વર્ષ ૨૦૦૨ થી બીટી કપાસની માન્યતા આપ્યા બાદ દેશમાં તેમજ રાજયમાં કપાસનો વાવેતર વિસ્તાર અને અને ઉત્પાદન વધ્યા પણ સાથે બીટી કપાસ ખેતીમાં સમસ્યાઓની હારમાળા પણ શરૂ થઇ શરૂઆતનાં તબકકામાં મીલીબગ ત્યારબાદ તડતડિયા અને અત્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ, કપાસના સંશોધનકર્તા અને ઉત્પાદકો માટે ચિંતાનો વિષય થઈ પડયો.
આ સંજોગોમાં બીટી કપાસ પછી શું? એવા પ્રશ્નો અસ્થાને ન ગણાય. પરિસ્થિતિને ધ્યાને રાખી અને સંશોધન એ સાસત પ્રક્રિયા છે તેને કારણે બીટીનાં વિકલ્પે એક નવી ટેક્નોલોજીની શરુઆત કપાસની ખેતીમાં થઈ તેને ગુજરાતીમાં સાંકળે ગાળે વાવેતર પદ્ધતિ અને અંગ્રેજી માં (High Density Planting System) નામથી ઓળખવામાં આવે છે.
મોટા ભાગે સ્થાઈ જાતોનું વાવેતર થવાથી ઉત્પાદન ખર્ચ ઓછો આવે.
ટુકા ગાળામાં પાક તૈયાર થઈ જાય જેથી શિયાળુ પાક લઈ શકાય.
આ પદ્ધતિ હલકી જમીન તથા બિનપિયત વિસ્તારમાં પણ લઈ શકાય.
કપાસનું મોડું વાવેતર કરવાનું થાય તો પણ ફાયદો થાય.
જમીન ટૂંકા ગાળામાં ઢંકાઈ જતી હોવાથી નિંદામણનો પ્રશ્ન પણ ના રહે.
ગુલાબી ઈચળનુ નિયંત્રણ.
મજૂરોની અછતમાં વાવણી તથા વીણીમાં મશીનરીનો ઉપયોગ કરી શકાય.
જમીન, ખાતર અને જગ્યા નો કરક્સરપૂર્વક ઉપયોગ થઇ શકે.
કપાસને સાંકળે ગાળે વાવવાની ખેતી પદ્ધતિ
૧.જમીન પસંદગી
સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું તથા સામાન્ય રેતાળ.
૨. જાતની પસંદગી
ઊભડી વૃદ્ધિ વાળી અને ઠીંગણી જાતો
૩.વાવેતરનો સમય, અંતર અને બિયારણનો દર
વાવણી લાયક વરસાદ થાય ત્યારે ૧૫ જૂનની આજુબાજુ
બે ઠાર વચ્ચે ૯૦ અને બે છોડ વચ્ચે ૩૦ સેમી
૪ પેકેટ (૪૫૦ ગ્રામ) પ્રતિ એકર
૪. નિંદામણ નિયંત્રણ
વાવણી બાદ ૨૪ કલાકમાં ૩૦% ઈસી પેન્ડીમીથાલીન દવા ૫૫-૬૦ મિલી/૧૦ લીટર પાણીમાં મિક્સ કરી છટકાવ કરવો.
૫. આંતર ખેડ
વાવણી બાદ ૨૦ થી ૩૦ દિવસે કરબ દ્વારા આંતર ખેડ કરવી.
૬. પાળા ચઢાવવા
વાવાઝોડા તથા પવન સામે રક્ષણ મળી રહે માટે ૪૦ દિવસે આંતર ખેડ કર્યા બાદ પાળા ચઢાવવા.
વધુ વરસાદ સામે રક્ષણ મળી રહે.
પાટલા માથી નીતાર દ્વારા વધારાનું પાણી બહાર કાઢી શકાય.
૭. અન્ય માવજતો
કપાસમાં આવતો સુકારો (પેરાવિલ્ટ) અટકાવવા જીંડવા ની અવસ્થા એ જમીનમાં ભેજ જાળવી રાખવો.
જમીનમાં પાણી ભરાઈ રહે તો તાત્કાલિક નિકાલ કરવો તથા મૂળ વિસ્તારમાં હવાની અવર જવર વધે તે માટે લોખંડના સળીયાથી થડની આજુબાજુ કાણા કરવા અને ૨% (૨૦૦ ગ્રામ/૧૦ લીટર પાણી) યુરીયા દ્વાવણનુ ડ્રેન્ચીગ કરવું.
કપાસમાં પાન લાલ થતાં અટકાવા ફૂલ આવવાની અવસ્થાએ તથા જીંડવાની અવસ્થાએ ૧% યૂરીયા અને ૧% મેગ્નેશીયમ સલ્ફેટનો છેટકાવ કરવો.