Khetidekho

મરચી માં આવતા મુખ્ય રોગો

૧. ધરું મૃત્યુ નો રોગ :

  • ૨ અવસ્થા : બીજ ઉગતી વખતે અને ઉગ્યા પછી
  •  પ્રથમ અવસ્થા : બીજ જમીનમાં અંકુર પહેલા સડી અથવા કોહવાઈ જાય, જેથી બીજ બહાર નીકળી શકતું નથી 
  • બીજી અવસ્થા : બીજ ઉગ્યા પછી થડના જમીન પાસેના ભાગ પ૨ બદામી, પાણીપોચા ડાઘ દેખાય છે.
  •  રોગની માત્રા વધતા છોડની પેશીઓ કોહવાઈને છોડ ચીમળાઈ જાય છે.

૨. કાલવ્રણ અથવા પરિપકવ ફળનો સડો :

  • રોગની શરૂઆતમાં નાની ડાળીઓ અથવા એકાદ મોટી ડાળી સુકાવા લાગે છે.
  • જયારે ઠાર, ઝાંકળ વધુ પડતો હોય તેવા સમયે જોવા મળે છે.
  • મરચા લાલ થવા માંડે ત્યારે ટપકાઓ લંબગોળ આકારનાં થાય જેની ફરતે કાળી ધાર જોવા મળે છે.
  •  મરચા લાલ થવાને બદલે ધુળિયા રંગના થઈ ખરી પડે છે. આ રોગ બીજજન્ય છે.

૩. ભુકીછારો :

  •  મરચીના પાન ઉપ૨ સફેદ રંગની છારી જોવા મળે છે.
  • જેથી પાન ચીમળાઈને મોટી સંખ્યામાં ખરી પડે છે.

૪. કોકડવા :

  • રોગવાળા છોડના પાન નાના અને વાંકા થઈ જાય છે.

  • છોડનું કદ વામન રહે છે. દેખાવે તંદુરસ્ત છોડ કરતાં જુદો પડે છે.

  • મરચા હોય તો વિકૃત થયેલ જોવા મળે છે. આ રોગનો ફેલાવો થ્રીપ્સ દ્વારા થાય છે .

૫. કૃમિ :

  • છોડ થોડો પીળાશ પડતો તેમજ વિકાસ રૂંધાઇ જાય છે.
  • મૂળ ૫૨ ગાંઠો જોવા મળે છે, વધુ ઉપદ્રવમાં આખો છોડ સુકાઈ જાય છે.

૬. બેક્ટેરીયલ અને સર્કોસ્પોરા લીફ સ્પોટ :

  • પાંદ ઉપર ગોળાકાર અથવા અનિયમિત, ઘેરા બદામી અથવા કાળી / ફોલ્લીઓ પડે છે.
  • જેમ જેમ ફોલ્લીઓ કદમાં વિસ્તરે છે તેમ તેમ મોટા કાળા ડાઘામાં ફેરવાય છે.
  • પાંદ ઉપર આછા રાખોડી ઘેરા બદામી માર્જિન સાથે ભૂરા ને ગોળાકાર ટપકા થાય છે.

૭. મરચીનો સુકારો :

  • રોગના લક્ષણોમાં પર્ણ પ્રારંભિક સહેજ પીળા પડવા અને ઉપરના પાંદડા કરમાય જાય છે.
  • ખાસ ડરીને નીચલા સ્ટેમ અને મૂળમાં અંદરની નળી ભૂખરી થઇ બંધ થાય.
  • ફ્યુઝેરિયમ/રાઇઝોકટોનીયા અસરથી છોડ સુકાઈ જવાથી અને પાંદડા ઉપ૨ની તરફ અને અંદરની તરફ વળે છે.