Khetidekho

વરસાદ કેવી રીતે માપવો ?

  • તમે સાંભળ્યું જ હશે આ વિસ્તાર માં આટલા ઇંચ વરસાદ પણ તમને ખબર છે એ કેમ માપવામાં આવે છે??

 

  •   આ બ્લોગ માં આપણે  વરસાદ (rainfall) કેવી રીતે મપાય છે એ વિગતવાર જોઈશું …
વરસાદ માપવા માટેનું ઉપકરણ: રેઈન ગેજ
  • વિશ્વભરમાં વરસાદ માપવા માટે રેઈન ગેજનો પ્રયોગ થાય છે.

 

  • આ ઉપકરણ મૂળભૂત રીતે એક કાચની બોટલ અને એક લોખંડના ફ્રેમથી બનેલું હોય છે, જેનું ઉપયોગ વરસાદને ઇંચ અથવા મિલીમીટરમાં માપવા માટે થાય છે.

 

  • બોટલના મોં પર એક વિશાળ ફનલ મૂકવામાં આવે છે, જેનો વ્યાસ બોટલના વ્યાસ કરતા 10 ગણો વધારે હોય છે.

 

  • આ સેટઅપને ખુલ્લી અને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે છે.
વરસાદ માપકનું કાર્યપ્રણાલી
  • વરસાદના ટીપાં ફનલ દ્વારા બોટલમાં પડે છે, અને એ બોટલમાં એકઠું થાય છે.

 

  • પછી, 24 કલાક પછી, બોટલમાં એકઠાયેલા પાણીને બોટલ સાથે જોડાયેલા સ્કેલની મદદથી માપવામાં આવે છે.

 

  • ફનલનો વ્યાસ બોટલના વ્યાસ કરતા 10 ગણો મોટો હોય છે, આથી એકત્રિત પાણી પણ દસ ગણું બતાવે છે. આ રીતે વરસાદની માત્રાને ખૂબ જ ચોક્કસાઈથી માપી શકાય છે.

 

  • આ વિધિનો ઉપયોગ કરીને વરસાદની માત્રાને નક્કી કરવામાં આવે છે, જેથી હવામાન વિશ્લેષણ અને આગાહીમાં મદદ મળે છે.
આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…

Related Blogs