Khetidekho

તલ ની માવજત

  • તલની યોગ્ય માવજત આપવી તેનું ખુબ મહત્વ છે જેથી તલની ઉપજ સારી રીતે વધી શકે છે. આ માટે નીચે મુજબની  ખાતર અને દવાઓનું છંટકાવ યોગ્ય સમયે કરવું જોઈએ.
ખાતરનું પ્રમાણ:
  • ૧૨:૬૧:૦ (૧૨૫ થી ૧૫૦ ગ્રામ પર પમ્પ) – આ ખાતર ૩૦ દિવસ ના તલ હોય ત્યારે હ્યુંમિક સાથે આપવાથી વૃદ્ધી સારી થાય છે .

 

  • ૦:૦:૫૦ (૧૨૫ થી ૧૫૦ ગ્રામ પર પમ્પ) – આ ખાતર તલ માં બયઢા અવસ્થા એટલે કે ૬૦ દિવસ પછી આપવાથી ક્વોલીટી ઉત્પાદન મળે છે .
જીવાતનું નિયંત્રણ:

સફેદમાખી:– ૧૫૦૦ ppm નીમ ઓઇલ – જૈવિક રીતે જીવાતનું નિયંત્રણ કરે છે.

 

બ્યુવેરીયા બાસિયાના (૮૦ ગ્રામ પર પમ્પ)- જમીનમાં ભેજ હોય ત્યારે અસરકારક રીતે કામ કરે છે.

 

વધારે ઉપદ્રવ હોય તો:

 

એસિટામિપ્રાઈડ ૨૦% SP અને ઇમિડાક્લોપ્રીડ (૧૦ મિલી, ૧૦ ગ્રામ) – તીવ્ર જીવાતો સામે રક્ષણ આપ છે.

 

ઈયળ:એમામેકટીન બેન્જોયેટ (૧૦ગ્રામ/પમ્પ)  ઈયળનો પ્રકોપ ઘટાડવા માટે ઉપયોગી છે.

લીલો સુકારો:

  – મેટાલેક્સીલ ૮% + મેન્કોઝેબ ૬૪% (૨૫ થી ૩૦ ગ્રામ પર પમ્પ) લીલો સુકારોને નિયંત્રિત કરવા માટે અસરકારક છે.

આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…

Related Blogs