ખેતીમાં આધુનિક સંશોધનોની સાથે સાથે ખેડૂતો પાકની વધુ ઉત્પાદન આપતી નવી જાતોનુ વાવેતર કરતા થયા છે.
આ જાતો જમીનમાંથી પોષક તત્વોનો વધુ પ્રમાણમાં ઉપાડ કરી વધુ ઉત્પાદન આપે છે, પરિણામે જમીનની ફળદ્રુપતા માં ઘટાડો થાય છે, આથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને એકમ વિસ્તારના ઘનિષ્ટ ખેતી પદ્ધતિઓ અપનાવી વધુ ઉત્પાદન મેળવવા જમીનમાં ખાતરો આપવા પડે છે.
હવે ખાતરોની ઉચી કિંમતને કારણે જો તેનો કાર્યક્ષમ અને ભલામણ પ્રમાણે ઉપયોગ કરી વઘુ આર્થિક ફાયદો મેળવવો હોય તો ખેડુતે જમીનની ‘ ચકાસણી કરાવવી ખાસ જરૂરી છે જેથી જમીનમાં વિવિધ પોષક તત્વો રૂપી ખાતરો યોગ્ય માત્રામાં આપી ખેડૂત વધુ ફાયદો મેળવી શકે.
જમીનની ઉત્પાદકતા ને અસર કરતા પરિબળો:
જમીનમાં હવાની અપૂરતી અવરજવર ,જમીનમાં પાણીનો ભરાવો થવો,જમીનની સપાટીથી નીચે તરફ દ્રાવ્ય ક્ષારોનું જમા થવું ,જમીનમાં તળિયે પડેલ દ્રાવ્ય ક્ષારોનું જમીનની ઉપલી સપાટી પર ઉભરાવવું,જમીનના પાણીના તળ ઊચા આવવા,ક્ષારયુક્ત પાણીનો સિંચાઇ માં ઉપયોગ, જમીનમાં મુળક્ષેત્રે અવાહક પડ ઉદભવવું જેમાં ચીકલી માટીનું પડ ,કઠણ માટી અથવા ખડકનું પડ , ચૂનાનું પાતડુ પડ બનવુ, દ્રાવ્ય ક્ષારો જામવાથી પડ બંધાવું વધુ પડત્તા જીપ્સમના ઉપયોગને કારણે જીપ્સમના અવાહક પડનો ઉદભવ થવો વગેરે.
ફોસ્ફરસ તત્વ ખાતર તરીકે આપવા છતાં તેની લભ્યતા ઘટવી, દા,ત જમીનનો પી,એચ. ૬.૫ કરતા ઓછો અને ૮.૫ કરતા વધુ થવો , કઠોળ વર્ગના પાકોના રાઇઝોબેકટેરીયા, ફોસ્ફરસ વાપરી નાખે ,ફોસ્ફરસ ખાતર સાથે ઝિકનો છટકાવ કરવો વગેરે.
ટૂંકમાં જોઇએ તો ઉપરના દરેક પરિબળો સીધી કે આડકતરી રીતે વનસ્પતિના ‘મૂળના વિકાસને અવરોધે છે જેને કારણે વનસ્પતિના પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે.
જમીનની ઉત્પાદકતા ઘટી છે તે જાણવા શું કરવું જોઇએ?
જમીનની ફળદ્રુપટ્ટા જાણવા માટે જમીનની સપાટીથી ૯”થી ૧૨. માટીના નમૂનાનું પૃથ્થકરણ કરવામાં આવે છ.
આ માટીના નમુના માં લભ્ય નાઈટ્રોજન , ફોસ્ફરસ તથા પોટાશ તત્વોનું પ્રમાણ જાણવા ઉપરાંત ક્ષારનું પ્રમાણ માપવામાં આવે છે, આ ચકાસણી ને જમીન ચકાસણી કહેવામાં આવે છે.
