Khetidekho

ખેતીમાં સુક્ષ્મતત્વો(માઇક્રોન્યુટ્રીએન્ટ) ના કાર્યો

જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે, ખેતી ટકાઉ અને નફાકારક બની રહે તે હેતુસર સમતોલ પોષણ વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરી છે. સંશોધન ધ્વારા આપણે જાણી શકયા છીએ કે છોડ તથા પ્રાણી તેમજ માનવને તેના પોષાણ, વૃદ્ધિ અને વિકાસ માટે ૧૭ પોષક તત્વોની જરૂરીયાત રહે છે.

નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છોડને બહોળા પ્રમાણમાં જરૂરીયાત હોવાથી આ તત્વો મુખ્ય પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. મધ્યમ જરૂરીયાતવાળા તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશીયમ અને ગંધક(સલ્ફર) ને ગૌણ તત્વો ગણવામાં આવે છે. તે ઉપરાંત વનસ્પતિને આર્યન (લોહ), મેંગેનીઝ, ઝિંક (જસત), કોપર (તાંબુ), બોરોન, મોલિબ્ડેનમ, નિકલ જેવા તત્વોની જરૂરીયાત તદન અલ્પ પ્રમાણમાં હોવાથી અને જમીનમાં ઉપલબ્ધતા પણ ઘણી જ ઓછી હોવાથી આ જૂથના તત્વોને સુક્ષ્મ તત્વો કહેવામાં આવે છે.

ગુજરાત માં સુક્ષ્મતત્વો નું પ્રમાણ

ગુજરાતના વિવિધ વિસ્તારોની જમીનમાં ગંધક, જસત અને લોહની સરેરાશ ઉણપ અનુક્રમે ૪૦-૫૦, ૨૫-૩૦ અને ૧૫-૨૦ ટકા. જટલી જોવા મળેછે, દરેક પ્રકારના છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ઉપર દર્શાવેલ બધા જ આવશ્યક પોષક તત્વોની જરૂરીયાત રહે છે.

 

આ તત્વો પૈકી કોઈપણ એક તત્વની ઉણપ જણાય તો પણ છોડ ની વૃદ્ધિ અને વિકાસ બરાબર થતા નથી અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જમીનમાં એકાદ તત્વની અછત હોય અને અન્ય તત્વો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો પણ ઉત્પાદન બરાબર મળે નહીં. દરેક પોષક તત્વો તેની જરૂરીયાત મુજબ છોડને મળી રહે તો જ ગુણવતાસભર સારૂ ઉત્પાદન મળે છે. 

 

વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર વધતા માત્ર મુખ્ય પોષક તત્વોવાળા રાસાયણિક ખાતરોનો વપરાશ વધવાથી તેમજ સેન્દ્રિય ખાતરોના ઘટતા વપરાશને લીધે અને પિયત વ્યવસ્થા ઘનિષ્ટ ખેતી પધ્ધતિનો વ્યાપ વધતા મુખ્ય પોપક તત્વોની સાથે જમીનમાંથી સુક્ષ્મ તત્વોનો ઉપાડ પણ વિપુલ માત્રામાં થાયછે. પરંતુ આ તત્વની પૂર્તિ નહિવત રહેતા ગૌણ અને સુક્ષ્મ તત્વોની ઉણપ જમીનમાં તથા ઉભા પાકમાં જીવા મળે છે. આમ, ગૌણ અને સૂક્મ તત્વોની ઉણપ ધીરેધીરે વિસ્તરતી જાય છે તયારે ખેડૂતોને આ પોષક તત્વોના યોગ્ય ઉપયોગ બાબતે વૈજ્ઞાનિક સમજ તથા સાચુ માર્ગદર્શન મળી રહે તે ખૂબ જરૂરી બને છે.

સુક્ષ્મતત્વો ની ઉણપ ની અસર

એક પણ સુક્ષ્મતત્વ ની ખામીથી છોડનો વિકાસ રૂંધાઇ છે, વૃદ્ધિ અટકે  છે અને ઉતારો ઘટે છે. જમીનમા તે તત્વની અછત ઉભી થતાં સુલભ્યતા ઘટે છે અને છોડની દેહધાર્મિક પ્રક્રિયા માં વિક્ષેપ પડતાં તેની ઉણપના વિશિષ્ટ ચિહનો પ્રદર્શિત થાય છે અને પરિણામ સ્વરૂપ પાકનો  ઉતારો ઘટે છે. 

સુક્ષ્મતત્વો ના કાર્યો

 1. છોડમાં થતી ચયાપચય, (દેહધાર્મિક) તેમજ bની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે.
 2. હરિતકણ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ ના બંધારણમાં જરૂરી છે.
 3. નાઈટ્રોજનના સ્થિરિકરણમાં મદદરૂપ થાય છે.
 4. ટકાઉ ખેતી માટે તથા ઉત્પાદનની ક્ષમતા વધારવા જરૂરી છે.
 5. પાણીની અછત તથા રોગ સામે પ્રતિકારક શકિત વધારે છે.
 6. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં સુક્ષમતત્વોનો ફાળો રહેલો છે

અગત્યના સુક્ષ્મતત્વોના વિવિધ કાર્યો નીચે પ્રમાણે છે.

લોહ:

 • હરિતકણના ઉત્પાદનમાં અને પ્રકાશ- સંશલેષ્ણની ક્રિયામાં જરૂરી છે.
 • છોડને અન્ય તત્વોના ઉપાડ કરવામાં મદદ કરે છે.
 • પાકની વૃદ્ધિ અને ફલિનીકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે.
 • પ્રોટીનના સંશલેષ્ણમાં ઉપયોગી છે.

મેંગેનીઝ:

 • હરિતકણોના બંધારણમાં ખૂબ જ અગત્યનું છે.
 • છોડની જૈવ રાસાયણિક આંતરિક પ્રક્રિયા માં ઉપયોગી છે.

જસત:

 • વનસ્પતિના જીવનરસ માટે ઉપયોગી છે.
 • અંતરસ્ત્રાવ ના ઉત્પાદન માં મદદરૂપ છે .
 • વનસ્પતિમાં ફલિનીકરણની પ્રક્રિયા માં ઉપયોગી છે.
 • છોડના વિકાસમાં ઉત્સેચક તરીકે કામગીરી બજાવે છે.

તાંબુ:

 • શ્વસનક્રિયા નું નિયમન કરે છે
 • પ્રકાશ- સંશલેષ્ણની ક્રિયા માં જરૂરી છે.
 • અનાજના દાણાના યોગ્ય વિકાસ માટે મદદરૂપ છે.

બોરોન:

 • છોડના જૈવિક કોષોના બંધારણમાં ઉપયોગીછે.
 • નાઈટ્રોજનના ઉપાડ માટે મદદરૂપ થાયછે.
 • મૂળની વૃદ્ધિ સારી થાય છે.

મોલીબ્લેડમ:

 • કઠોળ વર્ગના પાકમાં હવામાંના નાઈટ્રોજનને સ્થીરીકરણ કરવામાં મદદ કરે છે.