બોરવેલ સબસીડી યોજના: ખેડુતો માટે સહાય યોજના
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે.
આ યોજનાઓમાંની એક મહત્વપૂર્ણ યોજના છે બોરવેલ સબસીડી યોજના.
આ યોજના હેઠળ સરકાર બોરવેલ બનાવવા માટે ખેડૂતોને રૂ. 50,000 સુધીની સહાય આપે છે.
આ યોજનાનો હેતુ ખેડુતોને પાણીના સ્ત્રોત પૂરું પાડીને ખેતીમાં મદદરૂપ થવાનો છે.
આ યોજના અંતર્ગત ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા બોરવેલ બનાવવા માટે સહાય આપવામાં આવે છે. આ સહાય ગુજરાતના તે ખેડુતોને મળે છે જે ઓઇલ પામનું વાવેતર કરે છે.
1. જાતિનો દાખલો
2. જો દિવ્યાંગો હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
3. જમીનની વિગત (સાતબાર અને આઠ-અ નો ઉતારો)
4. આધાર કાર્ડની નકલ
5. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક
6. સંમતિ પત્રક
1. આ યોજનામાં અરજી ઓનલાઇન કરવી પડે છે.
2. ગુજરાત સરકારની આઈ પોર્ટલ વેબસાઈટ પર જાવ.
3. ‘વિવિધ યોજનાઓમાં અરજી કરો’ વિકલ્પ પસંદ કરો.
4. ‘બોરવેલ પંપ સેટ’ યોજના પર ક્લિક કરો અને અરજી કરો.
5. નવી અરજી પર ક્લિક કરો.
6. ફોર્મમાં સંપૂર્ણ માહિતી ભરો અને અરજી સબમિટ કરો.
7. અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢો.
Khetidekho is proudly powered by WordPress