Khetidekho

જીવામૃત બનાવવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ

જીવામૃત ની પ્રાથમિક માહિતી

સજીવખેતીમાં જીવામૃતનું મહત્વ ખૂબ વધારે છે. સૂકા ખાતર કરતાં પણ સજીવખેતીમાં જીવામૃતનું મહત્વ ખૂબ વધારે છે. સૂકા ખાતર કરતાં પણ પ્રવાહી જીવામૃત સારૂ પરિણામ આપે છે. ઘણા ખેડૂતો જીવામૃત બનાવે છે, પણ આપણે વૈજ્ઞાનિક (એનોરબીક) પધ્ધતિથી જીવામૃત બનાવવાની રીત સમજવાની છે. સારૂ પરિણામ આપે છે. ઘણા ખેડૂતો જીવામૃત બનાવે છે, પણ આપણે વૈજ્ઞાનિક (એનોરબીક) પધ્ધતિથી જીવામૃત બનાવવાની રીત સમજવાની છે.

 

કોઇપણ વસ્તુને ખુલ્લામાં રાખવાથી તે જલ્દી બગડી જાય છે. તેનું કારણ છે ઓકસીડેશન પ્રક્રિયા, હવામાં રહેલા ઓકસીજન વાયુ સાથેની પ્રક્રિયાને ઓકસીડેશન કહેવામાં આવે છે, પણ આપણે જીવામૃત બનાવવા માટે જે ટેંક વાપરીએ છીએ તેમાં બહારનો વાયુ ટેકમાં પ્રવેશી શકતો નથી, તેથી વૈજ્ઞાનિક પધ્ધતિથી બનાવેલ જીવામૃતમાં ઇયળ કે જીવાત પડતી નથી અને તેને લાંબા સમય સુધી વાપરી શકાય છે, જેમ વધારે સમય થાય તેમ તેની ગુણવત્તા વધતી જાય છે.

જીવામૃત બનાવવામાં જરૂરી સામગ્રી :

  1. ૫૦ કીલો દેશી ગાયનું છાણ
  2. ૫૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર
  3. ૧ કીલો ચણાનો લોટ
  4. ૧ કીલો ગોળ
  5. ૫૦૦ ગ્રામ દહીં
  6. ૫૦૦ ગ્રામ ખેતરની માટી
  7. ર૫૦ લીટર પાણી (જીવામૃત બને ત્યારે ગેસ જનરેટ થતો હોય છે માટે ઉપરથી ટૅંક ને થોડી ખાલી રાખવી)

જીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ :

૫૦૦ લીટરના ડ્રમમાં પહેલા  ૫૦ કીલો દેશી ગાયનું છાણ નાખી, તેમાં ૫૦ લીટર ગૌમૂત્ર અને ૧૦૦ લીટર પાણી ઉમેરી લાકડીથી બરોબર મિકસ કરવું, અને સાત દિવસ સુધી છાયામાં રાખી મુકવું, બીજી ૧૦ લીટરની એર ટાઇટ બરણીમાં ૧ કીલો ગોળ, ૧ કીલો ચણાનો લોટ, ૫૦૦ ગ્રામ દહી, ૫૦૦ ગ્રામ ખેતરની માટીને પ્રમાણસર પાણીમાં મિકસ કરી સાત દિવસ હવા ન લાગે તે રીતે પેક કરવું. સાત દિવસ પછી ૫૦૦ લીટરના ડ્રમમાં બંને મટીરીયલ્સને ભેગા કરવા અને બરાબર મિકસ કરવા અને અગિયારમાં દિવસથી વાપરવાનું ચાલુ કરવું. 

જીવામૃતના ફાયદાઓ :

(૧) છાણમાં રહેલ બીયારો ગૌમૂત્ર તથા પાણી સાથે પ્રક્રિયા થવાથી અનએકટીવ થઇ જાય છે, તેથી નિંદામણની સમસ્યા રહેતી નથી. 

 

(ર) વૈજ્ઞાનિક પધ્ધતિથી બનાવેલ જીવામૃતમાં સુક્ષ્મ પોષક તત્વોને સોલ્યુબલાઇઝ કરવાના બેકટેરીયા બનવાના કારણે ઉત્પાદિત કરેલ પાકમાં મીઠાસનું પ્રમાણ વધે છે, અને સાઇઝમાં પણ વધારો થાય છે. જમીનમાં રહેલ અન એકટીવ સૂક્ષ્મ પોષક તત્વોને પણ કાર્યરત કરે છે જેથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. 

 

(૩) પ્રવાહી હોવાના કારણે પંપમાં, ધોરીયામાં, ડ્રીપમાં સરળતાથી આપી શકાય છે. 

 

(૪) ભેજ સંગ્રાહક તરીકે ખૂબ સારૂ કામ આપે છે તેથી ઓછા પાણીએ પણ ખેતી કરી શકાય છે.

 

 (૫) દરિયા કિનારાની કે ક્ષારવાળી જમીનમાં કે ક્ષારવાળું પાણી હોય ત્યાં માત્ર જીવામૃત વાપરવાથી પણ સારી ખેતી કરી શકાય છે.

 

(૬) જીવામૃત બનાવવાની પડતર અંદાજીત ૧ લીટરના ૧ રૂપિયો આવે છે. માલધારી, ગૌપાલક અને ગૌશાળા માત્ર ૩ રૂપિયે એક લીટરના ભાવે વેચાણ કરી નફાને ગૌસેવાના પવિત્ર કાર્યમાં વાપરી શકે છે.

 

(૭) ખેતીમાં વપરાતા રાસાયણિક કેમીકલો અને ઓર્ગેનિક પ્લાંટ પ્રમોટરો મોટાભાગે ચાયનાથી આયાત કરેલા હોય છે, જેમકે હ્યુમિક એસીડ, સીવીડ, એમિનો એસીડ વગેરે… આવો આપણે સૌ સાથે મળીને દેશના દુશ્મન ચાયનાના અર્થતંત્રને મજબૂત કરવા કરતા ગૌમાતાના આશિર્વાદ એવા વૈજ્ઞાનિક પધ્ધતિથી બનાવેલ સ્વદેશી જીવામૃતના વપરાશનો વધારો કરી ગૌરક્ષા અને રાષ્ટ્રરક્ષાના ઉમદા કાર્યમાં સહભાગી બનીએ.

લીમડો, આંકડો વગેરે… દવારા ખુલ્લામાં બનાવાતા હર્બલ પેસ્ટ કંટ્રોલરમાં પણ જીવાત પડી જાય છે, તો તે પણ સમજાવેલ ડીઝાઇનની ટેંકમાં અલગથી બનાવવામાં આવે તો ખૂબ જ સારૂ પરિણામ મેળવી શકાય છે. તેના માટે ડ્રમમાં લીમડા તથા આંકડાના પાનને પાણીમાં પલાળવા ઉપરથી ડ્રમ થોડું ખાલી રાખવું (ગેસ જનરેટ થાય તેના માટે) ૧૦ દીવસ પછી પાનનું કલરોફીલ પાણીમાં આવી જશે જેનો પાક પર છંટકાવ કરવાથી જીવાતો નિયંત્રિત થશે અને પાકમાં પણ વધારો થશે.