Khetidekho

પાક માં છોડ ની ગણતરી કેવી રીતે કરવી???

પાક માં છોડ ની ગણતરી

નમસ્તે ખેડૂત મિત્રો ,

આજે આપણે આપણા ખેતર માં કેટલા છોડ નું વાવેતર થયું છે એની ગણતરી કેવી રીતે કરવી એ જાણસું.

કોઈ પણ પાક હોય બાગાયતી કે રોકડીયો પાક બે હાર અને બે છોડ વચ્ચે નું અંતર ફિક્સ હોય એટલે છોડ ની સંખ્યા ની ગણતરી સરળતા થી થઇ શકે.

સૌ પ્રથમ આપણી જમીન છે વીઘા માં એને આપણે હેક્ટર માં ફેરવશું.

જે જવાબ આવે એને આપણે ૧૦૦૦૦ વડે ગુણવાથી જે એરિયા છે એ મીટર સ્કવેર (m2) માં ફેરવાઈ જાય .

હવે જે જવાબ આવે એને બે હાર અને બે છોડ વચ્ચે જે અંતર છે એને મીટર વડે ભાગવાથી છોડ ની સંખ્યા મળી જાય છે .

 

 

= જમીન નો વિસ્તાર(હેક્ટર માં) * ૧૦૦૦૦(m2 માં કન્વર્ટ કરવા માટે)

——————————————————————————-

બે છોડ વચ્ચેનું અંતર (મીટર માં) * બે હાર વચ્ચેનું અંતર (મીટર માં)

હવે આપણે આ મેથડ ને એક ઉદાહરણ દ્વારા સમજીયે

 

ઉદાહરણ : ૧

 

5 * 5 મીટર એ ફળઝાડ ની રોપણી કરતા 1 હેક્ટર (6.25 વીઘા) માં ______ ઝાડ આવે.

  1. જેટલી જમીન છે એને હેક્ટર માં કનવર્ટ કરો.

(દા.ત- 6.25 વિઘા છે તો 6.25/6.25 એટલે 1.00 હેક્ટર જવાબ આવે)

  1. જેટલા હેક્ટર આવે એને ગુણ્યા 10000 કરો એટલે મીટર સ્કેવર નીકળી જાય.

1.00 * 10000 એટલે 10000

  1. પછી જેટલો જવાબ આવે એને ભાગ્યા જેટલા મીટર અંતર હોય એ મુજબ ભાગી નાખો.

       હવે 5*5 છે અંતર તો 10000/5*5

       એટલે જવાબ 400 નંગ આવે.

ઉદાહરણ : ૨

 

2*2 મીટર એ ફળઝાડ ની રોપણી કરતા 15 વીઘા માં ______ ઝાડ આવે.

  1. જેટલી જમીન છે એને હેક્ટર માં કનવર્ટ કરો.

(દા.ત- 15 વિઘા છે તો 15/6.25 એટલે 2.40 હેક્ટર જવાબ આવે)

  1. જેટલા હેક્ટર આવે એને ગુણ્યા 10000 કરો એટલે મીટર સ્કેવર નીકળી જાય.

2.40 * 10000 એટલે 24000

  1. પછી જેટલો જવાબ આવે એને ભાગ્યા જેટલા મીટર અંતર હોય એ મુજબ ભાગી નાખો.

હવે 2*2 છે અંતર તો 24000/2*2

એટલે જવાબ 6000 નંગ આવે.