આધારિત  છે. અલગ અલગ પ્રકારના ઝેરી તત્વો શરીરના અલગ અલગ તંત્રો પર માઠી અસર કરે છે.
 • જ્યાંરે આ અસર થઇ ત્યારે અપચો થાય, ઝાડા થઈ જાય, કેટલીક વખત કબજીયાત પણ થાય, આફરો ચઢે અને પશુનુ મૃત્યુ પણ થાય. 
 • જે વિસ્તાર માં હવાનું વધુ પમાણમાં પ્રદૂષણ હોય તે વિસ્‍તારના પશુઓમાં સ્વશનતંત્ર  બિમારી જોવામળે છે. 
 • અમુક ઝેરી તત્વોની અસર ચેતાતંત્ર પર પડવાથી પશુના મગજ ઉપર તેની વિપરીત અસર જોવામળે છે.
 • કિડની પર અસર થાય છે ત્યારે પેશાબને લગતી બિમારીઓ ભોગ બને  છે. કિડની નબળી પડી જાય છે, પ્રજતન તંત્ર પર અસર થવાથી વ્યંધ્યત્વ આવી જાય છે.
 •  

તીવ્ર ઝેરી અસરના તાત્કાલિક ચિન્હો

પશુમાં ધ્રુજારી અનુભવાય, આંચકા આવે, ખેંચ આવે, પગ પછાડે, પશુ હાંફવા માંડે , આંખોના ડૉળા ચકળવકળ થાય, પશુ પછડાટ ખાય, પેટ ખૂલ ફૂલી જાય, ભાંભરે, ઝાડા પણ થાય, પશુ બેચેન થાય , મોઢામાં ફીણ આવે, પશુ લંગડાથ, લાળ પડે, દાંત કચકચાવ, વધુ પૅશાળ આવે, જીભ બહાર કાઢે ,મૃત્યુ પણ થઇ શકે.

પ્રદૂષણ થી બચવાના ઉપાયો: .

 • જંતુનાશક દવા છાટેલા શાકભાજી ના  ચારા નીરવા નહી અથવા બરાબર ચોખ્ખા પાકી થી સાફ કર્યા બાદ નીરવા
 • પ્રદૂષણ વાળા વિસ્તારમાં ચરવા માટે ન જવા દેવા અને તેવા વિસ્તારમાંથી આવેલ ચારો ન નિરવો.
 • પશુને પીવા માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવી.
 • લીલી જુવાર નિંઘલ્યા પેલા કદાપિ નીર્વી નહીં .
 • ચારા માં યુરિયા ખાતર નાખ્યા પછી ૧૫ થી ૨૦ દીવસ પછી જ કાપણી કરવી.
 • લીલો રજકો એકલો વધુ પ્રમાણ માં ના આપવો સૂકા ચારા સાથે મિક્સ કરીને આપવો
 • દિવેલાના કાચા પાનથી આફરો – મેણો ચડે છે.
 • બટાયેલો, બફાયેલો કે ફૂગવાળો આહાર કે ચારાનો ઉપયોગ પશુને ખવડાવવા ન કરવો જોઈએ.
 • પાણીની અછતથી ખેચાચેલ ચારો ન ખવડાવવો, કદાચ ખાઈ જાય તો તરત પાણી ના આપવું .
 • ઘઉં ની ઘુઘરી ભાત અને બીજા કાર્બોદિત પદાથો પશુને પહેલી જ વખત વધારે પ્રમણમાં કયારેય ના ખવડાવવા જોઈએ.

Ref . ડો જે.બી .કથીરિયા (પશુપાલન ),  Junagadh Agriculture University .