સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષેત્રોમાં જ્યાં ગોરાડુ કે રેતીલી જમીન હોય ત્યાં મગફળી, બાજરી, જુવાર, મકાઈ, મરચી અને શેરડી જેવા પાકોનું વાવેતર થાય છે, અને ત્યાં સફેદ ઘૈણનો ઉપદ્રવ પ્રમાણમાં વધુ દેખાય છે.
આ ઘૈણો પુખ્ત અવસ્થામાં બદામી રંગના હોય છે અને તેને સામાન્ય રીતે ઢાલિયા કીટક તરીકે ઓળખાય છે. આ જીવાતના પુખ્ત કીટકને ઢાલિયા, કિંગા અથવા ભૂંગા તરીકે અને તેની ઇયળ અવસ્થાને મુંડા તરીકે ઓળખાય છે.
આ કીટકની પાંખો બદામી અથવા કાળા રંગની ચળકતી ઢાલ જેવી હોય છે, તેના ઇંડા સફેદ અને ગોળ સાબુદાણા જેવા હોય છે, અને ઇયળ અવસ્થામાં સફેદ રંગની મજબૂત બાંધણીવાળી અને ‘C’ આકારની હોય છે જે ત્રણ અવસ્થાઓમાંથી પસાર થાય છે.
મુંડા ના નિયંત્રણ માટે ધ્યાન રાખવા જેવી બાબતો
ચોમાસામાં ખેડૂતો મોટાભાગે મગફળી વાવે છે. આ સમયે મગફળીમાં મુંડાનો ઉપદ્રવ થવાનું જોખમ રહે છે. મુંડાનું પ્રમાણ ઘટાડવા માટે ઉનાળા દરમિયાન યોગ્ય આયોજન અને સાવચેતી રાખવી જોઈએ.
મગફળીમાં મુંડા ન આવે તે માટે ઉનાળામાં કેટલીક વિશેષ સાવચેતીઓ જરૂરી છે. રાસાયણિક ઉપચાર સિવાય અન્ય વ્યવસ્થાપનના પગલાંથી પણ મુંડાનું નિયંત્રણ શક્ય બને છે.
ઉનાળામાં ઉંડી ખેડ કરવી જોઈએ, જેથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવી જાય અને તેનો નાશ થાય. પક્ષીઓ પણ આ બહાર આવેલા કોશેટાઓને ખાઈ જાય છે.
ખેડ કરતી વખતે જમીનમાં સડેલું અને સંપૂર્ણ રીતે ખાતર થઈ ગયેલું દેશી ખાતર જ વાપરવું જોઈએ. કાચું ખાતર વાપરવાથી મુંડાનો ઉપદ્રવ વધી શકે છે.
ખેતર નજીક લીમડો, બાવળ, વડ અથવા ગુંદાના ઝાડ હોય તો, લીમડાની ડાળી કાપી ખેતરમાં ખોડી નાખવી અને તેના પર જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી ઢાલિયા કીટકનું નિયંત્રણ થાય છે.
દીવેલનો ખોળ હેક્ટર દીઠ 500 કિલોગ્રામ પ્રમાણમાં મગફળીના પાકનું વાવેતર કરતા પહેલાં આપવો જોઈએ, તેનાથી મગફળી પાકમાં ડોડવાને નુકસાન પહોંચાડતી જીવાતોથી રક્ષણ મળે છે.
મગફળી વાવતા પહેલા દાણા ને કલૉરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૧ kg દાણા માં ૨૫ ml દવા થી પલાળી ૩ કલાક છાયામાં સુકવી વાવવા.
ઉભા પાકમાં નુક્શાન હોય તો પિયત પાણી સાથે કલૉરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૧ લીટર ૧ વિધા મા આપવું. અથવા દવા છાંટવાના પંપ ની નૉજલ કાઢી પંપ મા ૨૫ ml દવા ૧૦ લીટર પાણી નાંખી પાક નાં મૂળ પાસે પાળે એમ પાવી.
૧ લીટર કલૉરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૨૫ લીટર પાણી માં નાંખી ને ૨૫ kg રેતી સાથે ભેળવી રેતી સુકાય ત્યારે ૧ વિધા માં રેતી છોડ નાં થડ પાસે પડે એમ છાંટવી ને પછી વરસાદ ના હોય તૌ પિયત આપવું.
આવી જ અવનવી માહિતી માટે અમારાફેસબુક પેજને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…