(ટ્રાઇકોડર્માં વિરીડી) નો ખોરાક મગફળી, કપાસ, બાજરો, જીરૂ, તલ, ડાંગર, શેરડી, તમાકુ, તુવેર, એરંડા, ડુંગળી, ઘઉં, ચણા, લસણ, જુવાર, મકાઈ, ટામેટા, રીંગણ, કુલેવર, કોબીજ, ગુવાર, મરચી, બધાજ શાકભાજી, આંબા, લીંબુ, દાડમ, કેળ, બોર, જમરૂખ, ચીકુ, આમળાં, વગેરે બાગાયતી પાકો, તરબુચ, ટેટી, કોળું વગેરે વેલાવાળા પાકો અને બીજા પાક મા જમીન માંથી આવતી દરેક ફૂગ ના કારણે થતા બધાજ રોગો ને ખાવાનો છે, એટ્લે કે આ ફૂગ બીજી ફૂગ ને અને રોગો જેવા કે છોડ મૂળ માંથી સુકાઈ જાય, ધરું બળી જાય, મૂળ કોહવાય જાય, છોડ પીળો પડી જાય, બીજ જમીન માં હડી જાય, બીજ ઉગી ને બળી જાય, છોડ નો વિકાસ નો થાય, વગેરે રોગ અને રોગ ના જેનાથી થઇ છે તેને ખાઈ જાય છે.
જેથી આપણો પાક તંદુરસ્ત રહે છે ને સારુ ઉત્પાદન મળે. લાંબા સમય સુધી તે અસરકારક રહે છે અને જૈવિક પ્રોડક્ટ વાપરવાથી જમીન, છોડ, પર્યાવરણ, માણસ કોઈ પણ નુક્શાન કરતું નથી, ખરીદવામાં સસ્તુ હોય છે. ટ્રાઇકોડર્માં વિરીડી ફૂગ જે ફૂગ કુદરતી હોય છે.તેને પ્રયોગશાળા મા તૈયાર કરવામાં આવે છે.
રેતી દિવસે ખુબજ તપીને ગરમ થઇ જાય અને રાતે તરત જ ખુબજ ઠંડી થઇ જાય છે. રેતી નો ઉપયોગ એટલેજ તો સોલાર પેનાલ બનાવવામાં થઇ છે. અને ટ્રાઇકોડર્મા વિરીડી જીવતી ફૂગ છે એટલે એને જીવવા માટે ખોરાક ની જરૂર પડે . રેતી માં ટ્રાઇકોડર્મા વિરીડી ને ખોરાક મળતો નથી, ટ્રાઇકોડર્મા વિરીડી ને મૂળ મુકવા માટે રેતી કઠણ પડે. રેતી ગરમ થઇ જાય એટલે ટાઇકોડ્મો વિરીડી મરી જાય.
રેતી માં ટ્રાઇકોડર્મા વિરીડી ના એક કણ માંથી હજારો કણ થતા નથી એટલે રેતી સાથે નહિ પણ દેશી છાણીયા ખાતર સાથે અથવા લીંબોળી ના ખોળ અથવા દિવેલા ના ખોળ સાથેજ ભેળવવી જેથી પૂરો ફાયદો મળે. જયારે પાક મોટો થઇ જાય અને આપણી પાસે સમય ના હોય તો રેતી સાથે નખાય. રેતી વજન દાર હોય જેથી તે છોડ ના મૂળ સુધી પહોંચાડે. મગફળી જેવો પાક મોટો થઇ જાય અને છોડ ની હાર એક બીજા માં ઘસવાઈ જાય છે અને જમીન દેખાતી નથી ત્યારે જમીન સુધી પહોંચાડવા માટે રેતી સાથે ટ્રાઇકોડર્મા વિરીડી અપાય. બાકી તો દેશી ખાતર સાથેજ આપવુ.
ટ્રાઇકોડર્મા વિરીડી પાણી સાથે પણ આપી શકો છો. જયારે પાક ને પેલું પિયત આપવાનું હોય ત્યારે પાણી સાથે આપી શકો છો. વીધે ૧ કિલો જાય તે રીતે આપી શકો છો. અને દવા છાંટવાના પંપ થી પણ આપી શકો. પંપ ની. આગળ ની નોજલ કાઢી ડાયરેક્ટ છોડ ના મૂળ માં જાય તે રીતે આપી શકો છો.
૭૦ રૂપિયાથી લઇ ને ૧૦૨૦ રૂપિયા સુધી મળે છે. એટલે સારી ગુણવતા વાળી આ ટ્રાઇકોડર્મા વિરીડી લેવી. તમને જ્યાંથી અનુકળ પડે ત્યાંથી પણ સારી મળે એવી લેવી.
સોર્સ : લાલજી ઈટાલીયા સાહેબ
Khetidekho is proudly powered by WordPress