Khetidekho

કેળા ના પાક ની માહિતી

ભારતમાં આંબાના પાક પછી કેળનો પાક અગત્યનું અને મોખરાનું સ્થાન ધરાવે છે. દુનિયા ના ઉષ્ણકટિબંધના તમામ દેશોમાં કેળનો પાક વધતા ઓછા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. જેમાં ભારત, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ‘ફિલિપાઈન્સ મોખરે છે. ભારતમાં તામિલનાડુ, કેરાલા, મહારાષ્ટ, ગુજરાત, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે કેળા ઉગાડતા મુખ્ય રાજયો છે.

ઉપયોગિતા :

આયુર્વેદની દ્રષ્ટિ એ કેળા બળકર, તરા, મધર, શીત, શુક્રવર્ધક તથા શરીરમાં વજન, ક્રાંતિ અને રૂચિ વધારનાર તથા કફનાશક છે. મલેશિયા, જાપાન તથા ફિલિપાઈન્સમાં તેના થડ તથા પર્ણદંડમાંથી રેસા કાઢવામાં આવે છે જેનો ઉપયોગ દોરડા તથા કાપડ બનાવવામાં થાય છે. કેળના થડનો માવો પ્રસંગોપાત ઢોરને ખવડાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પાનનો જમવામાં પતરાળા તરીકે ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ફળનો પકવીને તથા રાંધીને ખાવામાં ઉપયોગ થાય છે, તથા સુકવી વેફર,ફીંગ અને પાવડર બનાવી ઉપયોગ થઈ શકે છે. ધાર્મિક પ્રસંગોએ કેળના પાન, થડ તથા ફળોને શુકનવંતા માનવામાં આવે છે અને કેળનો શોભા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.

જમીન અને હવામાન :
  • કેળનો પાક સામાન્ય રીતે ઉષ્ણકટિબંધના ગરમ અને ભેજવાળા હવામાનમાં સારો થાય છે.
  • પાકના ઉત્તમ વિકાસ માટે સરેરાશ ૨૭ સે. ઉષ્ણાતામાન ખાસ માફક આવે છે.
  • વધારે તાપમાનથી પાન, થડ અને ફળો ઉપર સૂર્ય ની ગરમી થી ડાઘ પડે છે તથા ૨૧ સે. થી નીચા ઉષ્ણાતામાને પાકનો વિકાસ ધીમો થાય છે.
  • લૂમો નીકળવાનું મોડુ થાય છે અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. જો કે ઓછા વરસાદવાળા વિસ્તારમાં પિયતની સગવડ હોય તો પણ આ પાક સારો થાય છે.
  • આ જોતા ગુજરાતમાં આ પાક ખાસ કરીને સુરત,નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, ખેડા, ભાવનગર અને જુનાગઢ જિલ્લાઓમાં ઉંગાડવામાં આવે છે.
  • સામાન્‍ય પવનથી કેળના પાન ફાટી જાય છે. તેથી પવન અવરોધક વાડ ઉછેરવી ખાંસ જરુરી છે.
  • કેળનો પાક દરેક પ્રકારની જમીનમાં થાય છે તેમ છતાં સારા નિતારવાળી, વધ સેન્દ્રીય તત્વોવાળી, ફળદ્દપ અને ઊંડી જમીન માફક આવે છે. ગોરાડુ અને મધ્યમ કાળી જમીન ખાસ અનુકુળ છે.
કેળા ની જાતો :
  • દુનિયામાં કેળની ૨૦૦ થી ૩૦૦ જાતો છે જે પૈકી ભારતમાં ૪0 જાતો અસ્તિત્વ ધરાવે છે. પરંતુ તેમાંથી ફકત ૧૨ જેટલી જાતો જ ભારતમાં વધતા ઓછા પ્રમાણમાં વાવેતર હેઠળ છે.
  • જે પૈકી ગૂજરાતમાં બસરાઈ, હરીછાલ, રોબસ્ટા અને ગ્રાન્ડ નૈન જાતોની ભલામણ કરવામાં આવે છે.
  • (૧) બસરાઈઃ આ જાત લોટણ, કાબ્લી, ભસાવળ, જહાજી વગેરે નામોથી પણ ઓળખાય છે. તે ગૂજરાત, મહારાષ્ટ અને ‘પશિચમ બંગાળમાં વ્યાપારિક ધોરણે વવાય છે. ઠીંગણી જાત (૧.૫ થી ૨ મીટર્‌ ઉચાઈ) છે. ફળો મોટા વળેલા તથા છાલનો રંગ લીલાશ પડતો પીળો હોય છે. ફળનો માવો પોચો અને મીઠો હોય છે. શિયાળામાં પાકતા ફળો પીળા રંગના હોય છે. આ જાતમાં બન્ચી ટોપ અને પર્ણના ટપકાનો રોગો જોવા મળે છે. જયારે સુકારાના રોગ સામે પ્રતિકારક છે. ફળની ટકાઉ શક્તિ ઓછી છે. લૂમનું સરેરાશ વજન ૨૦ કરિ.ગ્રા. છે અને લૂમમાં કેળાની સંખ્યા ૧૩૦ જેટલી હોય છે. લૂમ તૈયાર થતાં ૧૨થી ૧૪ માસ લાગે છે.
  • (ર) હરીછાલ : લોખંડી અથવા બોમ્મે ગ્રીને નામે ઓળખાય છે. મધ્યમ ઉચાઈ ધરાવતી ૨ થી ૩ મીટર ઉચી જાત છે. ફળો મોટા, છાલ જાડી, ફળ પાકે ત્યારે પણ છાલનો રંગ લીલાશ પડતો રહે છે. ફળો બસરાઈ જાત જેવા જ મીઠા છે. બસરાઈ કરતા ફળોની ટકાઉ શક્તિ સારી છે. લૂમનું સરેરાશ વજન ૨૦ કિ.ગ્રા. છે. લૂમમાં કેળાની સંખ્યા ૧૩૦ જેટલી હોય છે. દરિયાકિનારાના ભેજવાળા હવામાનમાં સારી થાય છે. લૂમ તૈયાર થતાં ૧૨ થી ૧૪ માસ લાગે છે.
  • (૩) રોબસ્ટા :- મધ્યમ ઉંચી જાત ખાસ કરી તામિલનાડમાં ઉગાડવામાં આવે છે. કેળાના આંતરરાષ્ટીય વેપારમાં ખ્યાતિ પામેલી જાત છે. પનામા રોગ સામે પ્રતિરોધક છે. લૂમ વજનદાર અને ફળો મધ્યમ કદના હોય છે. ભારતમાં અન્ય ભાગોમાં પણ આ જાતનો પ્રચલન વધતો જાય છે.
  • (૪) ગ્રોસમાઈકલ :- દૂનિયામાં ઉત્તમ જાતના કેળા પેદા કરતી આ જાત ખાસ જાણીતી છે. પરંત પનામા ‘નામનો રોગ તુરત જ લાગે છે. છોડ ઉંચા જુસસાવાળા, લૂમો અતિભારે અંદાજે ૫૦-૬૦ કિલોગ્રામ વજન, ટકાઉશકિતિ સારી હોવાથી દૂરના સ્થળે ફેરવવી અનુકળ પડે છે. ફળો લાંબા, પાકતા ચળકતા, પીળા રંગના હોય છે. લૂમ તૈયાર થતાં ૧૪-૧૮ માસ લાગે છે. તથા બે છોડ વચ્ચે અંદાજે ૨.૫ થી ૩ મીટર અંતર રાખવુ પડે છે. ગજરાતમાં ખેડુતો આ કેળને બજરંગ નામે ઓળખે છે. ખેડા જીલ્લામાં છટ છવાયું વાવેતર જોવા મળે છે.

