વર્તમાન સમયમાં, નવીન પ્રવૃત્તિઓ અપનાવવા અંગે ઘણાં લોકોને આડઅસર અનુભવાય છે, કારણ કે તેઓ જુની વસ્તુઓથી મોહિત છે. ગુજરાતમાં વીજળી વિભાગ દ્વારા આરંભાયેલા નવા પ્રિપ્રેડ સ્માર્ટ મીટર સામે પણ આવો જ વિરોધ જોવા મળ્યો. જો કે, આ સ્માર્ટ મીટરના વિરોધને લીધે સંભવિત અસરો અને તેના ઉપયોગની યોગ્ય સમજણ અપાવવી જરૂરી છે. આ માહિતીને સંપૂર્ણ રૂપથી આપણે આ લેખ દ્વારા સમજીશું.
ઘણા લોકોએ નોંધ્યું કે સ્માર્ટ મીટર સામાન્ય મીટર કરતા ઝડપી ચાલે છે અને તેમના વીજળીના બિલમાં પણ વધારો થયો છે. આ કારણોસર, ઘણા લોકોને શંકા છે કે ગુજરાતમાં ઇન્સ્ટોલ કરેલા સ્માર્ટ મીટરો ખામીયુક્ત હશે, જેને કારણે વિરોધ થાય છે. જો કે, આ મુદ્દા પર હજુ સુધી કોઈ ખામી સ્પષ્ટ રીતે જણાવવામાં નથી આવી.
સ્માર્ટ મીટર અને અફવાઓ
ઘણા લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટર વધુ ઝડપી ચાલે છે, પરંતુ વીજળી વિભાગની તપાસ પછી આવું લાગે છે કે આ માત્ર અફવા છે. વિભાગ દ્વારા પ્રત્યેક 100 મીટરના ક્લસ્ટરમાં પાંચ જૂના મીટર પણ સ્થાપિત કરવામાં આવશે અને નવા પ્રિપેડ સ્માર્ટ મીટર સાથે જોડીને તેમની તુલના કરીને રીડિંગ તપાસવામાં આવશે, જેથી કોઈ પણ ખામી શોધી અને સુધારી શકાય.
પ્રિપેડ સ્માર્ટ મીટરમાં, વપરાશકર્તાઓએ વીજળીનો ઉપયોગ પૂર્વપાયે ચૂકવણી કરી એડવાન્સમાં રિચાર્જ કરાવવું પડે છે. જો વપરાશ ₹300થી વધારે થાય અને બાકીની રકમ પૂરતી ન હોય તો, વીજ સપ્લાય કપાઈ શકે છે. રિચાર્જ કર્યા પછી, સર્વિસ ફરીથી ચાલુ થઈ જાય છે. જો બેલેન્સ માઇનસમાં જાય તો, કંપની કેટલાક અતિરિક્ત દિવસ આપે છે જેથી ગ્રાહક રિચાર્જ કરી શકે.
શું છે વડોદરા માં વાયરલ થયેલા વિડીઓ ની હકીકત?
વડોદરાની એક ઘટના મુજબ, એક મહિલાએ દાવો કર્યો કે તેનું વીજળી બિલ બમણું થઈ ગયું છે પણ તેણીએ પોતાની પ્રિપેડ સીમા ₹300 પૂર્ણ કરી અને પાંચ દિવસ ની વધારાની મર્યાદા પણ પૂર્ણ કરી,ત્યારબાદ ૩ દિવસ ની રજા બાદ જયારે તેણી એ સબ ડિવિઝન ઓફિસ જઈ ૧૫૦૦ નું રીચાર્જ કર્યું તો તેમાંથી ૩૦૦ અને બીજા આંઠ દિવસ ના વપરાસ નું બીલ કપાત થયું.
વીજળી વિભાગે તેનું બિલ અને મીટર રીડિંગ તપાસી, જેનાથી ખોટી માન્યતાઓનો ખુલાસો કર્યો. આવી ઘટનાઓ અફવાઓને જન્મ આપે છે અને વ્યાપક વિરોધનું કારણ બને છે.
આવી જ અવનવી માહિતી માટે અમારાફેસબુક પેજને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…