Khetidekho

સોયાબીન માં આવતા મુખ્ય રોગ જીવાત અને નિયંત્રણ

  • સોયાબીન નો પાક એક મહત્વપૂર્ણ ખેતી છે, પરંતુ રોગથી તેના ઉત્પાદન ઘણું નુકસાન પામે છે.

 

  • આ બ્લોગ માં આજે આપણે સોયાબીન ની મુખ્ય રોગ જીવાત અને તેના નિયંત્રણ ની માહિતી મેળવશું.
સોયાબીન માં આવતા મુખ્ય રોગ
મૂળ નો કોહવારો :
  • કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% , ૧૦ લીટર પાણી માં ૪૦ ગ્રામ ઓગાળી રોગ દેખાય ત્યારે છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો .

 

  • મેટાલેક્ઝીલ ૮% + મેન્કોઝેબ ૬૪% વે.પા. નું તૈયાર મિશ્રણ ૧૦ લીટર પાણીમાં ૧૫ થી ૨૦ ગ્રામ મુજબ ઓગાળી છંટકાવ કરવો.
મોઝેક વાઇરસ :
  • સમયાંતરે ખેતર માંથી રોગીસ્ટ છોડ ઉપાડી તેનો નાશ કરવો.

 

  • પાકની ફેરબદલી અપનાવવી.

 

  • આ રોગ ચુસીયા પ્રકારની જીવાતોથી ફેલાતો હોય તેનું નિયંત્રણ કરવું.
ભૂકીછારો :
  • રોગની શરૂઆત થયે પાણીમાં દ્રાવ્ય ગંધક ૮૦% વે.પા. ૧૦ લીટર પાણીમાં ૨૫ (૦.૨%) ગ્રામ મુજબ ભેળવી છંટકાવ કરવો.

 

  • જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

 

  • અથવા હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫% ૧૦ લીટર પાણીમાં ૧૦ મિલી મુજબ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
સોયાબીન માં આવતી મુખ્ય જીવાત
લશ્કરી ઈયળ/ સેમીલુપર :
  • પ્રકાશ પિંજર નો ઉપયોગ કરવો.

 

  • મોઝણી માટે ફેરોમન ટ્રેપ ૬ પ્રતિ હેક્ટર ગોઠવવા.

 

  • કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ર૫ ઈસી ૨૦ મી.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી પ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ પ ડબલ્યુજી ૪ ગ્રામપૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ગર્ડલ બીટલ :
  • કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ર૫ ઈસી ૨૦ મી.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી પ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ પ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
પાન કથીરી :
  • કથીરીનાશક દવાઓ જેવીકે ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મી.લી. અથવા ડાયફેન્થુરોન ૫૦ ડબલ્યુપી ૧૮ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૧૫ મી.લી. પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…

Related Blogs