 

  • (૫) મોન્થન : ‘ખાસડીયા કેળાના નામે જાણીતી આ જાત રાંધીને ખાઈ શકાય છે અને વેફર માટે પ્રચલિત છે. દલ્ષિણ ભારત ઉપરાંત મહારાષ્ટ અને ગુજરાતના સરત, ભરચ જીલ્લામાં પણ તેનું વાવેતર થાય છે. છોડ ઉંચા, મજબત અને પાણીની તંગી સામે ટક્કર ઝીલે છે. લૂમ નાની, ફળ મોટા, છાલનો રંગ લીલો, સીધા, ત્રણ ધારવાળા, માવો પોચો, વધારે સ્ટાર્ચવાળો, સારી લૂમન્‌ વજન અંદાજે ૨૦-૨૫ કિલો અને એક લૂમમાં ૧૦૦ થી ૧૧૨ કેળા હોય છે.
Source : Internet
રોપણીની તૈયારી :

જે જમીનમાં કેળનો પાક લેવાતો હોય તેમાં મે માસમાં આગલા પાકના જડિયાં વીણી જમીન ખેડી, દાંતી મારી, રાંપ ચલાવી, ઢેફાં ભાંગી, સમાર મારી જમીન સમતલ કરવી. ઉધઈનો ઉપદ્ટવ હોય તો હેકટર દીઠ ૨૦-૨૫ કિલો મિથાઈલ પેરાથિયોન પાવડર અગાઉથી જમીનમાં ભેળવી દેવો. ત્યારબાદ ભલામણ પ્રમાણેના અંતરે ૩૦ સે.મી. 2 ૩૦ સે.મી. 2 ૩૦ સે.મી. ના ખાડા કરવા. ખાડા પંદર દિવસ તપવા દઈ ખાડા દીઠ પ થી ૧૦ કિલો છાણિય્‌ અથવા કમ્પોસ્ટખાતર માટીમાં મિશ્ર કરી ખાડો ભરી દેવો.

રોપણી સમય:

સામાન્ય રીતે ૧૫ જૂન થી ૧૫ જુલાઈ સુધીનો સમય રોપણી માટે ઉત્તમ છે. આનાથી વહેલી રોપણી કરવાથી કેળાની લૂમો શિયાળામાં ભારે ઠંડીમાં નીકળે છે. જેથી વિકાસ રૂંધાય છે. જયારે મોડી રોપણી કરતા ઓક્ટોબરના તાપ અને ત્યારબાદ શિયાળાની ઠંડીમાં છોડનો વિકાસ બરાબર થતો નથી.

વાવણી અંતર :

કેળની રોપણી ૧.૮ મીટર * ૧.૮ મીટર ના અંતરે કરવાની ભલામણ છે. ભલામણ કરતા ઓછા અંતરની રોપણી આર્થિક રીતે નફો અને ખર્ચના ગૃણોત્તરની દષ્ટિએ ફાયદાકારક નથી. ગૂજરાત કૃષિ યુનિવર્સિટી, ગણદેવી કેન્દ્રની સારા નિતારવાળી મધ્યમ કાળી અને વધ સેન્દ્રિય તત્વોવાળી જમીનમાં લેવામાં આવેલ અંતરના અખતરાના પરિણામોને આધારે કળને ૧ મીટર * ૧.૨ મીટર * ૨ મીટર ના અંતરે જોડિયા હાર પધ્ધતિથી ત્રિકોણાકારે રોપવાની ભલામણ કરવામાં આવે છે.