Khetidekho

કિટકો ની સામાન્ય માહિતી

કિટકનો જીવનક્રમ :

કીટકો ના જીવનક્રમ માં મુખ્ય ૪ અવસ્થા છે.

 

(૧) ઈંડુ

(૨) ઈયળ

(૩) કોશેટો અને

(૪) પુખ્ત કિટક

Source : Internet
ખાવાના પ્રકાર પ્રમાણે કિટકોનું વર્ગીકરણ :

(૧) ચાવીને ખાનાર કિટકો – તીતીઘોડો, ગાભમારાની ઈયળ, ઉધઈ, ખપેડી વગેરે

 

(૨) ચૂસીને ખાનાર કિટકો – મશી, ચૂસીયા, મધમાખી, પતંગીયા વગેરે…

ખેડૂત ને ઉપયોગી કીટક મિત્રો:

(૧) મધમાખી – પરાગનયનની ક્રિયા માટે ખૂબ જ ઉપયોગી કિટક 

 

(૨) રેશમના કૂદાં – કોશેટામાંથી મૂલ્યવાન રેશમ મળે છે. 

 

(૩) લાખનું કિટક – દુનિયામાં થતી લાખની પેદાશમાં ૮૦ ટકા હિસ્સો ભારતનો છે, ભારતમાં પીપળો, કુસુમ, પારસ, ખેર અને બોરડી લાખ આપતા મહત્વના ઝાડ છે.

 

(૪) ટ્રાઈકોગામા – આ ભમરી શેરડીના પાકને ઈયળોથી બચાવે છે.

 

(૫) એપરીકેનિયા – આ પરભક્ષી કિટકથી શેરડીના પાયરીલાના ઉપદ્રવ પર કાબુ મેળવી શકાય છે. 

 

(૬) એનકાર્સિયા ઈસાકી – સફેદ માખીનો નાશ કરે છે. 

 

(૭) લેડી બર્ડ બીટલ (દાળિયા) – આ કિટક મોલો-મશી પર જીવન ગુજારે છે.

Related Blogs