બી.ટી. કપાસનું વાવેતર પરદેશમાં ખાસ કરીને અમેરીકા, ચીન, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં વર્ષોથી થતું આવ્યુ છે. પરંતું ભારતમાં કપાસ વર્ષ ૨૦૦૨-૦૩ થી વવાય છે.
(૧) બીટી કપાસ રોગ-જીવાત પ્રતિકારકતા ધરાવતો હોવાથી તેનું નિયંત્રણ કુદરતી રીતે જ થાય છે.પરિણામે જંતુનાશક દવાનો ખર્ચ નહીવત / ઓછો કરવો પડે છે.
(ર) શરૂઆત થી જ જીંડવાની બેઠક છોડ ઉપર સારા પ્રમાણમાં થવાથી કપાસ વહેલો તૈયાર થઇ જાય અને ભાવ પણ સારા મળે છે. પિયતની સગવડ હોય ત્યાં બીજો પાક પણ લઈ શકાય છે.
કેટલીક ખાનગી કંપનીઓ દવારા વિકસાવવામાં આવેલ અંદાજે ૧૪૭ બી.ટી. જાતોને વાવેતર માટેની ભારત સરકારશ્રી દવારા ગુજરાત માટે માન્યતા આપવામાં આવેલ છે જે જાતના બીજની જરૂરીયાત હોય તે જાત જે તે કંપનીના ઓથોરાઈઝડ ડીલર પાસેથી બીજ ખરીદવુ હિતાવહ છે.
બીજ લેતી વખતે બીજનું પેકીંગ તુંટેલ કે ફાટેલ નથી તેની ખાતરી કરી લેવી. બીજ લેતી વખતે પાકું બીલ લેવાનો આગ્રહ રાખવો.
ધૂળ , કીટી અને કમોસમી વરસાદને લઈને રુ ની ગુણવત્તા ઘટી જાય છે.
તારની ચમક ઓછી થાય છે, સુંવાળાપણું ઘટે છે, તારની મજબુતાઈ પર અસર થાય છે અને રંગ પણ ઝાંખો પડી જાય છે.
ખર્ચ ઘટાડવાના આશયથી એક જ વીણી કરવામાં આવે તો કેટલોક કપાસ છોડ પરથી નીચે પડી જવાથી તેના ધૂળ, પાનના ટુકડા વિગેરે ભળવાથી ખરાબ થાય છે. આ મુશ્કેલીથી બચવા જેમ જેમ કપાસના જીંડવા ફાટે તેમ તેમ ત્રણથી ચાર વીણીમાં કપાસ ઉતારવો.
શકયત : કપાસની વીણી સવારના સમયે વાતાવરણમાં ઝાકળ હોય ત્યારે કરવી કે જેથી કપાસમાં કીટી ઓછી આવે.વીણી કરેલ કપાસને તડકામાં (સુ્યપ્રકાશમાં) સુકાવા દઈ ભેજ ઉડે ત્યાર બાદ સુકી જગ્યામાં સંગ્રહ કરવો.
Khetidekho is proudly powered by WordPress