Khetidekho

વૈજ્ઞાનિક ઢબથી પશુપાલન

 

 

પશુપાલક વૈજ્ઞાનિક ઢબથી રીતો અપનાવી પશુપાલન કરે તો ૨-૩ ગણું દૂધ ઉત્પાદન વધારી શકે છે. થોડીક ચાવીઓ નીચે આપેલ છે.જે પશુપાલક અપનાવી શકે છે.

પશુસંવર્ધન :

  1. સંકર ગાયોમાં ૫૦-૬૨ ટકા જેટલું જ વિદેશી લોહીનું પ્રમાણ રાખવું.
  2. ૨૧ દિવસના અંતરાળે ગાય/ભેંસમાં ગરમીના ચિન્હોને કાળજીપૂર્વક નિહાળી, ફળાવી દેવું.
  3. સંકર વોડકીઓ અને ભેંસની વોડકીઓ ૧૮-૨૪ મહિને અને ૨૮-૩૩ મહિને ફળાવી દેવી.
  4. ગાય/ભેંસ ગરમીમાં આવ્યા બાદ ૧૨-૧૮ કલાકમાં કૃત્રિમ બીજદાન કરાવી દેવું.
  5. ગાય/ભેંસ વિયાયા બાદના ૮૦-૧૦૦ દિવસમાં ફળાવી દેવી જેથી બે વિયાણ વચ્ચેનો ગાળો ઘટાડી શકાય
  6. ફળાવ્યાના ૪૫-૬૦ દિવસ બાદ ગર્ભ નિદાન પરીક્ષણ કરાવી દેવું.

ખોરાકીય વ્યવસ્થા :

  1. નવજાત વાછરડાં/ પાડાને વિયાયાબાદ ૧-૧/૨ કલાકમાં ખીરૂ પીવડાવી દેવું.
  2. ૩ દિવસ સતત ખીરૂ પીવડાવવું તેમજ ઓછામાં ઓછા મહિના સુધી દિવસમાં વખત દૂધ પાવું.
  3. લીલોચારો પૂરતો આપવો જેમાં કઠોળવર્ગનો લીલોચારો પણ હોય સાથે સૂકો ચારો પણ આપવા.
  4. દૂધ ઉત્પાદનના ૫૦ % પ્રમાણે દાણ આપવું સાથે શરીર નિભાવ માટે ૧-૨ કિલો દાણ વધારાનું આપવું.
  5. લીલાચારાના ઉત્પાદન માટે ઊંચુ ઉત્પાદન આપતી વેરાયટીનું બિયારણ વાપરવું.
  6. ઘાસચારાના ઉત્પાદન માટે સમતોલ ફર્ટીલાઈઝર વાપરી છાણિયું ખાતર નાંખવું.

પશુ સ્વાસ્થય :

  1. બિમાર જાનવરને તંદુરસ્ત જાનવરથી અલગ બાંધવાં.
  2. ચેપીરોગથી મૃત જાનવરને વ્યવસ્થિત ખાડામાં નિકાલ કરી પુરવો.
  3. પશુ રહેઠાણમાં બાહય પરોપજીવીના નિયંત્રણ માટે યોગ્ય જંતુનાશક દવા વાપરવી.
  4. વાછરડાં / પાડામાં કરમીયાની દવા સમયસર પાવવી.
  5. બિમાર જાનવરની પુરતી દવા/સારવાર કરવી. સાથેવારંવાર ઉથલા મારતાં અને ગરમીમાં ન આવતાં વિગેરે જાનવરોની વેટરનરી ડોક્ટર પાસે સમયસર દવા/ સારવાર કરાવવી.
  6. સમયસર ચેપીરોગો જેવા કે ગળસુંઢો, ગાંઠીયો તાવ, ખરવા-મોવાસા વિગેરે રોગોની સામે રસીકરણ કરાવવું.

પશુવ્યવસ્થા અને માવજત :

  1. જાનવરોને ચોખ્ખું અને તાજુ પાણી સમયસર પાવું. ઉનાળામાં દિવસમાં વખત અને શિયાળામાં વખત પાણી પાવું જોઈએ.
  2. સંકર ગાયોમાં ઓછામાં ઓછું 5૦ દિવસનો વસુકાવવાનો સમય રાખવો:
  3. વાછરડાંને ૧ મહિનાની ઉમરની અંદર શિંગડા ડામી દેવરાવવાં
  4. નર વાછરડાને ૧ થી રવર્ષની અંદર ખસીકચણ કરાવી દેવું.
  5. સખત ઉનાળામાં ભેંસોને પાણીનો ફવારાની સારવાર આપવી.
  6. પશુ રહેઠાણ આજુબાજી ઝાડ વાવવાં.

દૂધ દોહન :

  1. દોહન દરમ્યાન જાનવરોની પુંછડી બાંધી દેવી.
  2. દોહન પહેલાં દોહનાર ના હાથ સાબુથી ધોઈ દેવાં.
  3. દોહવાની જગ્યા સાફ, સ્વચ્છ, દુર્ગઘ રહિત, ધૂમાડા રહિત હોવી જોઈએ.
  4. સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે દૂધના વાસણો સ્વચ્છ અને ખાસ કરીને દૂધના જ વાસણો જેવા કે ડીઝાઈન કરેલા હોવા જોઈએ.
  5. દોહન પહેલાં અને દોહયા બાદ બાવલું સ્વચ્છ પાણસાફ કરી સ્વચ્છ કપડાંથી, પાણી સાફ કરી દેવું જોઈએ.
  6. આખા હાથથી દોહવાની ટેવ પાડવી જોઈએ નહીં કે અંગુઠાથી .
  7. દોહન સમયસર કરવું જોઈએ.
Ref. ડો. એચ.એ.પટેલ, ડો. જે.કે.પટેલ, ડો. કે. જે. અન્કુયા અને ડો. એચ.બી.પટેલ ( દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી.)

Related Blogs