Khetidekho

હાઈડ્રોપોનિકસ (HYDROPONICS) ખેતી ની માહિતી

હાઈડ્રોપોનિક્સ ખેતી એટલે શું?
  • હાઈડ્રોપોનિક્સ મૂળ ગ્રીક શબ્દ છે જેમાં ”હાઈડ્રો’ એટલે પાણી અને ‘પોનોસ’ નો અર્થ શ્રમ થાય છે. એટલે કે ફૂલ, ફલ અને  શાકભાજીને જમીનના  બદલે પાણીમાં અથવા માટી રહિત માધ્યમમાં ઉગાડવામાં આવે તેને હાઈડ્રોપોનિક્સ કહેવાય છે.

 

  • ખરેખર છોડનો વિકાસ તેને મળતાં ‘પોષકતત્વોને લીધે જ થાય છે. માટી તો ફકત માધ્યમ નું કામ કરે છે. માટી પોતે તો તેને ફકત મૂળ ફેલાવવા અને ટેકો આપવામાં મદદરૂપ બને છે.

 

  • છોડ મૂળ દ્વારા માટીમાં ભળેલા ખનિજ તત્વોને બદલે પાણીમાં ઓગળેલા તત્વોને ગ્રહણ કરે છે. આથી માટી વાપરવાની કોઈ જરૂર રહેતી તથી. આમ માટીના ‘વિકલ્પરૂપે બીજા ઘણી જાત ના માધ્યમને  લઈ શકાય છે જેવા કે રોકવૂલ, પરલાઈટ, વર્મિકયુલાઈટ અને કોકોપીટ.

 

  • સદીઓથી જમીન આધારિત ખેતી કરવામાં આવે છે. કારણ કે જમીન માં કાર્બનિક પદાર્થોનું કુદરતી રીતે કોહવારો થવાના કારણે જમીન માં પૂરતા પ્રમાણમાં પોષકતત્વો રહેલા હોય છે અને મૂળને પૂરતા પ્રમાણમાં ઓકિસજન  મળી રહે તે માટે છિદ્રાળુતા  પણ હોય છે. પરંતું સમય જતાં કુદરતી રીતે જમીન કઠણ થતી જાય છે જે છોડતા વિકાસ માટે અનુકૂળ  નથી કારણ કે છોડતા વિકાસ માટે જરૂરી પોષકતત્વો મેળવવામાં છોડના  મૂળને તકલીફ  પડે છે. જેના કારણે છોડનો  વિકાસ અટકી જાય છે.

 

  • સમય જતાં પરંપરાગત ખેતીની સરખામણીએ ઉત્પાદકતા વધારવા માટે આપણે રક્ષિત ખેતીની  (પ્રોટેક્ટેડ કલ્ટીવેશન) શરૂઆત કરી, તેમાં ગ્રીનહાઉસ ટેકનોલોજી નો સમાવેશ થાય છે.

 

  • ગ્રીનહાઉસ ટેકનોલોજીમાં વિપરિત પરિસ્થિતિમાં છોડને સુરક્ષિત રાખીને એકમ વિસ્તારમાંથી વધારે ઉત્પાદન  અને ગુણવત્તા મેળવવામાં આવે છે.  ધીમે ધીમે પશ્ચિમતા દેશોમાં લોકો માટી રહિતના માધ્યમમાં ખેતી કરવા તરફ વળ્યા છે.

 

  • આ નવી તકનીક ને  ‘હાઈડ્રોપોનિકસ અથવા ‘સોઈલલેસ કલ્ટીવેશન’ તરીકે ઓળખવામાં આવે છે. વિકસિત દેશોમાં ધીમે ધીમે હાઈડ્રોપોનિક્સ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે.

 

  • આ પદ્ધતિમાં પાણી અને પોષકતત્વોના પુરવઠાને અંકુશમાં રાખીને ઓછી જગ્યા અને સમયમાં પાકની  ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરવામાં આવે છે. આમ ધીમે ધીમે વૈજ્ઞાનિકોને જણાવ્યુ  કે છોડ આવશ્યક પોષકતત્વો નું પાણીમાંથી શોષણ કરે છે કે જે પાણીમાં રહેલા હોય છે.

 

  • કુદરતી પરિસ્થિતિઓમાં માટી એ પોષકતત્વોના  જળાશય તરીકે કામ કરે છે જે છોડના વિકાસ માટે જરૂરી નથી.  ખરેખર વનસ્પતિ કઈ રીતે ફૂલેફાલે છે અને કઈ રીતે પોષણ મેળવે છે તેનો  સંશોધકોને પુરો ખ્યાલ ન હતો.
Source : Internet
હાઈડ્રોપોનિક્સના ફાયદાઓ :

(૧) વર્ષ દરમિયાન ગમે તે સિઝન માં છોડ ઉગાડી શકાય છે.

 

(૨) નિંદામણ કરવાની જરૂરિયાત રહેતી નથી.

 

(૩) ૭૦થી ૮૦ % સુધી પાણીનો બચાવ કરી શકાય છે.

 

(૪) પાકની ફેરબદલી કરવાની જરૂરિયાત રહેતી નથી.

 

(૫) છોડના મૂળને પોષકતત્વો માટે સ્પર્ધા કરવી પડતી નથી.

 

(૬) ગ્રીનહાઉસમાં વર્ટિકલ સ્પેસનો ઉપયોગ કરી શકાય છે.

 

(૭) જમીનજન્ય  રોગો તથા કૃમિનો પ્રશ્ન રહેતો નથી. 

 

(૮) જમીન ખેડવાની જરૂરિયાત રહેતી નથી. 

 

(૯) ઓછી જગ્યામાં વધારે આવક મેળવી શકાય છે. 

Source : Internet
હાઈડ્રોપોનિકસની મર્યાદાઓ :

(૧)  હાઈડ્રોપોનિકસ બનાવવા માટે શરૂઆત માં ખર્ચ વધારે આવે છે. 

 

(ર) એક વખત રોગ આવે ત્યારે તેનો ફેલાવો ઝડપ થી થાય છે. 

 

(૩) હાઈડ્રોપોનિકસની જાળવણી માટે ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે છે.

 

(૪) ગરમ વાતાવરણ અને મર્યાદિત (ઓછો) ઓકિસજન પાક ઉત્પાદન પર અસર કરે છે.

 

(૫) વ્યાપારિક ધોરણે અમલીકરણ માટે શરૂઆતમાં મોટા રોકાણ અને ઉચ્ચ તાંત્રિક જ્ઞાન ની જરૂર પડે છે.

Source : Internet