Khetidekho

બાગાયત પાક આંબા ની માહિતી

આબોહવા

ચોમાસામાં જુનથી સપ્ટેમ્બર દરમ્યાન વ્યવસ્થિત વહેંચાયેલો ૭૫૦ થી ૩૭૫૦ મી.મી. વરસાદ, મધ્યમ ઠંડો સુકો ભેજરહિત શિયાળો તથા મધ્યમ ગરમ ઉનાળો આંબાને માફક આવે છે. ફલ આવવાના સમય દરમ્યાન વાદળ, ધુમ્મસવાળુ હવામાન અથવા માવઠાનો વરસાદ ફળ બેસવાની પ્રકિયાને અવરોધે છે. તથા રોગ જીવાતને નોતરે છે. નાના ફળો ૪૨ સે. થી વધારે ઉષ્ણતામાને ખરી પડે છે. મોટા ફળો પણ ગરમી (લુ) લાગવાથી ખરી પડે છે, અને આફસ – જમાદાર જેવી જાતોમાં કપાસીનો ઉપદ્વ થાય છે.

જમીન

પ્રમાણસરની લગભગ બે મીટર જેટલી ઉંડી સારા નિતારવાળી, ફળદુપ જમીન વધારે અનુકળ છે. ગોરાડુ – બેસર કે નદીકાંઠાની જમીન આદર્શ છે. માટી-ચીકણી તેમજ નિતાર વગરની જમીન આંબાને અનુકળ નથી. પાણીના તળ ઉપર આવતા હોય તેવી જમીનમાં પણ આંબા સારા થતા નથી.

ગુજરાત ની મુખ્ય જાતો

 • દક્ષિણ ગુજરાતમાં આફસ, રાજાપુરી, કેસર, લંગડો, દશેરી, તોતાપુરી, સરદાર, વશી બદામી, નીલમ, દાડમીયો તથા કરંજીયો સારી થાય છે.
 • મધ્ય ગુજરાતમાં રાજાપુરી, લંગડો, કેસર, કરંજીયો અને વશીબદામી સારી થાય છે. 
 • ઉત્તર ગુજરાતમાં રાજાપુરી,લંગડો,કેસર અને તોતાપુરી સારી થાય છે.
 • સૌરાષ્ટ્રમાં કેસર, જમાદાર અને રાજાપુરી સારી થાય છે.  આંબાની સંકર જાતોમાં આમ્રપાલી, નિલકાન્ઝો, નિલેશ્વરી, નિલેશાન(ગજરાત), સોનપરી, રત્તા વિગેરે છે. વાડીમાં એક જ જાતનું વાવેતર ન કરતા ત્રણ-ચાર જાતોનું જુથમાં વાવેતર કરવાથી સાર ઉત્પાદન મળે છે.

રોપણી

 • જમીન સમતળ કરી બે-ત્રણ વખત હળથી ઉડી ખેડ કરવી. આંબાનું વાવેતર ૧૦ * ૧૦ મીટર થી ૧૨ * ૧૨ મીટરના અંતરે કરવું. જે તે જગ્યાએ ઉનાળામાં ૧*૧*૧ મીટર લાંબા, પહોળા અને ઉંડા ખાડા કરવા અને ૧૫-૨૦ દિવસ તપવા દેવા. ચોમાસા પહેલા ખાડાની માટીમાં ૫૦ કિ.ગ્રા. છાણિયુ ખાતર, અઢી કિ.ગ્રા. સીંગલ સુપર ફોસ્ફેટ અને એક કિ.ગ્રા. મ્યરરેટ ઓફ પોટાશ ભેળવી ખાડા પુરી દેવા. ઉધઈનો ઉપદ્વ હોય તો ૧૦૦ ગ્રામ બી.એચ.સી(૧૦ટકા) પાવડર માટીમાં ભેળવી ખાડા પુરવા. 
 • શરૂઆતના વર્ષોમાં પ * પ મીટરના અંતરે આંબા રોપી, ૧૨ થી ૧૫ વર્ષ સુધી ચાર ગણું ઉત્પાદન મેળવી શકાય ત્યારબાદ બન્ને તરફથી આંતરે ગાળે એક એક હાર કાઢી નાંખીને ૧૦*૧૦ મીટરનું નિયમિત વાવેતર રાખવું. આમ કરવાથી શર્‌આતમાં સારૂં ઉત્પાદન મેળવી શકાય છે. 
 •  કુષિ યુનિવર્સિટી, ખેતીવાડી ખાતુ કે પ્રતિષ્ઠિત નર્સરીમાંથી પ્રમાણિત કલમો મેળવી જુલાઈ -ઓગસ્ટ માસમાં ખાડાની મધ્યમાં કલમો સીધી રાખીને રોપવી. રોપતી વખતે મુલકાંડનું કંડ દર કરવું અને કલમ કરેલ ભાગ દબાઈ ન જાય તે રીતે કલમ રોપી લાકડાનો મજબુત ટેકો આપવો. કલમની વૃધ્ધિ શરૂ થયે ત્રણ-ચાર માસ પછી દોરી છોડી નાંખવી તેમજ મુલકાંડને કલમની ઉપરથી કાપી નાંખવો. 

ખાતર

છાણિયુ ખાતર તથા અડધો નાઇટોજન અને પુરેપુરો ફોસ્ફરસ અને પોટાશ ચોમાસાની શરૂઆતમાં આપવો. નાઇટોજનનો બાકીનો અડધો જથ્થો કેરી વટાણા જેવડી થાય ત્યારે આપવો. બિન પિયત વાડમાં બધો જ નાઈટોજન ચોમાસાની શરુઆતમાં આપવો.

પાછલી માવજત

 1. આંબાવાડિયા ફરતે શરૂ, નિલગીરી જેવા ઝાડની પવન અવરોધક વાડ કરવી. 
 2. શરૂઆતમાં ત્રણ-ચાર વર્ષ સુધી મહોર કાઢતા રહેવું.
 3. મુલકાંડ પર ની વૃદ્ધિ દૂર કરવી, તેમજ જમીન નજીક એક-દોઢ મીટર સુધી ડાળીઓનો વિકાસ ન થવા દેવો
 4. નવા આંબાવાડિયા માં પિયાતવાળા શાકભાજી ઉત્તમ ગણાય.
 5. ચોમાસા પહેલા, ચોમાસા પછી અને શિયાળામાં (કુલ ત્રણ) ખેડ કરવી. 
 6. ફળાવ ઝાડને કેરી લખોટી જેવડી થયે એન.એ.એ. ૨૦ પી.પી.એમ.૨ ટકા યુરિયા ના બે છઁટ્કાવ  ૧૫-૨૦ દિવસના ગાળે કરવા જેથી ફળનું ખરણ અટકે છે.(૧૦ લીટર પાણીમાં ૨૦૦ મીલીગ્રામ એન.એ.એ.-૨૦૦ ગ્રામ યુરીયા
 7. કેરી વટાણા જેવડી થયે પિયતની સગવડ હોય તો ૨ થી ૩ પિયત ૧૫-૨૦ દિવસના ગાળે આપવા.
 8.  કપાસીથી રાહત મેળવવા આફસ – જમાદાર જાતમાં ઝાડની વચ્ચેની ખુલ્લી  જગ્યામા ઉનાળામાં પરાળ અથવા સુકા પાનનું આવરણ કરવું.  
 9. જરુર મુજબ પાક સરક્ષણ ના ઉપાય કરવા.