Khetidekho

ઘઉં ના પાકની માહિતી

જમીન :
  • પિયત ઘઉં માટે – મધ્યમ કાળી,
  • બિન પિયત ઘઉં માટે – ઊંડી કાળી હવામાન – ઠંડુ-સૂકું
વાવણી સમય,અંતર અને બિયારણ દર:
  • ૧૫ નવેમ્બર થી ૧૫ ડીસેમ્બર સુધીમાં
  • પિયત ઘઉં માટે – બે હાર વચ્ચે- ૨૨.૫ સેમી,
  • બિન પિયત ઘઉં માટે – બે હાર વચ્ચે-૩૦ સેમી
  • એક હેકટરે ૧૦૦ થી ૧૨૫ કિગ્રા
Source : Internet
સુધારેલી જાતો :
  • લોક-૧, રાજ-૧૫૫૫, જી.ડબલ્યુ.-૪૯૬, ૫૦૩, ૧૯૦, ૧૭૩, ૨૭૩, ૧૧૩૯, ૩૨૨, 3૬૬, અને જી.ડબલ્યુ.-૧૧ 
  • જી.ડબલ્યુ.-૧ બિનપિયત ઘઉંની જાત છે.
  •  જી.ડબલ્યુ.-૧૧૩૯ ઓછા પિયતથી થતી જાત છે.
કટોકટી અવસ્થાઓ :
  1. મૂળ-મુકુટ અવસ્થા (વાવણી બાદ ૧૮ થી ૨૧ દિવસ) 
  2. ફૂટ અવસ્થા (૩૫ થી ૪૦ દિવસ)
  3. ગાભે આવવાની અવસ્થા (૫૦ થી પ૫ દિવસ) 
  4. ફૂલ અવસ્થા (૬૫ દિવસ) 
  5. દુધિયા દાણા અવસ્થા (૭૫ થી ૮૦ દિવસ) 
  6. પોંક અવસ્થા (૯૦ થી ૯૫ દિવસ)
રોગો :
  • ઉગસૂકનો રોગ,
  • અનાવૃત અંગારીયો,
  • ગેરુ અને પાનનો સૂકારો
  • કીટકો અને ઉધઈ,
  • સાંઠાની માખી,
  • ગાભમારાની ઈયળ,
  • મોલો,
  • ખપેડી અને પાનકથીરી
કાપણી :
  • બિનપિયત ઘઉં ૧૧૦ થી ૧૧૫ દિવસે તૈયાર થાય છે.
ઘઉં ને લગતા ફેક્ટ :
  • વિશ્વમાં ઘઉંના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટીએ ભારત ચોથા સ્થાને છે.
  • ભારતમાં ઘઉંના વાવેતરની દ્રષ્ટીએ ગુજરાત આઠમું અને ઉત્પાદનની દ્રષ્ટીએ ચોથું સ્થાન ધરાવે છે.
  • ગુજરાતમાં વાવેતરની દ્રષ્ટીએ મહેસાણા જીલ્લો પ્રથમ જયારે ઉત્પાદનની દ્રષ્ટીએ અમદાવાદ પ્રથમ ક્રમે છે.
  • ઘઉંમાં ગ્લુટીનીન નામનું પ્રોટીન હોય છે.