ભારતમાં આંબાના પાક પછી કેળનો પાક અગત્યનું અને મોખરાનું સ્થાન ધરાવે છે. દુનિયા ના ઉષ્ણકટિબંધના તમામ દેશોમાં કેળનો પાક વધતા ઓછા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. જેમાં ભારત, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ‘ફિલિપાઈન્સ મોખરે છે. ભારતમાં તામિલનાડુ, કેરાલા, મહારાષ્ટ, ગુજરાત, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે કેળા ઉગાડતા મુખ્ય રાજયો છે.
આયુર્વેદની દ્રષ્ટિ એ કેળા બળકર, તરા, મધર, શીત, શુક્રવર્ધક તથા શરીરમાં વજન, ક્રાંતિ અને રૂચિ વધારનાર તથા કફનાશક છે. મલેશિયા, જાપાન તથા ફિલિપાઈન્સમાં તેના થડ તથા પર્ણદંડમાંથી રેસા કાઢવામાં આવે છે જેનો ઉપયોગ દોરડા તથા કાપડ બનાવવામાં થાય છે. કેળના થડનો માવો પ્રસંગોપાત ઢોરને ખવડાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પાનનો જમવામાં પતરાળા તરીકે ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ફળનો પકવીને તથા રાંધીને ખાવામાં ઉપયોગ થાય છે, તથા સુકવી વેફર,ફીંગ અને પાવડર બનાવી ઉપયોગ થઈ શકે છે. ધાર્મિક પ્રસંગોએ કેળના પાન, થડ તથા ફળોને શુકનવંતા માનવામાં આવે છે અને કેળનો શોભા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.
જે જમીનમાં કેળનો પાક લેવાતો હોય તેમાં મે માસમાં આગલા પાકના જડિયાં વીણી જમીન ખેડી, દાંતી મારી, રાંપ ચલાવી, ઢેફાં ભાંગી, સમાર મારી જમીન સમતલ કરવી. ઉધઈનો ઉપદ્ટવ હોય તો હેકટર દીઠ ૨૦-૨૫ કિલો મિથાઈલ પેરાથિયોન પાવડર અગાઉથી જમીનમાં ભેળવી દેવો. ત્યારબાદ ભલામણ પ્રમાણેના અંતરે ૩૦ સે.મી. 2 ૩૦ સે.મી. 2 ૩૦ સે.મી. ના ખાડા કરવા. ખાડા પંદર દિવસ તપવા દઈ ખાડા દીઠ પ થી ૧૦ કિલો છાણિય્ અથવા કમ્પોસ્ટખાતર માટીમાં મિશ્ર કરી ખાડો ભરી દેવો.
સામાન્ય રીતે ૧૫ જૂન થી ૧૫ જુલાઈ સુધીનો સમય રોપણી માટે ઉત્તમ છે. આનાથી વહેલી રોપણી કરવાથી કેળાની લૂમો શિયાળામાં ભારે ઠંડીમાં નીકળે છે. જેથી વિકાસ રૂંધાય છે. જયારે મોડી રોપણી કરતા ઓક્ટોબરના તાપ અને ત્યારબાદ શિયાળાની ઠંડીમાં છોડનો વિકાસ બરાબર થતો નથી.
કેળની રોપણી ૧.૮ મીટર * ૧.૮ મીટર ના અંતરે કરવાની ભલામણ છે. ભલામણ કરતા ઓછા અંતરની રોપણી આર્થિક રીતે નફો અને ખર્ચના ગૃણોત્તરની દષ્ટિએ ફાયદાકારક નથી. ગૂજરાત કૃષિ યુનિવર્સિટી, ગણદેવી કેન્દ્રની સારા નિતારવાળી મધ્યમ કાળી અને વધ સેન્દ્રિય તત્વોવાળી જમીનમાં લેવામાં આવેલ અંતરના અખતરાના પરિણામોને આધારે કળને ૧ મીટર * ૧.૨ મીટર * ૨ મીટર ના અંતરે જોડિયા હાર પધ્ધતિથી ત્રિકોણાકારે રોપવાની ભલામણ કરવામાં આવે છે.
Khetidekho is proudly powered by WordPress