Khetidekho

મગફળી ના પાક માં ખાતર વ્યવસ્થાપન

  • મગફળી એ ચોમાસા નો અગત્યનો તેલીબીયા પાક છે.
  • મગફળી માં જો ભલામણ મુજબ ખાતર વ્યવસ્થાપન કરીએ તો વધુ ઉત્પાદન લઇ શકાઈ છે .
  • તો આજે આપણે મગફળી (groundnut) માં ખાતર ક્યાં સ્ટેજ માં કેટલું આપવું એ માહિતી મેળવીએ.
જમીન ચકાસણી
  •  પાકની શરૂઆતથી જ યોગ્ય ખાતર આપવાથી પાકનો વિકાસ સારો થાય છે અને પોષક તત્વોની ઉણપ દૂર થાય છે.

 

  • વાવેતર પહેલા ખેડૂતોએ પોતાના ખેતરની માટી નું  પરીક્ષણ પ્રયોગશાળામાં તપાસવું જોઈએ અને તેના પરિણામો મુજબ ખાતર આપવા

     

પાયા ના ખાતર
  • પાયા ના ખાતર તરીકે ૪૩ થી ૪૫ કિલો DAP (ડી .એ . પી ) + ૫ કિલો યુરીયા આપવું .

 

  • જો સલ્ફર ની ઉણપ હોય તો એકરે ૬ કિલો સલ્ફર આપવું .

 

 

અથવા

 

  • ચોમાસું સિઝન માટે, દર એકર માટે ૪ થી ૫ ટન જૈવિક ખાતર કે તો ૧૦ કિલો સંચાર ખાતર, ૬૩ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ, ૨૫ કિલો એમોનિયમ સલ્ફેટ + આપવું જોઈએ.

 

  • મગફળી કઠોળ  વર્ગનો પાક હોવાથી તે હવામાંનો નાઈટ્રોજન પણ સ્વીકારે છે, એટલે વધારાના નાઈટ્રોજન  યુક્ત  ખાતરની જરૂર રહેતી  નથી.
અન્ય ખાતર
  • ક્ષારીય જમીનમાં સેલીનિટી અથવા સોડિસિટીની સમસ્યા હોય તો જીપ્સમ કે સલ્ફર નો ઉપયોગ કરવો.

 

  • મગફળી પીળી પડે તો ચીલેટેડ આયર્ન Fe 12% EDTA ૧૫ ગ્રામ પ્રમાણે છંટકાવ કરવો અને જરૂર પડે તો ૮ થી ૧૦ દિવસે ફરીથી છંટકાવ કરવો.

 

  • કેલ્સિયમની અછત હોય તેવી જમીનમાં, ફૂલ અવસ્થાએ ૧૦ કિલો કેલ્સિયમ નાઈટ્રેટ અને ૧ કિલો બોરોન એકર દીઠ આપવું જોઈએ.

 

  • આખરે, DAP અને યુરિયાને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવાથી ગંધકની અછત વાળી જમીનમાં વિશેષ ગંધક આપવાની જરૂર નથી.

આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…

Related Blogs