જમીનની ઉત્પાદકતા જાણવા માટે જમીનની સપાટીથી ૨ મીટર જેટલો ઊંડો પ્રોફાઇલ ખોદી , જમીનની સપાટીથી નીચે સુધી કુદરતી રીતે બનેલા માટીના થરો (હોરાઇઝન) નો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં દરેક માટીના થરનો રંગ, ટેક્ષચર, સ્ટજચર, કન્સિટન્સી ,માટી ના થરો વચ્ચેનો સંબંધ, જમીનની નિતારશક્તિ, ક્ષારનું પ્રમાણ ,જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ, વોટર ટેબલ વગેરે અનેક બાબતનો ચીવટપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે, તેમજ માટીના જુદા જુદા થરોના નમુનાઓ નું લેબોરેટરીમાં રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવે છે જેના આધારે જમીનની ઉત્પાદકતા શા માટે ઘટી છે? તે શોધી કાઢવામાં આવે છે અને તેના ઉપાય માટે વિચારી શકાય છે.
જમીનમાં રહેલ પોષક તત્વની ઉણપ ના લક્ષણો :-
નાઇટ્રોજન: છોડની વૃદ્ધિ અટકી જાય છે અને પાંદડા પીળા પડી જાય છે.
કેલ્શિયમ : છોડની નવી ફૂટેલી કુપળો સુકાઇ ને મરી જાય છે,નવા પાંદડાનો ટોચના ભાગને અસર થાય છે.
મેગ્નેશિયમ: છોડના જુના પાંદડા એકાએક પીળા પડી જાય છે, પીળા પડવાની શરૂઆત પાંદડાની ધારેથી થાય છે અને અંદરની શીરાઓ સુધી પહોંચી જાય છે.
ફોસ્ફરસ : છોડની વૃદ્ધિ ઓછી થાય છે અને પાંદડાનો આકાર બદલાઇ જાય છે.પાંદ લાલ અથવા ‘ભુખરા કલરના થઇ જાય છે.
પોટાશ: છોડના મૂળ નબળા પડી જાય છે. પાંદડાની કીનારી ભુખરા રંગની થઇ જાય છે.
સલ્ફર : નવા પાદડા શરૂઆતથી જ પીળા પર જાય છે.
ઝીંક: છોડના પાંદડા વાંકાચુકા અને નાના થઈ જાય છે, છોડની ફૂટ ઓછી થઇ જાય છે, બે પાંદડાની વચ્ચે ની ગાંઠો નું અંતર ઓછું થઇ જાય છે.
મેંગેનીઝ : છોડના પાંદડાની શીરાઓની વચ્ચે કથ્થાઇ કલરના ટપકા પડે છે, ત્યારબાદ પાંદડા ભૂખરા રંગના થઇ જાય છે.
કોપર: નવા પાંદડા વાંકા વળીને ઉપરથી નીચે તરફ સુકાઇ જાય છે અને છોડની ડાળખી ૫ર બીજા નાના નાના પાંદડા ફુટી નીકળે છે.
આર્યન: છોડના પાન શરૂઆતમાં પીળા પડી ને સકેદ રંગના થઇ જાય છે,પાનની શીરાઓની લીલાશ નાશ પામે છે.
બોરોન : છોડની ડાળીઓની અગ્રકલિકા ખરી પડે છે અને ફૂલ/ફળ બેસતા નથી.ફળ છોડ ઉપર જ કાઢી જાય છે.
જમીન ચકાસણી ની જરૂરીયાત શા માટે?
જમીનનું બંઘારણ, નિતારશકતી, ભેજસંગ્રહશકતી જેવા જમીનના ભૈતિક ગૃણઘર્મોની માહીતી મેળવવા
જમીનની ફળદૃપત્તા ની કક્ષા, એટલે કે જમીનની પાકને આવશ્યક પોષક તત્વો પુરા પાડવાની શક્તિ જાણવા .
જમીનમાં આપવામાં આવતા ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ જાણવા
પાકને ખાતરોની જરૂરીયાત નકકી કરી ભલામણ નો દર નકકી કરવા.
જમીન ખારી , ભાસ્મીક કે અમલીય હોય તો તે જાણી તેને સુઘારવાના ઉપાયો કરવા.
જમીન ઘોવાણનુ પ્રમાણ જાણી તેને અટકાવવાના ઉપાયો કરવા .