Khetidekho

પશુ માં પાણીનું મહત્વ

     પાણી માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ તમામ સજીવો માટે જીવનનો આધાર છે. પાણી વિના આપણે જીવનના અસ્તિત્વની કલ્પના પણ કરી શકતા નથી. આજ કારણ છે કે શાસ્રોમાં પાણીને જીવન કહેવામાં આવ્યું છે. પાણી પ્રાણી શરીરના મુખ્ય તત્વોમાંનું એક છે. અને તે પ્રાણીના શરીરમાં ૫૦-૮૦% ફાળો આપે છે. સરેરાશ એક પ્રાણી દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત પાણી પીવે છે . પાણીની અછત પશુના ઉત્પાદન પર સીધી અસર કરે છે. પ્રાણીઓની પાણીની જરૂરિયાત તેમની ઉંમર, જથ્થો અને ઘાસચારાની ઉપલબ્ધતા પર આધારિત છે. લીલા ચારો ખાતા પ્રાણીઓને પ્રમાણમાં ઓછા પાણીની જરૂર પડે છે અને તે વાતાવરણના તાપમાનથી પણ પ્રભાવિત થાય છે. પ્રતિ દીન, ગાય અને ભેંસને ૬૦-૭૦ લિટર પાણી અને ઘેટાં તથા બકરાને ૫-૭ લિટર પાણીની જરૂર પડે છે. જયારે પશુને તરસ લાગે છે, ત્યારે પશુ વારંવાર મોં ખોલવા, નસકોરડું વધારવા અને જીભને વારંવાર બહાર કાઢવા જેવા લક્ષણો દર્શાવે છે પશુઓને સ્વચ્છ, શુદ્ધ અને ઝેરી પદાર્થો થી મુક્ત પાણી આપવું જોઈએ. અશુદ્ધ પાણી પીવાથી પ્રાણીઓમાં રોગો ફેલાય છે, જેની સીધી અસર પ્રાણીઓના આરોગ્ય અને ઉત્પાદન પર પડે છે.

પશુઓના શરીરમાં પાણીનું મહત્વ

  1.  પશુઓના શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 
  2.  પશુઓની શારીરિક પ્રવૃત્તિઓ દ્દારા ઉત્પન્ન થતા હાનિકારક પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. 
  3. પાણીએક પ્રકાર નું સારુ દ્રાવક છે તેથી શરીરમાં થતી તમામ રાસાયણિક પ્રતિક્રિયા ઓમાં પાણી નોંધપાત્ર યોગદાન આપે છે.

પશુઓ માટે પાણીની આવશ્યકતાઓ નો અંદાજ

  • ગાય/ભેંસ : ગાય-ભેંસને સરેરાશ પોષણ અને કિલોગ્રામ વજન દીઠ આશરે ૨૭-૨૮ લિટર પાણીની જરૂર પડે છે. અને દૂધ ઉત્પાદન માટે લગભગ ૩ લિટર પાણીની જરૂર પડે છે.  

 

  • ઘેટાંબકરા : ૧ કિલો સુકા ચારા દીઠ આશરે ૨ લિટર પાણીની જરૂર પડે છે.

 

  • મરઘાં : એક મરઘાં દીઠ સરેરાશ ૨૫૦ મિલીલીટર પાણી ની જરૂરિયાત હોય છે. જેથી ૧૦૦ મરઘીઓ દરરોજ સરેરાશ ૨૦-૩૦ લિટર પાણી પીવે છે.  

