Khetidekho

ગુજરાત ની ભેંસોની ઓલાદો

(૧) જાફરાબાદી ઓલાદઃ

  • આ ઓલાદનું ઉત્પત્તિ સ્થાન સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે.
  • અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ નામના ગામ ઉપરથી આ ઓલાદનું નામ જાફરાબાદી ઓલાદ પડ્યું.
  • આ જાતને કાઠીયાવાડ તથા સોરઠી નામે પણ લોકો સંબોધે છે.
  • આ ભેંસો જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ફેલાયેલી જોવા મળે છે.
Source : Internet

શારીરિક લક્ષણો:

  •  દેશની અન્ય ભેસોની સરખામણીમાં મોટા કદના અને વજનમાં ભારે હોયછે.
  • રંગ મેશ જેવો કાળો હોય છે.
  • ચામડી જાડી અને ઓછા વાળવાળી હોય છે.
  • માથું ભારે અને ઉપસેલા કપાળ વાળું હોય છે. 
  • આંખો જીણી અને ઊંડી ઉતરેલી હોય છે. 
  • શીંગડા ભારે, લાંબા, પહોળા અને ચપટા હોય છે અને નીચે જઈ બાજુએ વળેલા અને અણીઓ ઉપરની તરફ જતી હોય.
  • કાનના મૂળ શીંગડા પાછળ ઢંકાયેલા હોય છે.
  • જાફરાબાદી ભેંસોની ગરદન (ડોક), જાડી, પહોળી અને લાંબી જોવા મળે છે.
  • આગલા બે પગ વચ્ચે આવેલ હડાની કોથળી માંસાળ અને ચરબીથી ભરેલ હોય છે.
  • શરીરના પ્રમાણમાં પગ મજબૂત તથા જાડા હાડકાવાળા પરંતુ લંબાઈમાં થોડા ટૂંકા જોવા મળે છે.
  • જાફરાબાદી જાનવરોની પીઠ સીધી હોયછે.
  • પેટ મોટું કદાવર હોય છે અને પાછળ ના થાપા મોટા અને બાજઠ જેવા પહોળા હોય છે.
  • પૂછડું લાબું , પાતળું અને ચરકડીનું હાડકું થાપાના ઉપરના ભાગમાં મધ્ય માંથી નીકળતું હોય છે.

આર્થિક લક્ષણો :

  • પ્રથમ વિયાણની ઉમર ૫૦ થી પપ મહિનાની છે.
  • એક વેતરમા ૩૨૦-૩૫૦ વેતરાઉ દિવસોમાં સરેરાશ ૨૦૦૦-૨૬૦૦ લિટર જેટલું દૂધ આપે છે .
  • બે વિયાણ વચ્ચેનો ગાળો ૧૬ થી ૧૮ માસનો હોવાનું નોધાયેલ છે.

(ર) સુરતી ઓલાદઃ

  • આ ઓલાદનું મૂળ સ્થાન આણંદ જિલ્લો તથા  ખેડા અને અમદાવાદ જિલ્લો છે.
  • સુરતી ઓલાદ નડીયાદી , ચરોતરી અને ગુજરાતી નામે પણ ઓળખાય છે.
  • આ ભેંસો અમદાવાદથી સુરત સુધી જોવા મળે છે. પરંતું નમૂનેદાર ભેસો ચરોતર વિસ્તારમાં મહી અને શેઢી નદી વચ્ચે ના પ્રદેશ-આણંદ, નડીયાદ, બોરસદ અને પેટલાદ તાલુકાઓમાં જોવા મળે છે.
Source : Internet

શારીરિક લક્ષણો:

  • આ ઓલાદની ભેંસો મધ્યમ કદની અને પાસાદાર બાંધાની હોયછે.
  • રંગ ભુરાથી માંડીને કાળો હોય છે.
  • નમૂનેદાર ભેંસોને એક જડબા નીચે ગળા પર અને બીજો આગલા બે પગની નજીક હડા પર એમ બે એકથી બે ઈચ પહોળા ગળપટટ હોય છે.
  • માથું ગોળ અને નાનુ હોય છે.
  • શીંગડા ટૂંકા, ચપટા અને દાતરડા જેવા હોય છે.
  • કાન મધ્યમ કદના અને આડા આંકાવાળા હોય છે. પીઠ સીધી હોયછે.
  • બાવલું ચોરસ, મધ્યમ કદનું તથા આંચળ સમાંતરે ગોઠવાયેલ હોય છે.
  • આ ઓલાદની પુખ્ત વય ની ભેંસ સરેરાશ ૪૦૦ થી ૪૫૦ કિ.ગ્રા. ની. જયારે પાડો સરેરાશ ૪૫૦ થી ૫૦૦ કી.ગ્રા. .નો હોય છે. તાજા જન્મેલા પાડીયા રપ થી ૨૭ કિ.ગ્રા. વજન ધરાવે છે.

