ચોમાસામાં જુનથી સપ્ટેમ્બર દરમ્યાન વ્યવસ્થિત વહેંચાયેલો ૭૫૦ થી ૩૭૫૦ મી.મી. વરસાદ, મધ્યમ ઠંડો સુકો ભેજરહિત શિયાળો તથા મધ્યમ ગરમ ઉનાળો આંબાને માફક આવે છે. ફલ આવવાના સમય દરમ્યાન વાદળ, ધુમ્મસવાળુ હવામાન અથવા માવઠાનો વરસાદ ફળ બેસવાની પ્રકિયાને અવરોધે છે. તથા રોગ જીવાતને નોતરે છે. નાના ફળો ૪૨ સે. થી વધારે ઉષ્ણતામાને ખરી પડે છે. મોટા ફળો પણ ગરમી (લુ) લાગવાથી ખરી પડે છે, અને આફસ – જમાદાર જેવી જાતોમાં કપાસીનો ઉપદ્વ થાય છે.
પ્રમાણસરની લગભગ બે મીટર જેટલી ઉંડી સારા નિતારવાળી, ફળદુપ જમીન વધારે અનુકળ છે. ગોરાડુ – બેસર કે નદીકાંઠાની જમીન આદર્શ છે. માટી-ચીકણી તેમજ નિતાર વગરની જમીન આંબાને અનુકળ નથી. પાણીના તળ ઉપર આવતા હોય તેવી જમીનમાં પણ આંબા સારા થતા નથી.
છાણિયુ ખાતર તથા અડધો નાઇટોજન અને પુરેપુરો ફોસ્ફરસ અને પોટાશ ચોમાસાની શરૂઆતમાં આપવો. નાઇટોજનનો બાકીનો અડધો જથ્થો કેરી વટાણા જેવડી થાય ત્યારે આપવો. બિન પિયત વાડમાં બધો જ નાઈટોજન ચોમાસાની શરુઆતમાં આપવો.
Khetidekho is proudly powered by WordPress