Khetidekho

કેળ ની ખેતી પદ્ધતિ

હવામાન અને જમીન
 • કેળા ના પાક ને ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે અનુકુળ આવે છે .
 • જમીન નીતારવાળી,ફળદ્રુપ ,ગોરાડું અને મધ્યમ કાળી વધારે અનુકુળ આવે છે.
જાતો
 • બરસાઈ,લોખંડી ,હરીછાલ,રોબસ્ટા અને ગ્રાન્ડ નાઈન (જી-૯)
રોપણીની તૈયારી
 • ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીન તેયાર કરવી. ત્યારબાદ ૧.૮ * ૧.૫ મીટર (૬ * ૫ ફૂટ)નાં અંતરે ૩૦ * ૩૦ * ૩૦ સે.મી.નાં ખાડા કરવા. આમ કરવાથી એક હેકટરે ૩૭૦૦ રોપાની જરૂરિયાત રહે છે.
 • રોપણી પહેલા તૈયાર કરેલા ખાડામાં પ કિલો છાણિયું ખાતર અથવા સિટી કમ્પોસ્ટ મિશ્ર કરીને નાખવું.
પીલા ની પસંદગી
 • પીલાનું વજન ૫૦૦ થી ૧૫૦૦ ગ્રામ હોય તેવા પસંદ કરવાં.
 • પીલા ને રોપતા પહેલા ૧૦૦ લીટર પાણીમાં ૨૦૦ ગ્રામ કેપ્ટાફોલ અથવા ૧૦ ગ્રામ કાર્બન્ડાઝીમ મિક્સ કરી પીલાને બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી માટે ઉપયોગ માં લેવા.
રોપણી નો સમય
 • રોપણી મુખ્યત્વે જુન-જુલાઈ મહિનામાં કરવી યોગ્ય રહે છે.
ખાતર
પિયત
 • સામાન્ય રીતે કેળના પાકને પાણીની વધુ જરૂર પડે છે શિયાળામાં ૧૦-૧૨ દિવસે તથા ઉનાળામાં ૭-૮ દિવસે નિયમિત પાણી આપવું.
આંતર ખેડ અને નિંદામણ
 • જ્યારે જરૂર હોય ત્યારે ૪-૫ વાર નિંદામણ દુર કરવું. ૪-૫ પિયત પછી આંતર ખેડ કરવી. 
 • કેળ રોપણી બાદ પિયત પછી ૩-૪ દિવસ પછી ૧ કિલો ડાયુરાન સક્રિય તત્વ પ્રતિ હેકટરે ૬૦૦ લીટર પાણીમાં ઓગાળીને આપવું, ત્યાર બાદ ૭૦-૭૫ દિવસે ૬૦૦ ગ્રામ પેરાક્વાટ પ્રતિ હેક્ટર ૬૦૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
પીલા દુર કરવા
 • મુખ્ય થડની બાજુમાંથી નીકળતાં પીલા દાંતરડા વડે કાપીને સતત દુર કરવા. કાપેલાં પીલા ફરીથી નીકળતા અટકાવવા માટે ૧ લીટર પાણીમાં ૬૦ ગ્રામ ૨,૪-ડી નું દ્રાવણ બનાવી ૩-૫ ટીપાં કાપેલાં પીલામાં મધ્યમાં નાખવાથી પીલા ફરીથી નહીં ઉગે.
અન્ય અગત્ય ની માવજત
 1.  કેળની ખેતર ફરતે પવન અવરોધક વાડ અવશ્ય કરવી. 
 2. કેળના છોડ પરથી ખરતાં પાન અવારનવાર દુર કરવાં. 
 3. કેળાની લૂમ નીકળી ગયા પછી નીચેનો લાલ કલરનો ડોડો કાપીને દુર કરવો. 
 4. લુમને તડકો લાગતો હોય તો તેને કેળના બે પાન નમાવી ઢાંકેલી રાખવી.
 5.  ચોમાસામાં કેળના બગીચામાં પાણી ભરાય નહીં તે માટે નીક બનાવવી.
 6. લામ પાક રાખવાનો હોય તો લૂમ નીકળયા બાદ સારો તંદુરસ્ત એક પીલો રાખી બાકીના દુર કરવા. 
 7. વધુ વજનથી છોડ નમી જાય તો ટેકો આપવો. 
 8. કેળની લૂમનાં ૧૦-૧૨ કાતરા રાખી બાકીનો ભાગ દુર કરવાથી એક સરખા કેળા તૈયાર થાય છે.
રોગ અને જીવાત
 • કેળાનાં પાકમાં ત્રાકિયા (સિગાટોકા) અને પાનનાં ટપકાં માટે મેન્કોઝેબ ૨૫ ગ્રામ અને કાર્બેનડેઝીમ પ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ર૫-૩૦ દિવસના ગાળામાં વારા ફરતી નિયમિત છંટકાવ કરવો. 
 • હાર્ટ રોટ (કેળાનો ગુલ્લો મરી જવો) કેળાના દંડની અંદર કગ ભરાવાથી કોહવાઈને સડી જવાથી લૂમ આખરે દંડ સાથે તૂટી જાય છે. તેના માટે કાર્બનડેઝીમ ૦.૫ ગ્રામ અને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧ ગ્રામ ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો. 
 • મોલો મશી, બંચી ટોપ નામનાં વિષાણુંજન્ય રોગનો ફેલાવો કરે છે. મેટાસીસ્ટોક ૧૦ લીટર પાણીમાં ૧૫ મિલી ભેળવીને ૨-૩ છંટકાવ કરવા.
 • ગાંઠનાં ઢાલવાલા કીટક: છોડ દીઠ ૩૦ ગ્રામ દાણાદાર ફોરેટ આપવાથી નિયંત્રણ થાય છે.
 • પાન ખાનારી ઈયળ : ક્લોરોપાયરીફોસ ૦.૦૪ ટકા અથવા ક્વીનાલફોસ ૦.૦૫ ટકા પ્રવાહીનો છંટકાવ કરવો.
આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…