Khetidekho

ગાય ભેંસ માં રસીકરણ

આવી જ રસપ્રદ માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં નીચે ના બટન પર ક્લિક કરી ને જોઈન થાવ
ગાય ભેંસ માં રસીકરણ
  • પશુ માં અનેક પ્રકારની જીવાણુ, વાયરસ જાણીતું બીમારીઓ થાય છે અને તેના અટકાવવા માટે જરૂરી છે યોગ્ય સમયે રસીકરણ. પણ રસીકરણ કરાવતાં પહેલા અને પછી પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે જેથી પશુ ને કોઈ તલકીફ થાય નહીં.
  • રસી ડોક્ટરની સલાહ મુજબ જ આપવી.

 

  • રસીકરણમાં ડીસ્પોજીબલ નીડલ, સીરીન્જનો ઉપયોગ કરવો.

 

  • રસીકરણ બાદ બચેલી રસી બાળી નાંખી કે દાટી દઈને નાશ કરો.

 

  • રોગ થાય તે પહેલાં પશુને રસીકરણ કરાવી રોગ સામે રક્ષણ અપાવો અને કિંમતી પશુને બચાવો.

 

  • કૂતરું કરડેલા ભાગને તાત્કાલિક સાબુના પાણીથી ધોઈ નાખો અને જંતુનાશક દવા લગાડો. આવા ઘા પર પાટો બાંધવો નહીં.

ગાય ભેંસ માં રસીકરણ નું સમયપત્રક
  • રસીકરણ કરાવતા પહેલા કૃમિનાશક દવા જરૂર થી આપવી.
પશુપાલન માં ખાસ યાદ રાખવાના મુદા
  • નવજાત વાછરડા/પાડાને વિયાયા બાદ અડધા થી એક કલાકમાં ખીરું પીવડાવી દેવું.

 

  • દુધાળા પશુઓને દૂધ ઉત્પાદનના ૫૦% પ્રમાણે દાણ આપવું સાથે શરીર નિભાવ માટે ૧-૨ કિલો દાણ વધારાનું આપવું.

 

  • ૨૧ દિવસના અંતરાળે ગાય / ભેંસમાં ગરમીના ચિન્હોને કાળજીપૂર્વક નિહાળી ફળાવી દેવી.

 

  • સંકર વોડકીઓ ને ૧૮-૨૪ મહિને અને ભેંસની પાડીઓને ૨૮-૩૩ મહિને ફળાવી દેવી.

 

  • ગાય / ભેંસ ગરમીમાં આવ્યા બાદ ૧૨-૧૮ કલાકમાં કૃત્રિમ બીજદાન કરાવી દેવું.

 

  • ગાય / ભેસ વિયાયા બાદ ૮૦-૧૦૦ દિવસમાં ફળાવી દેવી જેથી બે વિયાણ વચ્ચેનો ગાળો ઘટાડી શકાય.

 

  • ફળાવ્યાના ૭૫-૮૦ દિવસ બાદ ગર્ભ નિદાન પરીક્ષણ કરાવી દેવું .

 

  • સમયસર ચેપીરોગો જેવા કે ગળસુંઢો, ગાંઠિયોતાવ, ખરવા-મોંવાસા, ગર્ભપાત વગેરેની સામે રસીકરણ કરાવવું.