પાણીની જરૂરિયાતને અસર કરતા પરિબળો

  • ચારાની માત્રા અને ગુણવત્તા – પશુઓને એક કિલોગ્રામ સૂકાચારા દીઠ ૩-૪ લિટર પાણીની જરૂર હોય છે, પરંતુ જો ખોરાકમાં પ્રોટીન અને ‘ખનિજક્ષાર નું પ્રમાણ વધારે હોય તો પાણીની જરૂરિયાત વધે છે, કારણ કે તેવા ખોરાક લેવા થી પેશાબ ના રૂપમાં પાણીની ખોટ વધુ થાય છે. 
  • તાપમાન-વાતાવરણનું તાપમાન વધતાં પાણીની જરૂરિયાત પણ વધે છે. સામાન્‍ય રીતે, પાણીની જરૂરિયાત ૨૫ સે તાપમાન સુધી વધતી નથી, પરંતુ આનાથી વધુ તાપમાન વધવા પર, પાણીની જરૂરિયાતમાં તીવ્ર વધારો થાય છે અને તે પ્રતિ કિલોગ્રામ વજન પ્રમાણે વધે છે. જે સામાન્ય રીતે આહારના શુષ્ક પદાર્થના ૪.૫૦-૫ ગણા સુધી વધી જાયછે.
  • ઉત્પાદન – ૧ કિલો દૂધ ઉત્પન્ન કરવા માટે લગભગ ૩ લિટર પાણીની જરૂર પડે છે, તેથી વધુ દૂધ આપનાર પશુઓને વધુ પાણીની જરૂર પડે છે. એ જ રીતે, ખેતી કામમાં ઉપયોગ માં લેવાતા અથવા ભારવાહન માટે વપરાતા પ્રાણીઓ અને સગર્ભા પ્રાણીઓ ને સામાન્‍ય પ્રાણીઓ કરતા વધારે પાણીની જરૂર પડે છે .
  • જાતિ– વિદેશી જાતિના પ્રાણીઓ ભારતીય જાતિના પ્રાણીઓ કરતા વધારે પાણી પીવે છે. 

નીર્જલીકરણ

જયારે પ્રાણી ના શરીર માં ૪ થી પ% પાણી  ની ઉણપ સર્જાય છે ત્યારે પ્રાણીમાં નિર્જલીકરણ ના લક્ષણો જોવા મળે છે જેમ કે,

  •  ભૂખ ન લાગવી. 
  • પ્રાણી સુસ્ત અને નબળા બની જાય છે.
  • પ્રાણીના શરીર નું તાપમાન વધવા લાગે છે. 
  • મોઢું સુકાવા લાગે છે.
  • શરીરમાં પાણીની કમી સર્જાતા ત્વચા શુષ્ક અને રૂખી થઇ જાય છે
  • પાણીની ઉણપ થાય છે ત્યારે પેશાબ ડાર્ક પીળા રંગનો થાય છે.

 

    જયારે પ્રાણી ના શરીર માં ૧૦% થી વધારે નિર્જલીકરણ થાય છે તેવા સમયે પ્રાણીનું મૃત્યુ થવાની સંભાવનાઓ પણ રહે છે. પરંતુ કેટલાક પ્રાણી જેવા કે ઊંટ ૭ દિવસ સુધી પણ પાણી વિના પોતાનું જીવન ટકાવી રાખે છે.

નિદાન

  • પાણીનો અભાવ ચકાસવા માટે, પ્રાણીની ચામડી પકડી ઊંચી કરી જોવામાં આવે છે, જો ચામડી છોડયા પછી ‘એક સેકન્ડમાં ચામડી તેની સામાન્‍ય સ્થિતિમાં ન આવે, જે પ્રાણીમાં પાણી નો અભાવ હોવાનું સૂચવે છે.
  • આ સિવાય, પ્રાણીઓમાં નિર્જલીકરણના ઉપર દર્શાવેલ લક્ષણોને આધારે પણ નિદાન કરી શકાય છે .

 

  • સારવાર – પ્રાણીઓને દરેક સમયે પુષ્કળ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવું જોઈએ. જો આ શક્ય ન હોય તો. પ્રાણીઓને શિયાળામાં ઓછામાં ઓછું બે વાર અને ઉનાળામાં ત્રણ વખત પાણી આપવું જોઈએ.
  • પશુઓને આપવામાં આવતું પાણી સ્વચ્છ હોવું જોઈએ, અતિશય પાણીની અછતના કિસ્સા માં, પશુને પશુ ડોક્ટર પાસે લઈ જવું જોઇએ, સામાન્ય રીતે નસ દ્વારા જરૂરી માત્રા માં પાણી અને ખનીજ ક્ષાર આપવામાં આવે છે જેથી પાણીની અછત પૂરી કરી શકાય.

Ref .  sdau

આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…