Khetidekho

કપાસ ના પાકની માહિતી

બી.ટી. કપાસ એટલે શું?
 • કપાસના છોડમાં જનિન ઈજનેરી પધ્ધતિનો ઉપયોગ કરી તેમાં જીંડવાની ઈયળો માટે ઘાતક ઝેર પેદા કરનાર જનિન દાખલ કરી વિકસાવેલ છોડને ‘બીટી કપાસ’ કહેવામાં આવે છે.
ભારતમાં બી.ટી. કપાસનું કયારે આગમન થયુ?
 • બી.ટી. કપાસનું વાવેતર પરદેશમાં ખાસ કરીને અમેરીકા, ચીન, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં વર્ષોથી થતું  આવ્યુ છે. પરંતું  ભારતમાં કપાસ વર્ષ ૨૦૦૨-૦૩ થી વવાય છે.

 

 • (૧) બીટી કપાસ રોગ-જીવાત પ્રતિકારકતા ધરાવતો હોવાથી તેનું નિયંત્રણ કુદરતી રીતે જ થાય છે.પરિણામે જંતુનાશક દવાનો ખર્ચ નહીવત / ઓછો કરવો પડે છે.

 • (ર) શરૂઆત થી જ જીંડવાની બેઠક છોડ ઉપર સારા પ્રમાણમાં થવાથી કપાસ વહેલો તૈયાર થઇ જાય અને ભાવ પણ સારા મળે છે. પિયતની સગવડ હોય ત્યાં બીજો પાક પણ લઈ શકાય છે.

Source : Internet
બી.ટી.કપાસની વાવેતર માન્ય જાતો
 • કેટલીક ખાનગી કંપનીઓ દવારા વિકસાવવામાં આવેલ અંદાજે ૧૪૭ બી.ટી. જાતોને વાવેતર માટેની ભારત સરકારશ્રી દવારા ગુજરાત માટે માન્યતા આપવામાં આવેલ છે જે જાતના બીજની જરૂરીયાત હોય તે જાત જે તે કંપનીના ઓથોરાઈઝડ ડીલર પાસેથી બીજ ખરીદવુ હિતાવહ છે.

 • બીજ લેતી વખતે બીજનું પેકીંગ તુંટેલ કે ફાટેલ નથી તેની ખાતરી કરી લેવી. બીજ લેતી વખતે પાકું બીલ લેવાનો આગ્રહ રાખવો.

Source : Internet
ખાતર :
 • ગુજરાતની જમીનમાં ફોસ્ફરસ તથા પોટાશ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે જ. છતાં કપાસની વાવણી પહેલા જમીનનું પૃથકકરણ કરાવી આ તત્વોની ઉણપ જણાય તો જ આવા રાસાયણિક ખાતરો આપવા.
 • પિયત વિસ્તારમાં નાઈટ્રોજનની કુલ જરૂરીયાતનો ૨૫% જથ્થો પાયાના ખાતર તરીકે પાક ૨૦ થી ર૫ દિવસનો થાય ત્યારે અને બાકીનો ૭૫% જથ્થો એક મહીનાને અંતરે ત્રણ હપ્તામાં આપવો.
 • બીન પિયત વિસ્તારમાં નાઈટ્રોજનની કુલ જરૂરીયાતનો ૫૦% જથ્થો પાયમાં અને બાકીનો ૫૦% જથ્થો એક મહીના પછી આપવો.
 • રાસાયણીક ખાતર આપતી વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ.
પિયત:
 • છેલ્લા અસરકારક વરસાદ બાદ ૨૦ થી ૨૫ દિવસ પછી પ્રથમ પિયત આપવું .
 • કાળી જમીનમાં સામાન્‍ય રીતે ૨૦-૨૫ દિવસના અંતરે પાણી આપવું.
 • ગોરાડું જમીન માટે સામાન્‍ય રીતે ૧૫ દિવસના આંતરે પિયત આપવું.
 • માહે ડીસે_જીન્યુ. માં પિયતનો ગાળો જમીનની પ્રત મજબ લંબાવવો.
 • એકાંતરે પાટલે પાણી આપવાથી પાણીનો ૩૫% જેટલો બચાવ થાય છે અને ઉત્પાદનમાં ફેર પડતો નથી. 
 • ટપક સિંચાય પધ્ધતિના ઉપયોગથી પાણી આપવાથી પિયતના પાણીમાં ૪૧% જેટલો બચાવ થાય છે.
બીટી કપાસના પાકમાં જોખમ ઘટાડવાના ઉપાયો :
 • વરસાદ આધારીત ખેતીમાં આંતરપાક પધ્ધતિ ખબ જ પ્રચલિત બની છે.
 • કપાસ સાથે મગફળી, અડદ , સોયાબીન અથવા મગ આંતર પાક તરીકે લેવાથી એકલા કપાસ કરતાં વધુ નફો મળે છે.
બીટી કપાસની વીણીમાં શી કાળજી લેવી જોઈએ?
 •  ધૂળ , કીટી અને કમોસમી વરસાદને લઈને રુ ની ગુણવત્તા ઘટી જાય છે.

 • તારની ચમક ઓછી થાય છે, સુંવાળાપણું ઘટે છે, તારની મજબુતાઈ પર અસર થાય છે અને રંગ પણ ઝાંખો પડી જાય છે.

 • ખર્ચ ઘટાડવાના આશયથી એક જ વીણી કરવામાં આવે તો કેટલોક કપાસ છોડ પરથી નીચે પડી જવાથી તેના ધૂળ, પાનના ટુકડા  વિગેરે ભળવાથી ખરાબ થાય છે. આ મુશ્કેલીથી બચવા જેમ જેમ કપાસના જીંડવા ફાટે તેમ તેમ ત્રણથી ચાર વીણીમાં કપાસ ઉતારવો.

 • શકયત : કપાસની વીણી સવારના સમયે વાતાવરણમાં ઝાકળ હોય ત્યારે કરવી કે જેથી કપાસમાં કીટી ઓછી આવે.વીણી કરેલ કપાસને તડકામાં (સુ્યપ્રકાશમાં) સુકાવા દઈ ભેજ ઉડે ત્યાર બાદ સુકી જગ્યામાં સંગ્રહ કરવો.