ઓગષ્ટ માસમાં વાવણી કરવાથી પાકને ઘોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્વથી થોડા ઘણાં અંશે બચાવીશકાયછે.
સુધારેલી જાતો :
ખાતર :
દિવેલા લાંબા ગાળાનો પાક હોવાથી વધુ ઉત્પાદન અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે, હેકટર દીઠ 10 ટન છાણિયું ખાતર અથવા 1 ટન દિવેલીનો ખોળ આપવો.
જો આ શક્ય ન હોય તો જૂનના પ્રથમ અઠવાડિયામાં ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો.
દિવેલાને 75-50-0 કિ.ગ્રા/હે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપવું. પાયામાં 50% નાઈટ્રોજન અને બધો ફોસ્ફરસ 7-8 સે.મી. ઊંડે આપવો, બાકી નાઈટ્રોજન 30 અને 70 દિવસ પછી પિયત વખતે.
વધુ ઉત્પાદન માટે હેકટર દીઠ 120 કિ.ગ્રા. નાઈટ્રોજન, 40 કિ.ગ્રા. પાયામાં અને 40-40 કિ.ગ્રા. 40 અને 100 દિવસ પછી આપવો.
જો જમીનમાં સલ્ફરની ઉણપ હોય, તો 125 કિલો જીપ્સમ (20 કિલો સલ્ફર) વાવણી સમયે આપવું.
આંતરપાક :
દિવેલાની બે હાર વચ્ચે તલ, મગફળી, મગ, ચોળી, કે અડદ જેવા પાક ઉગાડી શકાય છે.
પિયત દિવેલાને જોડીયા ચાસ પદ્ધતિથી વાવીએ, અને તેમાં મગનો આંતરપાક લઈએ, તો બંને પાકને ભલામણ મુજબ ખાતર આપવું.
આંતરખેડ અને નીંદામણ :
દિવેલાના પાકમાં પ્રથમ 50 દિવસ સુધી નીંદામણ નહીં કરવાથી ઉત્પાદન 30% ઘટી શકે છે.આ સમયગાળામાં પાકને નીંદણમુક્ત રાખવું જરૂરી છે.
બે થી ત્રણ આંતરખેડ અને એક થી બે વાર નીંદામણ કરવું. મજુરોની અછત હોય તો પેન્ડીમીથાલીન (1.5 લિટર/હેકટર) અથવા ફલુકલોરાલીન (0.9 કિ.ગ્રા./હે.) નો છંટકાવ વાવણી પછી તરત કરવો.
30 દિવસ બાદ આંતરખેડ અને હાથ વડે નીંદામણ કરવું.
દિવેલા માં આવતા રોગ :
દિવેલાનો સુકારો
ઉનાળામાં ઉડી ખેડ કરવી.
બીજને વાવતાં પહેલાં થાયરમ ૩ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપી વાવણી કરવી.
છાણિયુ ખાતર અને શણનો લીલો પડવાશ કરવો.
રોગિષ્ટ છોડને મૂળ સાથે ઉખેડી બાળી નાખવા.
સુકારા રોગ માટે ગુજરાત હાઈબ્રીડ દિવેલા-૪ , ગુજરાત હાઈબ્રીડ દિવેલા-૫ અથવા ગુજરાત હાઈબ્રીડ દિવેલા-૭ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.
પાકની ફેરબદલી કરવી.
મૂળનો કહોવારો
પાકની ફેરબદલી કરવી.
ઉનાળામાં ઉડી ખેડ કરવી.
બીજનેવાવતાં પહેલાં થાયરમ ૩ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપવો.
છાણિયુ ખાતર અને શણના લીલો પડવાશનો ઉપયોગ કરવો.
રોગિષ્ટ છોડને મૂળ સાથે ઉખેડી બાળી નાખવા.
મૂળના કહોવારા માટે ગુજરાત હાઈબ્રીડ દિવેલા-૨ અથવા ગુજરાત હાઈબ્રીડ દિવેલા- ૬ જેવીરોગ પ્રતિકારક જાતોની વાવણી માટે પસંદગી કરવી.
દિવેલાના પાકને જરુરિયાત મુજબ પાણી આપીને પાણીની ખેંચ પડવા દેવી નહિ.
દિવેલા માં આવતી જીવાત :
ઘોડીયા ઈયળ
ખેતરમાં પાંખાવાળા ડાળાં ઉભા કરવા કે જેથી કીટભક્ષી પક્ષીઓ તેના પર બેસી શકે અને જૈવિક નિયંત્રણનો લાભ મળી શકે.