દુનિયાના લગભગ ૯૩ થી વધારે દેશોમાં નાળીયેરીનું વાવેતર થાય છે. જેમાં આપણા દેશ ઉત્પાદનની દ્રષ્ટીએ ઇન્ડોનેશીયા પછી બીજા નંબરે આવે છે.
આપણા દેશમા કુલ ૨૩.૫૮ લાખ હેક્ટર વિસ્તાર નાળિયેરીના પાક હેઠળ છે.
ગુજરાત રાજયમાં નાળિયેરીના પાક હેઠળનો વિસ્તાર માત્ર ૧૮.૩૦% છે.
વર્ષો સુધી નિયમિત રીતે બારેમાસ ફળો આપવા, નાળિયેરીના પાન તથા પાનની દાંડલી, ફળના ચાલા, કાચલી, કોપરું તથા પાણી વગેરે દરેક વસ્તુ માનવજીવન મા એક અથવા બીજી રીતે ઉપયોગમાં આવતી હોવાથી આ પાક બાગાયતી પાકોમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આમ, આ ઝાડની ઉયોગીતાની વિશિષ્ટતાઓ ને કારણે આ ઝાડ ને કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે.
નાળિયેરી પાક ને માફક આવતી જમીન
સામાન્ય રીતે સારી નિતારશક્તિ ધરાવતી અને ફળદુુપ જમીન નાળીયેર ના પાકને માફક આવે છે.
પથરાળ જમીનમાં વાવેતર કરવુ હોય તો ૧.૫ મીટર ૧.૫ મીટર અથવા ૨.૦ મીટર થી ૨.૦ મીટર નો ખાડો કરી તેમાં બહારથી ખાતર તથા માટી ભરીને નાળીયર વાવેતર કરવામાં આવે તો થઈ શકે છે. અને આવા સંજોગોમાં ઠીંગણી જાતનું વાવેતર કરવુ વધુ હિતાવહ છે.
નાળિયેરી વાવવા માટે દેશી તથા હાઇબ્રીડ જાત માટે ઉનાળામા ૭.૫ મીટર *૭.૫ મીટર ના અંતરે ૧ મીટર * ૧ મીટર * ૧ મીટર ના ખાડા કરી સારા પ્રમાણમાં તપાવી ચોમાસુ આવે તે પહેલાં તેમાં સારા પ્રમાણમાં ગણતીયુ દેશી ખાતર તથા ઉધઇથી થતા નુકસાનના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ભેળવી ખાડો ભરી દેવો.
જો ઠીંગણી જાત નું વાવેતર કરવાનું હોય તો નાળીયેરી વચ્ચેનું અંતર ૬ મીટર * ૬ મીટર રાખવું.
મુખ્ય જાતો
નાળિયેરીમાં ડી X ટી હાઈબ્રીડ, એફ-૨, દેશી તથા ગુડાજલી જેવી જાતો પ્રચલિત છે.
હવામાન
સામાન્ય રીતે આ પાક દરિયાકાંઠાના વિસ્તારનો પાક ગણવામાં આવે છે. દરિયાકાંઠાનુ સમઘાત હવામાન આ પાક તે વધુ માફક આવે છે. આમ છતાં હવે આ પાક નું વાવેતર દરિયાકાંઠાથી દૂર ના વિસ્તારોમાં પણ જોવા મળે છે.
વાવેતર
સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારમાં બારેમાસ સમઘાત હવામાન રહેતુ હોવાથી સખત ગરમી કે ઠંડીના થોડા દિવસો સિવાય ગમે ત્યારે નાળિયેરનું વાવેતર કરી શકાય છે.
આ માટે પુરતા પાણીની સગવડતા હોવી જરૂરી છે. આમ છતાં ચોમાસાની ઋતુરોપણી માટે ઉત્તમ છે. એક ભારે વરસાદ પડી ગયા પછી રોપણી માટે તેયાર કરેલા ખાડામાં રોપને બરાબર સીધો રહે તેમ રોપી દેવો જોઇએ.
ખાતર
પુખ્ત વયના ઝાડ ને દર વર્ષે ૫૦ કિ.ગ્રા. સારૂ કોહવાયેલું છાંણીયું કે ગળતીયું ખાતર આપવુ.
આ સિવાય નીચે મુજબ ના રાસાયણીક ખાતર આપવા.
એમોનિયમ સલ્ફેટ પ્રથમ વર્ષ ૦.૩૩૦ કિલો ,બીજું વર્ષ ૦.૬૬૦ કિલો ત્રીજું વર્ષ ૧.૩૩૦ કિલો ,ચોથું વર્ષે ૨.૦૦૦૦ કિલો
સિંગલ સુપર ફોસ્ફેટ પ્રથમ વર્ષ ૦.૩૩૦ કિલો ,બીજું વર્ષ ૦.૬૬૦ કિલો ત્રીજું વર્ષ ૧.૩૩૦ કિલો ,ચોથું વર્ષ ૨.૦૦૦ કિલો
મ્યૂરેટ ઓફ પોટાશ પ્રથમ વર્ષ ૦.૪૧૫ કિલો ,બીજું વર્ષ ૦.૮૩૦ કિલો ત્રીજું વર્ષ ૧.૬૬૦ કિલો ,ચોથું વર્ષ ૨.૫૦૦ કિલો
ઉપરોક્ત રાસાયણીક ખાતર બે હપ્તામાં એટલે કે પ્રથમ અડધો હપ્તો ચોમાસુ શરૂ થાય ત્યારે અને બાકીનો અડધો હપ્તો ચોમાસા બાદ એટલે કે ઓક્ટોબર માસમાં આવશે .
મિશ્ર / આંતરપાક
નાળિયેરીના બગીચામાં શરૂઆત ના ત્રણ-ચાર વર્ષ સુધી બધા જ પાકો મિશ્રપાક તરીકે લઇ શકાય છે.
પરંતુ ત્યારબાદ છાંયડામાં થતા પાકાં જેવા કે આદુ, હળદર, સુરણ, જેવા પાકો લઇ શકાય.
ઝાડ મોટા થયા પછી નાળીયેરી માં મિશ્રપાક તરીકે કેળ નો પાક ઉત્તમ સાબિત થયો છે.