આર્થિક લક્ષણો :

  • દૂધ ઉત્પાદનની ક્ષમતા (કદ નાનું હોવાથી) માટે દેશમાં જાણીતી છે.
  • પ્રથમ વિયાણની ઉમર : ૪૨ થી ૪૮ માસ
  • વેતરનુ સરેરાશ દૂધ: ૧૨૦૦થી ૧૫૦૦ હિટર
  • દુજણાં દિવસો: ૩૦૦ (૪9 ૧સુકેલા દિવસો: ૧૫૦
  • બે વિયાણ વચ્ચેનો ગાળો : ૧૫ થી ૧૮ માસ

(૩) મહેસાણી ઓલાદ:

  • ભેંસોની આ ઓલાદ મુરાહ અને સુરતી ઓલાદ ની ભેસોના સંકરણથી ઉદ્ભવી છે.
  • આ જાતની ભેંસોનું વતન મહેસાણા હોઈ આ ભેંસો મહેસાણી તરીકે ઓળખાય છે.
  • બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાઓમાં આ ભેંસો જોવા મળે છે.
  • આ ઉપરાત મુંબઈ, પુના જેવા મોટા શહેરમા દુધ ઉત્પાદન વ્યવસાય અર્થે નિભાવવામાં આવે છે.
Source : Internet

શારીરિક લક્ષણો:

  • ઓલાદ શુધ્ધ નહી હોવાથી બધા જાનવરોમાં એકસરખા લક્ષણો જોવામાં આવતા નથી.
  • કેટલાક જાનવરો મુરા ઓલાદને તો કેટલાક સુરતી ઓલાદને મળતા આવે છે, તો કેટલાક બંને ઓલાદનુ સામ્ય ઘરાવતા હોય છે.
  • તેમના કેટલાક સર્વ સામન્ય લક્ષ આ પ્રમાણે છે મહેસાણી ભેંસો, મુરાહ કરતાં કદમાં નાની પણ વધુ લંબાઈ ઘરાવે છે અને ભારે માથાવાળી હોય છે.
  • તેઓ રંગે કાળી, ભૂરી તેમજ ચાંદરી હોય છે.
  • શીંગડા સુરતી ભેસોના શીંગડા જેવા ચપટા, દાતરડા આકારના પણ તેના કરતાં લાબા અને અણી આગળ વધુ વળેલા હોય છે.
  • આ ઓલાદનો પુખ્તવય નો પાડો સરેરાશ ૫૫૦ થી ૬૦૦ કી.ગ્રા અને પુખ્ત ભેંસો ૪૨૫ થી ૪૫૦ કી.ગ્રા વજનની હોય છે.
  • તાજા જન્મેલા પાડીયા ૨૮ થી ૩૦ કિ.ગ્રા. વજન ધરાવે છે.

આર્થિક લક્ષણો :

આ ઓલાદની ભેંસો માં મુરા અને સુરતી બંને ઓલાદના ઉપયોગી આર્થિક લક્ષણોનો સુમેળ સધાયેલો છે તેથી મહેસાણી ભેંસો સારા પ્રમાણમાં દૂધ આપે છે. જાનવરો નમ્ર સ્વભાવ ના તેમજ મધ્યમ કદ ઘરાવતા હોય તેમની માંગ વિશેષ પ્રમાણમા જોવા મળે છે. તેમના આર્થિક લક્ષણ નીચે મુજબ છે.

  •  પ્રથમ વિયાણ ની ઉંમર : ૪૫ થી ૪૮ માસ
  • વેતરનુ સરેરાશ દૂધ : ૧૭૦૦ થી ૧૮૦૦ લિટર
  • દુજણાં દિવસો : ૩૧૦
  • વસુકેલા દિવસો : ૧૨૦ થી ૧૫૦ દિવસ
  • બે વિયાણ વચ્ચે નો ગાળો: ૧૫ થી ૧૬ માસ

(૪) બન્ની ભેંસ :

  • કચ્છના માલધારીઓ માટે આજીવિકાના આધાર સમી બન્ની ની ભેંસો, કચ્છના બદલાતા વાતાવરણ માં દુષ્કાળની પરિસ્થિતિમાં ટકી રહે તેવી તથા ખોરાકી ખર્ચના પ્રમાણમાં વધુ વળતર આપનાર અમૂલ્ય સંપદા છે.
Source : Internet

શારીરિક લક્ષણો:

  • મધ્યમ થી મોટા કદની, મજબૂત બાંધો ઘરાવતી મહદઅંશે કાળા રંગની ભેંસો છે.
  • માથા સાથે ૯૦ નો ખૂણો બનાવી ડબલ કુંડળ જેવા ગોળાકાર શીંગડા હોય છે.
  • નાના મજબૂત પગો છે.
  • વિકસિત બાવલુ અને આંચળ ધરાવે છે.

આર્થિક લક્ષણો :

  • સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન : ૮ થી ૧૦ લિટર
  • પ્રથમ વિયાણની ઉમર : ૪૦થી ૪૫ માસ
  • બે વિયાણ વચ્ચે નો ગાળો: ૧૨ થી ૧૪ માસ
  • વસુકેલ ગાળો : ૭૦ થી ૮૦ દિવસ

Source : AAU