ખેડૂતો રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળે પછી તેને અટકાવવા માટે દવાઓનો છંટકાવ કરે છે. આથી રોગ કે જીવાતને અસરકારક રીતે નાબુદ કરી શકાતી નથી અને ખેતી ખર્ચમાં વધારો થાય છે.
પાકમાં વાવેતરથી લઇને તેના ઉત્પાદન સુધીના જીવનકાળ દરમિયાન પાકને અનેક રોગ તથા જીવાતનો સામનો કરવો પડે છે.
પાકમાં રોગ-જીવાત સામે અગાઉથી પાકને રક્ષણ આપવા માટેના પ્રયાસો કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે. ઓછા ખર્ચે અસરકારક ઉત્પાદન મેળવવા માટે બીજને માવજત આપી જરૂરી છે.
બીજની અંદર તેની સપાટી ઉપર રહેલા રોગકારકોના નાશ માટે બીજને આપવામાં આવતી ફૂગનાશક અને જીવાણુંનાશક દવાની માવજતને બીજ માવજત કહે છે.
બીજ માવજત ના ફાયદા
આ માવજત આપવાથી જમીનમાં રહેલા રોગકારકો સામે બીજને ઉગવામાં રક્ષણ મળે છે.
રોગ અને જીવાત નિયંત્રણ એ વિવિધ પરીબળો પૈકીનું એક અગત્યનુ પરીબળ છે.
રોગ અને જીવાત નિયંત્રણ માટે ખેડૂતો ઘણાબધા જંતુનાશકો નો ઉપયોગ કરે છે .
પાકને બીજજન્ય તેમજ જમીનજન્ય રોગોથી બચાવવા માટે બીજને વાવતા પહેલા જરૂરી ફુગનાશક તેમજ કીટનાશક દવાની માવજત આપવી જોઈએ.
બીજને જમીન મા વાવતા પહેલા દવાનો પટ ન આપવાથી ઘણાં બધા ગેરફાયદાઓ થાય છે.