આંચળ અને આઉની ગ્રંથીઓના સંસર્ગમાં જીવાણુ, ફૂગ વગેરે આવે અને અનુકુળ વાતાવરણ મળતા તેમનો વિકાસ થતા દુગ્ધ ગ્રંથીઓ સોજાઈ જાય છે અને દુગ્ધ ગ્રંથીઓ માંથી ખરાબ દૂધ આવે છે જેને આઉનો રોગ (મસ્ટાઈટીસ) કહે છે.
આઉનો રોગ (મસ્ટાઈટીસ) થવાના મેઈન કારણો :
આંચળ અને આઉ પરની ઇજા, આંચળને અંગુઠાથી દબાવીને દૂધ દોહવાની રીત, અસ્વચ્છ રહેઠાણનાં ભોંયતળિયે પડેલ કાંકરા,પથ્થર, ખીલી વગેરેથી થતી આંચળ અને આઉ પરની ઈજા, દૂધ દોહતા પહેલા દૂધની ધાર જમીન પર નાખવાની ટેવ, પશુની નબળી રોગ પ્રતિકારક શક્તિ વગેરે આ રોગ થવા પાછળના જવાબદાર કારણો છે.
આંચળ અને આઉ પરની ઈજા થતા વાતાવરણ અને પશુ પર રહેલા સુક્ષ્મજીવો (જીવાણું, ફૂગ વગેરે) પશુના શરીરમાં પ્રવેશી વિકાસ પામે છે અને આ રોગ થાય છે.
રોગનાં લક્ષણોઃ
બાવલા પર સોજો આવે છે.
આઉ અડતા ગરમ લાગે છે. આંચળ અને આઉ કઠણ થઇ જાય છે.
દૂધમાં ઘટાડો થાય છે.
દૂધમાં ફોદા જોવા મળે છે.
દૂધના બદલે પાણી જેવું ચીકણું પ્રવાહી કે પરૂ નીકળે છે. કોઈવાર લોહી નિકળે છે.
જાનવરને તાવ આવે છે.
ઉપચાર અને અટકાવઃ
રોગ દેખાતા જ બાવલામાંથી બધુ જ દૂધ દોહી કાઢી લેવું જોઈએ.