Khetidekho

ગૌ મૂત્ર અને તેમના ફાયદા

  • ગૌમૂત્ર એક ઉત્તમ ખાતર, ફૂગનાશક અને વૃદ્ધિકારક છે . તે વનસ્પતિઓ માટે કુદરતી ખાતર એટલે કે પોષક દ્રવ્ય છે. ઘણા ખેડૂતો તેને અમૃત સંજીવતી ગણે છે, તો કેટલાક ખેડૂતો તેને કુદરતી યુરિયા કહે છે.

 

  • ગાભણી કે દૂઝણી ગાય હોય તો તેના મૂત્રમાં હોર્મોન્સ વધારે હોય છે. ગૌમૂત્ર સેન્દ્રિય પદાર્થ અને નાઈટ્રોજનની દૃષ્ટિએ સમૃધ્ધ છે. ગૌમૂત્રનું પૃથક્કરણ (ઈન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ૧૯૪૧) મુજબ નીચે પ્રમાણેનાં મૂલ્યો આપે છે :
ગૌમૂત્ર વાપરવાની રીત અને તેનું પ્રમાણ :
  • ગૌમૂત્ર પિયતમાં પણ આપી શકાય અને પંપ વડે છંટકાવ પણ કરી શકાય છે.
  • જો ગૌમૂત્ર પિયતમાં આપવું હોય તો એક પ્લાસ્ટિકના નળવાળા કેરબા માં ગૌમૂત્ર ભરવું અને ઘોરિયામાં જ્યાંથી પાકનું વાવેતર શરૂ થતું હોય ત્યાં રાખવો. ટીપે-ટીપે અથવા ધીમી ધારે ગૌમૂત્ર ધોરિયામાં જતાં પાણીમાં પડે એ રીતે નળ ખુલ્લો રાખવો.
  • એક એકરમાં પ થી ૭ લીટર ગૌમૂત્ર આપી શકાય અને છંટકાવ કરવો હોય તો એક પંપમાં ૩૦૦ મિ.લિ.થી શરૂઆત કરી શકાય. ગૌમૂત્રનો છંટકાવ સવારે ૧૦ વાગ્યા પહેલાં અને સાંજે ૪ વાગ્યા પછી કરી શકાય.

 

ગૌમૂત્ર વાપરવાથી થતાં ફાયદા :
  •  ગૌમૂત્રથી પાકને પોષણ મળે છે અને પાકની ગુણવત્તા સાથે ઉત્પાદકતા વધે છે. 

 

  • વમીનજન્ય ફૂગના રોગોનો તથા ઊઘઈનો નાશ થાય છે . ગોમૂત્રથી જમીનના ક્ષારો દૂર થઈ જાય છે.
આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…

Related Blogs