ત્યારબાદ તમે જે યોજનાનો લાભ લેવા માંગતા હોય વિભાગ પર ક્લીક કરી જે ઘટક માં અરજી કરવાની છે તે ઘટક સિલેક્ટ કરશો એટલે ઉપર મુજબ નું ડાયલોગ બોક્સ ખુલશે.
હવે આપણે પેલા જે ઘટક માટે અરજી કરીયે તેનું નામ આવશે ,બાજુ ના કોલમ માં સહાય ની રકમ કેટલી સબસીડી , નાના મોટા ખાતેદાર માટે ની ટકાવારી, ખેડૂત કય કેટેગરી માં છે એ મુજબ અલગ અલગ ધારા ધોરણ લખેલા હશે જે કાળજી પૂર્વક વાંચવા , ત્યાર બાદ કેટલા વર્ષે ફરી લાભ મળશે એની વિગત ,બાજુ માં ક્યાં કાગળ જોશે એની માહિતી અને છેલ્લે અરજી કરો પર ક્લીક કરશો, એટલે આપણે અરજી કરવાના પેલા પગથિયાં સુધી પોચી જશુ,અરજી કેટલી તારીખ વચ્ચે કરી શકીશું એ પણ ત્યાં આપેલ હશે જે કાળજી થી જોવું.
અરજી કરતા પહેલા નીચે ના કાગળ સાથે રાખવા જેથી અરજી તરત અને ઝડપી થાય શકે.
૧. આધારકાર્ડ
૨. ૭,૧૨,૮અ ની નકલ
૩. રેશનકાર્ડ
૪. કેટેગરી મુજબ નો જાતિ નો દાખલો
૫. બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેક
અલગ અલગ ઘટક માટે કાગળ અલગ હોવાથી ડોક્યુમેન્ટ લખેલ છે તેના પર એક વખત જોઈ લેવું ઉપર આપેલા કાગળ પ્રાથમિક જરૂરિયાત વાળા છે.
હવે આ અરજી ની પ્રિન્ટ કરાવી અને સાચવશું જેથી જયારે અરજી સબમિટ કરીયે તેથી તેની સાથે જોડી જે તે ઓફિસ માં રજૂ કરી શકીએ
Ref . ikhedut.gujarat.gov.in
Khetidekho is proudly powered by WordPress