Khetidekho

હાઈડ્રોજેલ એટલે શું? ખેતી માં તેનો ઉપયોગ.

હાઇડ્રોજેલ- ઓછા પાણીએ વધુ ખેતી
  • ગુજરાતમાં ક્ચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પાણીની અછતને કારણે પાકને પુરતા પ્રમાણમાં પિયત આપવાની સગવડ ઓછી છે. જેને કારણે વરસાદ ખેંચાયતો પાક નિશ્ફળ જવાની શક્યતા વધી જાય છે.

 

  • શિયાળાં આ ખેડુતો પિયતની સગવડ પ્રમાણે ઓછા વિસ્તારમાં વાવેતર કરે છે અને બાકીની જ્મીન પડતર રાખે છે.

 

  • ખેડુતો ઓછા પાણીએ વધુ ખેતી કરી શકે એ માટે ભારતીય ક્રુષિ અનુસંધાન પરિષદ (આઇ.સી.એ.આર – ઇન્ડિયન કાઉન્સિલ ઓફ અગ્રિકલ્ચર રિસર્ચ) દ્વારા જમીનમાં વધુ સમય માટે ભેજ સંગ્રહ થાય તે માટે “હાઇડ્રોજેલ” (Hydrogel) નામનો પોલીમર (રાસાયણીક પદાર્થ) વિકસાવવામાં આવેલ છે. 
હાઈડ્રોજેલ શૂં છે?
  • હાઇડ્રોજેલ એ રાસાયણીક પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવેલ શક્કરના દાણા જેવો દેખાતો પદાર્થ છે જે પાણીના સંપર્કમાં આવ્યા પછી જેલમાં ફેરવાઇ જાય છે. 

 

  • હાઇડ્રોજેલ પોતાના વજનથી 250-300 ગણુ પાણી સોષી શકે છે અને છોડના મુળને ચોંટીને પાકને જરૂરીયાત મુજબ સમયસર ભેજ આપે છે.

 

  • હાઇડ્રોજેલનો ઉપયોગ કરવાથી પાકને પુરા ગાળામાં ખાલી 2-3 પિયત આપવાની જરૂરીયાત રહે છે. હાઇડ્રોજેલ પાક અને જ્મીન માટે સંપુર્ણ પ્રમાણે સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર થતી નથી. 
Source : Internet
હાઇડ્રોજેલ વાપરવાના ફાયદા
  • બિયારણને ઉગવામાં મદદરૂપ થાય છે.

 

  • જ્મીનની ફળદુપતા અને બંધારણ સુધારે છે.

 

  • ભેજ સંગ્રહ કરી લાંબા ગાળા સુધી પાકને પુરતો ભેજ આપે છે.

 

  • 40% થી 60% સુધી પાણી અને પોષકતત્વોની બચત કરે છે.

 

  • પિયતના બે ગાળા વચ્ચે અંતર વધારે છે જેથી કરીને પિયતની સંખ્યા ઘટે છે.

 

  • જ્મીનનું ધોવાણ અટકાવે છે.

 

  • છોડને ફુગ અને અન્ય રોગોથી બચાવે છે.

 

  • ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરે છે.
Source : Internet
હાઇડ્રોજેલ વાપરવાની રીત
  • જમીનમાં છેલ્લી ખેડ સમયે 1 કિલો/એકર હાઇડ્રોજેલ આપો.

 

  • જો જ્મીન રેતાળ હોય તો 5 કિલો/એકર હાઇડ્રોજેલ આપવું.

 

  • બિયારણ સાથે મિક્સ કરીને ઓરણીથી ઓરી શકાય.

 

  • વધુ સારા પરીણામ માટે 1 કિલો હાઇડ્રોજેલ તથા 10 કિલો માટી મિક્સ કરી બિયારણ સાથે ચાસમાં વાવી શકાય.

 

  • નર્સરીમાં છોડ ઉછેરવા માટે 2 ગ્રામ હાઇડ્રોજેલ/મીટર જમીનમાં વાપરવું.

 

  • ફેર રોપણી સમયે ધરૂના મુળમાં 2 ગ્રામ હાઇડ્રોજેલ/ 1 લીટર પાણીમાં ઓગાળીને છોડને ડબોળીને ફેર રોપણી કરવી.

 

  •  ભારતીય ક્રુષિ અનુસંધાન પરિષદ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ સાથે હાઇડ્રોજેલની ઉત્પાદન અને માર્કેટીંગ માટે કરાર કરવામાં આવેલ છે.

Related Blogs